________________
ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં કેટલીક સાંપ્રત ઐતિહાસિક ઘટનાઓ
વૃત્ત અને વિવેચન
ડૉ. રસેશ જમીનદાર
ઈતિહાસ વ્યક્તિ સાપેક્ષ છે.
સમયે સમયે ઉપલબ્ધ થતી જતી ત્રિવિધ પ્રકારની સામગ્રીનું વિશ્લેષણ કરી માનવજીવનનાં ભૂતકાલીન કાર્યોને અર્થઘટિત કરતી વિદ્યા કે વિજ્ઞાન તે ઇતિહાસ. તેથી ઇતિહાસ શેષ-અવશેષ રહેલી સામગ્રી ઉપરથી થતાં અર્થઘટિત અનુમાનનું શાસ્ત્ર છે. ઈતિહાસનું ખેડાણ વિવિધ દષ્ટિબિંદુઓથી, વિવિધ પરિમાણોથી અને વિવિધ પરિપ્રેક્ષ્યમાં અને જે તે માહોલના પર્યાવરણમાં સમયે સમયે થતું રહે છે, અને તેથી તે પરિવર્તન પામતું રહે છે. આ પરિવર્તિત અર્થઘટનો જો કે અતીતની મૂલગત સામગ્રી ઉપરથી થાય છે. આ સંદર્ભે ઇતિહાસનું આલેખન ખસૂસ વસ્તુનિષ્ટ કરતાં વ્યક્તિ સાપેક્ષ (સગ્નેક્ટિવ) વિશેષ રહેવાનું. ઈતિહાસ એટલે સમાજનો આવૃત્ત ખજાનો
તો ઇતિહાસનું લક્ષ્ય છે માનવીની આસપાસ ભૂતાતંતુની જેમ ગૂંથાયેલી ઘટનાઓનું અર્થઘટિત વર્ણન કરવાનું. આથી મનની કે વિચારોની બાહ્ય અભિવ્યક્તિથી ઇતિહાસનું કઠું સંપન્ન થાય છે. અર્થાત્ માનવીએ કરેલા પુરુષાર્થની સત્યાધિક મીમાંસા કે સત્ય-સાપેક્ષ પૃથક્કરણ અને એનું અર્થઘટન કરતું શાસ્ત્ર એ ‘ઇતિહાસ છે. અન્યથા જોઈએ તો, ભૂતકાલીન હકીક્તોનું તથ્યોનું સમાજના-સંસારના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં અર્થઘટન કરવાનું કાર્ય ઇતિહાસનું છે. આથી, એમ કહી શકીએ કે ઇતિહાસ એ માનવજીવનના સાંસારિક-સાંસ્કૃતિક અનુભવોનો પ્રમાણભૂત દસ્તાવેજી સાહેદ છે. આમ, ઇતિહાસ એ આખા સમાજનું ઈતિવૃત્ત છે, આવૃત્ત ખજાનો છે. ઈતિહાસનું કાર્યક્ષેત્ર
માનવી સ્વભાવે સમૂહપ્રિય છે અને તેથી સામાજિક વિશેષ છે. કોઈ ને કોઈ આશાઓની સંપ્રાપ્તિ મિષે આથી માનવી સમાજમાં-સમૂહમાં રહે છે, જીવે છે અને શ્વસે છે. આશાઓ ફળીભૂત થાય તે સારુ માનવી સતત મથામણો કરતો રહે છે, જેમાં તેને ક્યારેક સફળતા, તો ક્યારેક નિષ્ફળતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org