________________
ડૉ. રસેશ જમીનદાર
SAMBODHI
કે ચારેક અભૂતપૂર્વ સુફળ પ્રાપ્ત થાય છે. આ સમગ્ર પુરુષાર્થનું સતત વિશ્લેષણ અને એનું અર્થઘટન ઇતિહાસનું કાર્યક્ષેત્ર છે.
168
આમ, ઇતિહાસ એ અનુભવોનું અનુમિત છે; આથી ઉપમાન-પ્રમાણનું ઇતિહાસવિદ્યામાં મહત્ત્વ પ્રસ્થાપાયેલું છે. ટૂંકમાં, ઇતિહાસ પ્રમાણના વિવરણથી બદ્ધ છે. માનવકૃત પ્રમાણો સમયે સમયે હાથવગાં થતાં રહે છે અને તેથી તે પ્રમાણોને પ્રજાપ્રત્યક્ષ કરવા મિષે એની વારનવાર કે સમયે સમયે વિવેચના–અર્થઘટન થતાં રહે તે અત્યાવશ્યક છે.
માનવકાર્યોનું અર્થઘટન તે ઇતિહાસ
આપણે જાણવું જોઈએ કે ઇતિહાસ એ જ્ઞાનનો વિષય છે. જ્ઞાન એ માનવીને ભૂતકાળમાં થયેલો અનુભવ છે. તેથી ભૂતકાલમાં ઘટેલી ઘટનાઓ કે પ્રસરેલા પ્રસંગો કે બનેલા બનાવો એ જ્ઞેય છે. આવી . . ઘટના-પ્રસંગ- બનાવને જાણવાની ઇચ્છા રાખનાર વ્યક્તિ જ્ઞાતા છે. આથી વ્યક્તિ જે વિચારો દર્શાવે છે તેમાં જ્ઞાન સમાયેલું છે. આમ, જગતનું તમામ જ્ઞાન માનવીના ભૂતકાલના અનુભવોના સંચયરૂપ છે. આથી ઇતિહાસનો અભ્યાસ એટલે જ્ઞાનની સાધના. આવી સાધના સ્થળ (ભૂગોળ) અને કાળ(સમય)ની મર્યાદામાં રહીને થઈ શકે છે. આથી, સર્વ ઇતિહાસ એ વિચારોનો ઇતિહાસ છે અને તેથી એની બુનિયાદમાં માનવ સમાવિષ્ટ છે; કેમ કે માનવીની રોજનીશી તે ઇતિહાસ અર્થાત્ માનવીનાં રોજબરોજનાં કાર્યોનું અર્થપૂર્ણ મૂલ્યાંકન તે ઇતિહાસ અથવા ધબક્તા માનવજીવનનું અર્થઘટિત આલેખન તે ઇતિહાસ.
આપણે અવલોક્યું કે ઇતિહાસવિદ્યાને કેવળ માનવી સાથે, એની સમગ્ર અને સર્વગ્રાહી આંતરબાહ્ય ક્રિયાઓ સાથે, એની ચેતનાઓ સાથે, એની સફળતા-નિષ્ફળતા સાથે સવિશેષ સંબંધ અનુચૂત રહેલો છે. એટલે કે માનવીનો સૌંદર્ય સાથેનો સંબંધ, કુદરતના અલૌકિકપણા સાથેનો સંબંધ, જીવનની રોમાંચકતા સાથેનો સંબંધ, કલાની સર્જકતા સાથેનો સંબંધ અને જ્ઞાનની પિપાસા સાથેનો સંબંધ આ બધાંનું સુગ્રથિત-અર્થઘટિત નિરૂપણ ઇતિહાસનું તત્ત્વજ્ઞાન છે; કહો કે એનું બંધારણ છે. ઇતિહાસાન્વેષણનો અભિગમ
માનવી જીવન જીવવા સારુ જે મથામણો-મંથનો કરતો રહે છે તે દરમ્યાન તેને ક્યારેક કુદરતનો, ક્યારેક સમાજનો, ક્યારેક રાજકારણનો તો ક્યારેક પોતાના અજ્ઞાનનો અવરોધ નડે છે; અને છતાં આ ચતુર્મુખી પરિબળો સામે તે અડગ નિશ્ચલતાથી પ્રગતિના પંથે ડગ માંડતો વિકાસ-યાત્રાને અવિરત ચાલુ રાખતો રહે છે. પરિણામે, એ આસપાસની પ્રકૃતિ પર પ્રભુત્વ પ્રાપ્ત કરે છે, સમાજના નીતિનિયમોમાં ફેરફાર કરી અવરોધો દૂર કરે છે, સત્તાપલટા મારફતે રાજકારણની આકૃતિને આલેખે છે અને જિજ્ઞાસાવૃત્તિ વાટે અજ્ઞાન દૂર કરી વિજય પ્રાપ્ત કરે છે. આ બધાંનું વિવરણ-મૂલ્યાંકન-અર્થઘટન એ ઇતિહાસ-અન્વેષણનો મહત્ત્વનો અભિગમ હોવો જોઈએ.
Jain Education International
-
For Personal & Private Use Only
www.jainelibrary.org