SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ 94 ડૉ. રસેશ જમીનદાર SAMBODHI જેની નોધ લેવાઈ નથી એવા રહસ્યમય અને ગૂઢ કોયડાઓથી સભર વેદોના વિચારોને આપણી પ્રત્યક્ષ કરી આપતો, તથા વેદો વિશે પ્રચારિત ઘણી ગેરસમજોને દૂર કરતો તેમ જ અગાઉના અધ્યેતાઓ ઋવેદની ઋચાઓનો પ્રારંભિક કક્ષાની આધ્યાત્મિક મનોવૃત્તિ અભિવ્યક્ત કરતો ગ્રંથ ગણે છે તે ભ્રમણા જમીનદોસ્ત કરતો ફોલેનો ગ્રંથ પ્રશંસાઈ છે. | Egbert Richter નો ગ્રંથ “ધ ઈન્ડસ સ્ટિર એન્ડ ધ વેઠી, દિલ્હી, ૨૦૦૧ પણ નોંધપાત્ર ઉમેરણ આ મુદ્દા પરત્વે છે. સિંધુ સંસ્કૃતિની મુદ્રાઓનાં લખાણો વિષે પ્રગટ થયેલાં પ્રકાશનશ્રેણી પછી દેશ-વિદેશના ઘણા વિદ્વાનોએ પાંચ હજાર વર્ષ પૂર્વેની આ લિખિત મુદ્રાઓએ વ્યક્ત કરેલા કોયડા વિરો ઘણાં ગૃહકાર્યો અને સક્ષમ કસરતો મારફતે સંખ્યાધિક પ્રયાસો કર્યા છે. આ પ્રયત્નોના પરિણામ સ્વરૂપ આ લખાણો લગભગ ઉકેલાઈ શકાયાં છે. પરંતુ ઘણા બધા વિદ્વાનો આ ઉકેલ પરત્વે શંકાશીલ છે અને તેને હાસ્યાસ્પદ ગણાવે છે. ત્યારે પ્રસ્તુત ગ્રંથમાં ઉકેલ બાબતનો જે અભિગમ અભિવ્યક્ત થયો છે તે તો છે ઋગ્યેક સાથે સિધુ મુદ્રાઓમાંનાં ભાષાકીય અને પ્રતીકાત્મક ચિહ્નોના સંબંધની ગુરુચાવીની શોધ. * More than 200 inscriptions, among them the longest and those with the most interesting motifs, have been decoded here by setting them word after word in relation to Rugvedic verses. The results that were gained by this method of comparison for the pictographic and phonetic values of Indus signs are surprising and far beyond the most daring phantasy. They have been summarised in a complete sigm-dictionary problems of the ઋગ્યેઠ could be solved. ઋગ્વના સમય વિશે, વેદના કવિઓના મૂળ વિશે પણ આ ગ્રંથ કેટલોક પ્રકાશ પાથરે છે. George Fueretein. સુભાષ કાક અને ડેવિડ કોલ્લે લિખિત ગ્રંથ “ઈન સર્ચ ઑવ ધ કેડલ ઑવ સિવિલિઝેશન, દિલ્હી, ૧૯૯૯, કિ. ૩૯૫. આ ગ્રંથમાં આર્યોનું આક્રમણ કેવળ કલ્પના માત્ર છે કે હકીક્ત તેનું વિગતે પૃથક્કરણ લેખકત્રયીએ કર્યું છે. લેખકોના મત મુજબ આવું આક્રમણ ક્યારેય થયું નથી અને મેક્સ મુલર સહિતના પુરાવિદો, ઈતિવિદો અને ભારતીય વિદ્યાના તજજ્ઞોએ આ મુદ્દાને ખોટી રીતે બિનજરૂરી મહત્ત્વ બક્યું છે. એમની પાસે કાં તો સાચી માહિતી હાથવગી ન હતી કાં તે તેમણે જાણીબુઝીને હકીકતોને ખોટી રીતે અર્થઘટિત કરી. આ ત્રણેય લેખકોએ પારદર્શક રીતે સ્પષ્ટ કર્યું છે કે આપણા કમનસિબે આપણે ભારતીઓએ પણ દાયકાઓ સુધી એમના blinkered - અશ્વચા ડાબલા જેવા અભિગમને માનતા-માનવતા આવ્યા અને આર્ય-દ્રવિડ પરિક્ષાને સામાજિક-રાજનૈતિક હેતુથી વિકૃત કરીને આપણા દેશને વિભાજિત કર્યો. હકીક્તમાં આર્યો અને દ્રવિડોની અલગ ઓળખ જેવી કોઈ બાબતને વૈજ્ઞાનિક આધાર સાંપડ્યો નથી. આર્યોના આક્રમણના મુદ્દાને (અલબત્ત હવે તેને સિદ્ધાંત તો કહી શકાય જ નહીં) સમજવા લેખત્રયીએ સંખ્યાધિક કારણો આ ગ્રંથમાં વિગતે સમજાવ્યાં છે, જેમાંના ઘણા મુદ્દાઓ આપણે પ્રસ્તુત મોનોગ્રાફમાં અવલોક્યાં છે. સાંસ્કારિક અને આધ્યાત્મિક એવા આપણા દેશના વૈભવ અને વારસાને વર્ણવીને લેખકો આર્યોનાં આક્રમણના મુદ્દાને નિરાધાર પુરવાર કરે છે અને જણાવે છે કે ભારતીયો ખગોળવિદ્યા, ગણિતવિદ્યા, સમુદ્રવિદ્યા, ઈત્યાદિમાં નિપુણ હતા. તેઓ એવું પણ સૂચિત કરે છે કે આપણા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520774
Book TitleSambodhi 2001 Vol 24
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2001
Total Pages162
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy