SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ 163 Vol. XXV, 2002 श्री'मान' कविविरचित जिनसंगीताष्टक ।। શતકમાં થયા છે. તેમણે “ધર્મસંપ્રદ જેવા મહાગ્રંથની રચના કરી છે તેમ, પરમાત્મભક્તિના અનુપમ અને હૃદયવેધી ભાવોની ગૂંથણી ધરાવતાં ૨૪ સ્તવનો(સ્તવન ચોવીશી)ની પણ રચના કરી છે. તે સ્તવનો આજે જૈન સંઘમાં ખૂબ ભાવપૂર્વક ગવાય છે, અને તેમાં ગૂંથાયેલી વાતો ભાવિક ભક્તોનાં હૃદયને આજે પણ ભક્તિરસતરબોળ કરી મૂક્તી હોય છે. બનવાજોગ છે કે તેમની જ આ રચના પણ હોય ! જો ખરેખર આ રચના તેમની જ હોય તો તેમના સંગીત-નૃત્ય વિષયક જ્ઞાન અને તેમનું ભાષા-કૌશલ્ય-બન્ને આપણને હેરત પમાડે તેવાં છે. અલબત્ત, તેમની રચના ન હોય અને કોઈ અન્ય ગચ્છના મુનિ કે યતિ કે પછી કોઈ ગૃહસ્થ કવિની આ રચના હોય તોય, તેથી તેનું મૂલ્યમહત્ત્વ ઘટે તેમ તો નથી જ. આમાં કુલ નવ પદ્યો છે. પ્રથમનાં ૪ પઘોનો છંદ એક છે, અને પાછલાં ૩નો છંદ કવિત્ત એટલે કે છપ્પય- છપ્પા પ્રકારનો લાગે છે. વિષય છે બત્રીશ બદ્ધ નાટક દ્વારા જિનભક્તિ. જૈન આગમોમાંશાસ્ત્રોમાં સૂર્યાભદેવ વગેરેએ ભગવાન મહાવીરની સન્મુખ બત્રીશ બદ્ધ નાટકો' ક્યાં હોવાના ઉલ્લેખો મળે જ છે. તેના સામાન્ય અનુસરણરૂપે કે વર્ણનરૂપે આ રચના કવિને ઊગી જણાય છે. મુખ્યત્વે તો વિવિધ વાજિંત્રોનો તાલ અને બોલ આખી રચનામાં સંભળાય છે. ભગવાન સમક્ષ થતાં નૃત્ય અને સંગીતમાં કેટકેટલી જાતનાં વાજિંત્રો વાગતાં હશે અને તે દરેકના બોલ-તાલ કેવા મેળભર્યા નીકળતાં હશે તેનો અણસાર આમાં આપવાનો કવિનો મધુરો પ્રયાસ છે. છેલ્લાં ત્રણ કવિત’ની ચોથી ધ્રુવ-પંક્તિ જોઈએ તો સમજાય છે “જિન-સન્મુખ દેવ-દેવીઓ સંગીત, નૃત્ય અને વાજિંત્રો સાથે નૃત્ય કરી રહ્યાનું વર્ણન કવિને અભિપ્રેત છે. છઠ્ઠા અને આઠમા પદ્યમાં દુભિ અને તેના નામનો ઉલ્લેખ છે જ, પરંતુ નવમા પદમાં, પ્રભુભક્તિના આ અનુષ્ઠાનમાં કેવાં ને કેટલાં વાદ્યો હશે તેની કલ્પના કવિ આપી દે છેઃ મુરજ, તાલ, કંસાલ, તૂર, ત્રંબક, સહનાઈ, વેણુ, ડફ, ચંગ, તબલાં, મુખચંગ, સારંગી, વીણા, ત્રિમુખ, અલિગુંજ(?), નફેરી, ઝાલર, ઝાંઝ, પિનાક (ડમરૂ) ઢોલ, ઢોલક, ભેરી, શંખ, ઘંટ ઇત્યાદિ... આની એક પાનાંની બે પ્રતિઓની ઝેરોક્સ મને, ઘણા ભાગે, મુનિશ્રી ધુરંધરવિજયજી પાસેથી પ્રાપ્ત થયેલી છે. જેના આધારે આ વાચના આપી છે તેનો લેખન સંવત્ ૧૭૬૪ છે. તેના આરંભે અથ સમસ્તનનાનાં સંગીતઃ તિય- એમ છે, અને છેવટે પુષ્પિકા બાદ આ પ્રમાણે એક દુહો છે : यत:-मेरै तुम सम एक तुम, मम सम तुम्हें अनेक। किते कमलवन सूरकै, कमलनि सूर जु एक ॥१॥ બીજી પ્રતિ પણ એક જ પાનાની છે. તેના પ્રારંભે- “સંતાઈ:' અને પ્રાંતભાગે- તત્રી षट्त्रिंशद्वाजित्रसुररचितजिनसंगीताष्टक सं. १७७१ वर्षे श्रावण शुदि ११ दिने वैराटदुर्गे लिखितं ऋषिश्री छीतर स्ववाचनार्थम् ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520775
Book TitleSambodhi 2002 Vol 25
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2002
Total Pages234
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy