________________
Vol. XXIV, 2001 યક્ષપ્રશ્ન આર્યોનો ઐતિહાસિક વિશ્લેષણ
93 રામપ્રકાશ આર્ય (હરિયાણા), ડૉ. એસ. પી. અન્નામલાઈ (મહૂરાઈ), શ્રી કે. વી. રામકૃષ્ણરાવ (મદ્રાસ), પ્ર. કે. કા. શાસ્ત્રી (અમદાવાદ), પ્રો. વી. એસ. પાઠક, (ગોરખપુર), ડૉ. એ. કે. દાંડ (બંગાળ), ડૉ. એસ. આર. વાલિમ્બે (પૂર્ણ), ડૉ. જ્યેષ્ઠા વર્મન (મુંબઈ), પ્રો. દેવેન્દ્ર સ્વરૂપ (દિલ્હી), ડૉ. કે. કે. રમણ (કેરાલા), પ્રો. એસ. સે. ડાંગે (મુંબઈ), શ્રી ભગવાનસિંઘ (દિલ્હી), ડો. એચ. જી. રાનડે (પૂણે), ડૉ. કે. વી. રમેશ (માયસોર), ડૉ. માધવ કદી (માયસોર), ડૉ. એસ. બી. દવે (પૂણે) વગેરે. આ પરિસંવાદ વિરો તત્કાલ એક સંક્ષિપ્ત અહેવાલ પ્રગટ થયો હતો અને પછીથી તે મિષે એક ગ્રંથ પણ પ્રકાશિત થયો છે.
આર્યોના પ્રશ્ન પરત્વે મહત્ત્વનો ગ્રંથ પ્રકાશિત થયો છેઃ ધ આર્યન્સ હિસ્ટરી ઓફ વેદિક પીરિયડ કે. સી. આર્યન અને ડૉ. સુભાષિની આર્યન, નવી દિલ્હી, ૧૯૯૮, કિંમત રૂપિયા ૧૬૦૦ આશરે ૨૭૦ પૃષ્ઠ + પાંચ પ્રકરણ + ચિત્રો ૧૦ + આર્ટપ્લેટ અને શ્યામશ્વેત ૨૨૧ ચિત્રો. પ્રકરણ ૧. ધ આર્યન કોન્ટ્રોવર્સી, ૨. ધ આર્યન્સ ઇન ઇન્ડિયન ટ્રેડિશન, ૩. ઇન્ડિયા ઍન્ડ વેસ્ટ એશિયા (ધ કોલોનિઝેશન ઑવ વેસ્ટ એશિયા બાય ધ આર્યન્સ), ૪. ધ વેદિક ક્રોનોલોજી, ૫. કન્ફલ્યુઝન. આશરે ૮૭ ગ્રંથોની સૂચિ આપેલી છે, જે આ વિષયને વિગતે સમજવામાં ઉપયોગી છે. રંગીન ચિત્રો, શ્યામશ્વેત આલેખનો અને નાઓ આ ગ્રંથમાંના વિચારોને સમજવામાં બહુ ઉપયોગી જણાય છે. જો પશ્ચિમી વિદ્વાનો બાયબલ સંબંધિત ઇતિહાસ, પુરાવસ્તુ, કાલગણના, કહો કે બધું જ બાઈબલ આધારિત છે એવો ગર્વ કરતા હોય તો આ પરત્વે આપણે હિન્દુઓ પણ પાછી પાની કરીએ તેવા નથી. આવો અભિગમ આ પુસ્તકમાં સર્વત્ર જોવો પ્રાપ્ત થાય છે. આને પશ્ચિમીપરસ્ત કેટલાક વિદ્વાનો અંધ દેશાભિમાનની દષ્ટિ કહે અથવા તેવી ગાળ દે તો પણ તેમાં શરમાવા જેવું નથી. ઈતિહાસનું એક બુનિયાદી લક્ષણ ધ્યાનાર્હ રહેવું જોઈએ કે પ્રત્યેક પ્રદેશનો ઇતિહાસ તેનાં સ્થાનિક સાધનોના વિનિયોગથી અને પોતીકી પરંપરાના પરિપ્રેક્ષ્યમાં તથા પોતાના પ્રસ્થાપિત સાંસ્કૃતિક દષ્ટિબિંદુઓથી જ લખાવો જોઈએ અને એ દષ્ટિએ આર્યન પિતા-પુત્રીનો આ ગ્રંથ આવકાર્ય છે તેમ વાચનક્ષમ છે અને સર્વગ્રાહી પદ્ધતિએ લખાયેલો છે. આમાં બધાં જ દષ્ટિબિંદુઓનો સમાવેશ વિગતે કરવામાં આવ્યો છે અને અંતે પ્રશ્ન પૂછે છે કે એલેકઝંડરથી આરંભી અંગ્રેજ સુધીના ભારત ઉપરના બધા આક્રમકોનાં માદરે વતનથી સહુ જ્ઞાત છે, તો પછી આર્યોના માદરે વતનથી આપણે કેમ અજ્ઞાત છીએ? અને એનો ઉત્તર એટલે આર્યન પિતા-પુત્રીનો આ ગ્રંથ.
આ મુદ્દાના સંદર્ભમાં ડેવિડ ફલેનો “વિઝડમ્ ઑવ ધ એનિયર સીયસ - મંત્રાસ ઑવ ધ ઋગ્વદ, દિલ્હી, ૨૦૦૧ પણ વાચનક્ષમ છે. આપણે સહુ અભિજ્ઞ છીએ કે ઋગ્યેક સંભવતઃ સહુથી પૂર્વકાલીનતમ ગ્રંથ છે, માત્ર ભારતમાં નહીં પણ વિશ્વ સમસ્તમાં. કોઈ પણ (કહેવાતી) ભારોપીય (?) ભાષાઓમાં ઋગ્યેક મૂળ સ્રોતસમો ગ્રંથ છે. શાણપણ, કવિતા, પુરાણક્યા, કોયડાઓ ઇત્યાદિનો તે કોપેડિયમ તો છે જ ઉપરાંત માનવ સંસ્કૃતિના સૂક્ષ્મ આધ્યાત્મિક આવેગોને સમજવા ઇચ્છતા જિજ્ઞાસુઓને યોગિક અને ધ્યાનીય અંતર્દષ્ટિ સંપડાવી આપતા માર્ગદર્શક ગ્રંથની ગરજ સારે છે. પૂર્વે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org