________________
Vol. XXV, 2002 સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમમાંની પાંચ નોંધપાત્ર પ્રતિમાઓ 161
જ પ્રતિમાની પાછલી બાજુ પર સાત પંક્તિઓનો લેખ કોતરેલો છે. સામાન્ય રીતે એવું લાગે કે આ લેખ પ્રસ્તુત પ્રતિમાને લગતો હશે,
પરંતુ વસ્તુતઃ એવું નથી. લેખ પ્રતિમાથી ઊલટી (ઊધી) દિશામાં 4/19/144713317
કોતરેલો છે ને એમાં સર્વ પંક્તિઓનો માત્ર આરંભિક ભાગ જ આપેલો ની દુર્ત કોધિત છે. દરેક પંક્તિનો પછીનો ભાગ આ ખંડિત શિલાના જમણા ભાગ પર વિ. !!ૌite
કોતરવામાં આવ્યો હશે, પણ એ ભાગ હાલ લુપ્ત થઈ ગયો છે. આ ઢાઝી રૂા.1
પરથી માલુમ પડે છે કે આ શિલા ખંડિત થતાં અસ્તવ્યસ્ત પડી રહી ગ1િ7ીનt]ILE] કિંવ જરૂરતૈઝR
હશે, આગળ જતાં એનો ડાબી બાજુનો ભાગ સરખો કરી, એના નીચલા ભાગને અર્ધવૃત્ત આકાર આપી એની પાછલી બાજુ પર ઊંધી
દિશામાં ભગવાન વિષ્ણુની પ્રતિમા ઘડવામાં આવી છે. ખંડિત શિલાલેખના ઉપલબ્ધ ભાગ પરના લખાણ પરથી જાણવા મળે છે કે બ્રહ્માણ ગચ્છના કોઈ સૂરિના ઉપદેશથી પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિની કોઈ વ્યક્તિએ વિ. સં. ૧૩૨૧માં પોતાના પિતાના શ્રેય અર્થે મહાવીરસ્વામી કે કોઈ અન્ય તીર્થંકરનું બિંબ કરાવી એની પ્રતિષ્ઠા કરાવી હતી ને એને લગતો શિલાલેખ કોતરાવ્યો હતો. એ પ્રતિમાને લગતો આ લેખ વાઘેલા સોલંકી રાજા અર્જુનદેવના રાજ્યકાલનો છે.
એની પાછલી બાજુ પર કોતરેલી ત્રિવિક્રમની પ્રતિમા સ્પષ્ટતઃ એના કરતાં ઉત્તરકાલીન છે.
આ ઘટના અસામાન્ય પ્રકારની હોઈ ખાસ નોંધપાત્ર છે. આવી એક ઘટના અગાઉ ધોળકાની એક પ્રતિમામાં મળેલી. એમાં ઉદયન-વિહારના જૈન ચૈત્યને લગતા ખંડિત પ્રશસ્તિલેખના એક ખંડની પાછલી બાજુ પર આગળ જતાં વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પ્રતિમા ઘડાઈ હતી. સ્થાનિક લોકો એને રણછોડજી તરીકે ઓળખે છે. મૂળ લેખ રાજા કુમારપાલના સમયનો હતો.
આ મ્યુઝિયમમાં સંગૃહીત હિંદુ દેવતાઓ તથા જૈન તીર્થંકરોની અન્ય પ્રતિમાઓ પ્રાયઃ ધાતુની છે.
= Jરી કરી
શકાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org