________________
ડૉ. રસેશ જમીનદાર
SAMBODHI
પરિશિષ્ટ યક્ષપ્રશ્ન વિશેનાં લખાણોની મીમાંસા આર્ય એક પ્રજા હતી અને આ પ્રજાએ ભારત ઉપર આક્રમણ કરેલું. પ્રસ્તુત મુદ્દો આમ તો અંગ્રેજો આપણા દેશમાં વેપારાર્થે આવ્યા ત્યાં સુધી અસ્તિત્વ ધરાવતો ન હતો પરંતુ અંગ્રેજોનું રાજકીય પ્રભુત્વ પ્રસ્થાપિત થવાના સમય દરમ્યાન અને મુખ્યત્વે પોતાની વંશીય પરંપરાની શ્રેષ્ઠતા દર્શાવવાની લાલચમાં એમણે આપણા સંસ્કૃત વાલ્મમાંથી કાર્ય શબ્દ શોધી કાઢીને તેનું અર્થઘટન પ્રસ્તુત શ્રેષ્ઠતા દર્શાવવા સારું અયોગ્ય રીતે પ્રચાર્યું, ત્યારથી હમણાં સુધી આર્યપ્રજાનું ભૂત આપણા ઉપર સવાર થઈ ચૂક્યું હતું. પણ સ્વાતંત્ર્યોત્તર સમયના પાંચમા દાયકા દરમ્યાન આ પ્રશ્ન પરત્વે તાત્ત્વિક મીમાંસા કરવાની અને પુરાવસ્તુકીય સામગ્રીનો ઉપયોગ કરવાની અને સાહિત્યિક સાધનોના નવેસરથી અને ભારતીય સાંસ્કૃતિક પરંપરાના પરિપ્રેક્ષ્યમાં અર્થઘટન કરવાની તાતી જરૂર જણાઈ. અલબત્ત, આ પૂર્વે છેલ્લા એક રાતથી આ પ્રશ્ન અંગે પશ્ચિમી અને આપણા દેશના વિદ્વાનો તરફથી વ્યક્તિગત પ્રયાસો તરફેણ અને વિરોધમાં થતા રહ્યા હતા, જેના પ્રત્યય ‘સમીતિ ગ્રંથસૂચિ ઉપરથી થશે. પણ આ મુદ્દા અંગે વિવિધ વિદ્યાઓના તજજ્ઞોનો સહકારી-સામૂહિક રાષ્ટ્રીય પરિસંવાદ પહેલપ્રથમ વીસમી સદીના છેલ્લા દાયકાના પ્રારંભ થયો ત્યારથી પ્રસ્તુત યક્ષપ્રશ્ન ચર્ચાયુદ્ધમાં અને અન્યૂષિત-લડાઈમાં વધુ ઉગ્રતાથી ફંગોળવા લાગ્યો. અહીં આ સંદર્ભે થયેલાં લખાણોમાંથી થોડાક વિશે સંક્ષિપ્ત સુકતેચીની કરવાનો ઉપક્રમ છે.
આરંભમાં આપણે સામૂહિક પ્રયાસ વિશે થોડુંક અવલોકન કરીશું. ૧૯૧ના જુલાઈ મહિનામાં ૨૧ થી ૨૩ દરમ્યાન ત્રિદિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ બેંગ્લોરમાં યોજાયો હતો. યજમાન સંસ્થા હતી બેંગ્લોર સ્થિત “મીકિ સોસાયટી” અને પૂણે સ્થિત ‘ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ’. આંતરવિદ્યાકીય આ પરિસંવાદમાં વિવિધ વિષયોના ૨૫ તજજ્ઞોએ પોતાના અન્વેષિત નિબંધો રજૂ કર્યા હતા. ઉપરાંત ૭૦ થી ૮૦ જેટલા અન્ય વિદ્વાનોએ ઉપસ્થિત રહી પરિસંવાદીય ચર્ચામાં ભાગ લીધો હતો અને ઉપયોગી સૂચનો રજૂ ક્યાં હતાં. આ પરિસંવાદમાં ઇતિહાસવિદો, પુરાવિકો, સંસ્કૃતજ્ઞો, જ્યોતિષશો, ભાષાવિજ્ઞાનીઓ, સમાજમાનવ શાસ્ત્રીઓ જેવા તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. આમાં આટલા મુદ્દા ચર્ચા માટે નિયત કર્યા હતા : (૧) ઇતિહાસાલેખનનો અભિગમ, (૨) આર્યો - ભાષાકીય પરિપ્રેક્ષ્યમાં, (૩) સાહિત્યમાં આર્ય, (૪) સમાજમાનવશાસ્ત્રના સંદર્ભે આર્યો, (૫) આર્યોનું માદરે વતન, (૬) વૈદિક પ્રજાનો પુરાવસ્તુકીય અભ્યાસ, (૭) આર્યો અને સિંધુ સંસ્કૃતિ અને (૮) આર્યોની સંસ્કૃતિ. ઉપસ્થિત તજજ્ઞોમાં ડૉ. જી. એસ. દીક્ષિત (બેંગ્લોર), ડૉ. બી. એન. મુખરજી (કોલકાતા), ડૉ. અયમિત્ર શાસ્ત્રી (નાગપુર), ડૉ. સ્વરાજ પ્રકાશ ગુપ્તા (દિલ્હી), ડો. શ્રીનિવાસ રિત્તિ (ધારવાડ), ડો. આર. નાગાસ્વામી, (મદ્રાસ), ડો. શિકારપુર રંગનાથ રાવ (ગોવા), ડૉ. એન. આર. વરદપાંડે (નાગપુર) ડૉ. એન. મહાલિંગમ્ (મદ્રાસ), શ્રીરામ સાઠે (હદેરાબાદ), એલ. એસ. વાકણકર (પૂણે), ડો. એમ. એન. મહેન્ડલે (પૂર્ણ), ડૉ.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org