________________
91
Vol. XXIV, 2001
યક્ષપ્રશ્ન આર્યોનો : ઐતિહાસિક વિશ્લેષણ છે. સ્રોત એનો એ જ છે પણ વ્યક્તિએ વ્યક્તિએ અર્થ બદલાતો રહે છે, જેમાં તાર્કિક અર્થ ગ્રાહ્ય રહે છે. ઉત્તરકાલીન સિંધુ સંસ્કૃતિના અવશેષો કરતાં આરંભકાલીન અવશેષોમાં વેયુગીન યજ્ઞકુંડોની ઉપલબ્ધિ સર્વસામાન્ય હતી. આપણે સહુ એ બાબતથી સુજ્ઞાત છીએ કે વેદસંસ્કૃતિનું મુખ્ય લાક્ષણિક પરિબળ હતું યજ્ઞકુંડો અને આવા યજ્ઞકુંડોનું અસ્તિત્વ વેદયુગીન સંસ્કૃતિ અને સિધુકાલીન સંસ્કૃતિના પ્રગાઢ સંબંધોને નિર્દેશ છે. હડપ્પીય સંસ્કૃતિના પુરાવિકોને તે સંસ્કૃતિ અને વૈદિક જણાઈ તેમાં તેમની હિન્દુ સંસ્કારો વિશેની ઘોર અજ્ઞાનતા પ્રદર્શિત થાય છે. હકીકતે વેદધર્મ અને શિવધર્મ બંને એક જ બુનિયાદી પરંપરાના વિભિન્ન સ્રોત છે. (ડેવિડ ફ્રોપ્લે, ઉપર્યુક્ત, પૃ. ૩૨) જે વસ્તુઓ વેદયુગીન છે અને હડપ્પીય નથી એવી વિચારણા એટલા સારું સ્વીકાર્ય નથી કેમ
કે તેવી વસ્તુઓ હડપ્પાકાલીન સંસ્કૃતિમાં અસ્તિત્વ ધરાવતી હતી. ડિવિડ ફોપ્લે, એજન). ૫૮. ઈજિશિયન મિક્સ ઍન્ડ લિજેન્સ, લંડન, ૧૯૧૬, પૃષ્ઠ XXX. ૫૯. સરસ્વતી-સિધુ-સંસ્કૃતિ એવું નામકરણ પહેલ પ્રથમ અભિવ્યક્ત કર્યું ડો. સ્વરાજ પ્રકાશ ગુપ્તાએ.
જુઓ ‘ધ મહાભારત ફૉર હડપ્પા લેખ (હિસ્ટરી ટુડે, પ્રથમ અંક, ૨૦૦૦, પૃ. ૪૮) આ પુનર્વિચાર એટલા માટે જરૂરી છે કે ૧૯૩૧માં જ્યારે સર જહોન માર્શલે “ધ ઈન્ડસ સિવિલિઝેશન” નામક ગ્રંથો સંપાદિત કર્યા તે વખતની પરિસ્થિતિ અને વીસમી સદીના છેલ્લા ચરણ દરમ્યાનની પરિસ્થિતિ વચ્ચે ખાસો તફાવત છે. ત્યારે આશરે પચાસ સ્થળો પણ હાથ લાગ્યાં ન હતાં. આજે આપણી પાસે આવાં આશરે ૧૪૦૦ કેન્દ્રો છે. ત્યારે સંસ્કૃતિકેન્દ્રો કેવળ સિંધુખીણના વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતાં હોવાની આપણી જાણકારી હતી. પરંતુ હવે સંસ્કૃતિ કેન્દ્રો સરસ્વતી નદીના પ્રદેશમાં હોવાનું શોધાયું છે. (ગુપ્તા, એજન). સરસ્વતી નદીનો પ્રવાહ ૮ થી ૧૦ કિલોમીટર પહોળો હતો એ બાબત ૧૯૮૪માં ખ્યાત વિજ્ઞાની ડો. યાપાલે નોધી છે. “રીમોટ સેન્સિંગ ઑવ ધિ લોસ્ટ સરસ્વતી રીવર” નામના લેખમાં, જે લેખ “ફન્ટિયર્સ ઑવ ધ ઈન્ડસ સિવિલિઝેશન નામના ગ્રંથમાં પુનર્રસિદ્ધ થયો છે. આ ગ્રંથ બી.બી.લાલ અને એસ.પી.ગુપ્તાએ સંપાદિત ર્યો છે. પાકિસ્તાની પુરાવિદ એમ.આર.મુઘલ પણ ચોલિસ્તાન’ નામના ગ્રંથમાં આ બાબતનું સમર્થન કરે છે. છેલ્લા સોળ વર્ષમાં ભૂસ્તર વિજ્ઞાનીઓ અને ભાષાવિજ્ઞાનીઓએ પણ ક્ષેત્રકાર્ય આધારિત અન્વેષણોથી ડૉ. યશપાલનાં તારણોનું સમર્થન કર્યું છે. (જુઓ ગુપ્તા, એજન). ૧૯૯હ્માં ‘જિયોલોજિકલ સોસાયટી ઑવ ઈન્ડિયા” (બેંગ્લોર) નામની સંસ્થાએ આશરે ત્રણસો પૃષ્ઠ ધરાવતો અંક ગ્રંથ “વેદિક સરસ્વતી પ્રકાશિત કર્યો છે જેમાં ત્રીસ જેટલા લેખો આ પરત્વે છે અને તેનું સંપાદન બી.પી.રાધાકૃષ્ણન અને એસ.એસ.મેઢે કર્યું છે અને છતાં નહેરુપથી ઇતિહાસલેખકો વૈજ્ઞાનિક અન્વેષણોની ધરાર અવગણના કરતા રહે છે, કેમ કે તેમની કહેવાતી વિચારણાને અને પશ્ચિમી પરસ્થિતિને અનુકૂળ નથી તેથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org