________________
श्री मान' कविविरचित जिनसंगीताष्टक ॥
सं. विजयशीलचन्द्रसूरि
મધ્યકાળના જૈન કવિઓએ અદ્ભુત રચનાઓ આપી છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી ઉપરાંત મિશ્ર ભાષાઓમાં પણ તે કવિઓએ અપૂર્વ અને માતબર યોગદાન કર્યું છે. અસંખ્ય આવી વિશિષ્ટ અને અકલ્પનીય રચનાઓ આજ સુધીમાં પ્રગટ થઈ છે, તો પણ તેની તુલનામાં તે પ્રકારની અપ્રગટ રચનાઓ અનેકગણી વધારે હશે તેમ ખાતરી સાથે કહી શકાય. હસ્તલિખિત પ્રતિઓ અને પાનાંઓ અને ગુટકાઓમાં સંતાયેલી-સચવાયેલી આ રચનાઓ જેમ જેમ હાથમાં આવતી જાય છે તેમ તેમ સ્થળ-સમય-સંજોગ અનુસાર મુદ્રણ-પ્રકાશ પામતી રહે છે.
વિષયાંતર કરીને એક વાત સૂચવવાનું મન થાય કે વિગત ૮-૯ દાયકાઓ દરમ્યાન, વિધવિધ સામયિક પત્રિકાઓમાં તેમ જ પ્રકાશિત ગ્રંથો કે પુસ્તિકાઓમાં છપાયેલી આ અઢળક સામગ્રીનું એક સૂચીકરણ જ થાય તો તે પણ એક સ્વતંત્ર શોધકાર્ય બની રહે અને નવા સંશોધકો વગેરે માટે એક દસ્તાવેજી સંદર્ભગ્રંથ બની રહે. વિશાળ ગ્રંથાલય, કાર્યકરોનું જૂથ, કયૂટર તથા ઝેરોક્ષ મશીન વગેરે અઘતન સાધનો તથા તેનો ઉપયોગ કરી જાણનારાઓની સહાય, અને સતત છપાયે જતી સામગ્રીની અવિરામ ઉપલબ્ધિ – આ બધું ધરાવનાર સંસ્થા અથવા વ્યક્તિ જ આ કાર્ય કરી-કરાવી શકે. ભૂતકાળમાં હસ્ત લિખિત ગ્રંથો માટે “ન પ્રસ્થાવત્ની” અને છપાયેલ ગ્રંથો માટે “જૈન ગ્રંથ !” જેવાં પ્રકાશનો કરીને જૈન શ્વેતાંબર કૉન્ફરન્સે આ વિષયમાં માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડેલી છે જ.
અત્રે પ્રસ્તુત કરવામાં આવેલી લઘુકૃતિ, નામે “બિનસંતાઈ'' એ કૃતિના અંતિમ-નવમા કાવ્યમાં નિર્દેશ્યા પ્રમાણે તથા પુમ્પિકમાં વર્ણવ્યા પ્રમાણે માનવ નામના કવિએ રચેલી છે. આ
માનકવિ” કોણ તે નક્કી કરવું જરા કઠિન છે. કૃતિનો વિષય જિનભક્તિ છે, અને તેનું નિરૂપણ નૃત્ય તથા સંગીતની પરિભાષામાં થયેલું છે. તે જોતાં કવિનું ચિત્ત જિનભક્તિના ઉચ્ચ રંગે રંગાયેલું હોય તેમ સહેજે માની લેવાનું મન થાય. પ્રતિલેખન સં. ૧૭૬૪માં થયેલું છે, તે પણ ધ્યાનમાં લેવું પડે. ઉપાધ્યાય શ્રીમાનવિજયજી નામના એક ઉચ્ચ કોટિના વિદ્વાનું અને પ્રભુભક્ત મુનિરાજ અઢારમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org