________________
160 | gi[ નંદન હરિપ્રસાદ શાસ્ત્રી
SAMBODHI ૪. શ્રીધરની પાષાણ પ્રતિમા
કે લીલાશ પડતા સ્લેટ પથ્થરની આ પ્રતિમા ગાના(તા. આણંદ) માંથી પ્રાપ્ત થઈ છે. એ ૯૧ સેં.મી. ઊંચી અને ૪૬ સેં.મી. પહોળી છે, જ્યારે એની જાડાઈ ૨૨ સેં.મી. છે.
આ પ્રતિમા ઊભેલા ચતુર્ભુજ વિષ્ણુની છે. એમના ચારેય હસ્ત ખંડિત છે, પરંતુ બેસણીના વચલા ભાગ પર કોતરેલા લેખમાં જણાવ્યા મુજબ આ પ્રતિમા શ્રીધર સ્વરૂપની છે, આ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ ઉપલા જમણા હસ્તમાં ચક્ર, ઉપલા ડાબા હાથમાં ગદા, નીચલા ડાબા હસ્તમાં શંખ અને નીચલા જમણા હાથમાં પદ્મ ધારણ કરે છે. પ્રતિમાની બે બાજુએ દશાવતારના ઊભા પટ્ટ છે. જમણી બાજુના પટ્ટમાં નીચેથી ઉપર
જતાં મત્સ્ય, વરાહ, વામન, રામ (ખંડિત) અને બુદ્ધની આકૃતિ નજરે પડે છે, જ્યારે ડાબી બાજુના પટ્ટમાં કૂર્મ, નરસિંહ, પરશુરામ, બલરામ અને કલિકની આકૃતિ દેખા
બેસણીના વચના ભાગ પર કોતરેલો લેખ પાંચ પંક્તિનો છે. પંક્તિ ૧-૨માં મિતિ આપી છે – સંવત ૧૩ ૨૯ જ્યેષ્ઠ સુદી ૮ [ગુરુ, એ દિવસે ઈ.સ. ૧૨૭૩ ના મે મહિનાની ૨૫મી તારીખ હતી. એ સમયે ગુજરાતમાં વાઘેલા સોલંકી રાજા અર્જુનદેવ રાજ્ય કરતા હતા. પંક્તિ ૨ - ૪માં પ્રતિમા કરાવનાર વ્યક્તિ, જેનું નામ ‘ધાહદ’ વંચાય છે તેનો તથા એના કુલનો ઉલ્લેખ છે. એમાંનાં અન્ય નામ અવાચ્ય છે. પં. ૪-૫ માં દેવ શ્રીધરની પ્રતિમા કરાવ્યાનો નિર્દેશ છે. વ ળી ,
૫. વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પાષાણ પ્રતિમા :
સરનાલ(તા. ઠાસરા)માંથી પ્રાપ્ત થયેલી આ પ્રતિમાં ચૂનાળ પથ્થરની છે. મહી નદીના કાંઠે આવેલું સરનાલ ગામ ત્યાંના ગલતેશ્વર મંદિર માટે જાણીતું છે, પ્રતિમા ૫૪ સે.મી. X ૩૦ સે.મી. X ૧૫ સેં.મી.નું કદ ધરાવે છે.
પ્રતિમા ઊભેલા ચતુર્ભુજ વિષ્ણુ ભગવાનના ત્રિવિક્રમ સ્વરૂપની છે. આ સ્વરૂપ રણછોડજી તરીકે પણ ઓળખાય છે, ત્રિવિક્રમ ઉપલા જમણા હાથમાં શંખ, ઉપલા ડાબા હાથમાં ચક્ર, નીચલા ડાબા હાથમાં ગદા અને નીચલા જમણા હાથમાં પદ્મ ધારણ કરે છે. પગના નીચલા ભાગ પાસે બે બાજુએ બબ્બે આયુધ-દેવતાઓ દેખા દે છે, ભગવાન મસ્તક પર કિરીટ-મુકુટ અને કટિ નીચે પીતાંબર ધારણ કરે છે, એ વિવિધ આભૂષણોથી વિભૂષિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org