________________
86
ડૉ. રસેશ જમીનદાર
SAMBODHI
આધાર લઈ ઋગ્વેદનો રચનાસમય નિર્ણીત કેવી રીતે થઈ શકે ? પરંતુ અંગ્રેજો ભારતમાં શાસનાધિસ્થ રહ્યા ત્યાં સુધી એમણે મૂલરનો મત ગ્રાહ્ય રાખ્યો હતો.
૮. મેક્સનો આવો મત ખ્રિસ્તી દૃષ્ટિબિંદુથી રસાયેલો હતો; કેમ કે ખ્રિસ્ત મત મુજબ વિશ્વનો આવિર્ભાવ (નિર્માણ) ઇસ્વીપૂર્વ ૪૦૦૪માં થયેલો. જો કે પછીથી મૂલરે પોતાનો મત બદલેલો અને ઋગ્વેદને પૂર્વકાલીનતા બક્ષી હતી. પણ કમનસીબે આપણા અધ્યેતાઓ તો ઋગ્વેદનો રચનાકાલ ઇસ્વીપૂર્વ ૧૨૦૦ સ્વીકારે છે.
અલબત્ત એ બાબત અહીં ખસૂસ નોધવી રહી કે મેક્સ મૂલર પોતાનાં મંતવ્યો બદલતા રહેતા હતા. અન્વેષણના પરિપ્રેક્ષ્યમાં આ બાબત આમ તો પ્રાંસાર્હ ગણાય; કેમ કે નવી ઉપલબ્ધિઓથી અગાઉના નિર્ણયો પરિવર્તન પાત્રતા હોય છે. પરંતુ મેક્સ મૂલરના બઠલાયેલા નિર્ણયો પૂર્વગ્રહોથી રસાયેલા હતા, નવી સામગ્રીની સંપ્રાપ્તિના આધારે નહીં.
૯. ઋગ્વેદની ઋચાઓમાંથી કેટલાક વિદ્વાનોએ પશ્ચિમોત્તર ભૂભાગેથી આર્યોએ ભારત ઉપર આક્રમણ કરેલું, પંજાબમાં સ્થિર થયેલા, જ્યાંથી તેઓ ક્રમશઃ ગંગાનાં મેદાનો તરફ ખસતા ગયા અને અનાર્યોનો અને અ-વેદિક પ્રજાઓનો નારા કરીને રાજ્યો સ્થાપ્યાં હતાં એવું અનુમાન તારવેલું (જુઓ : માધવ એમ. દેશપાંડે, વેદિક આર્યન્સ, નૉન-વેદિક આર્યન્સ એન્ડ નૉનઆઈન્સ, પૂર્વોક્ત, પૃ. ૬૭ થી ૮૪). પ્રસ્તુત ખોટું અર્થઘટન પશ્ચિમી વિદ્વાનોને અનુકૂળ જણાયું, આર્યઆક્રમણની કહેવાતી પરિકલ્પનાને પ્રચારવા વાસ્તે. દા.ત. વેદ-વાડ્મયમાં નિર્દિષ્ટ અનાર્ય શબ્દ. કેમ કે તેમની દૃષ્ટિએ આર્યો વિદેશી આક્રમકો હતા, જેમણે સ્થાનિક અનાર્યોને હરાવ્યા અને જેમની સાથે તેમને સતત સંઘર્ષ થતો રહેતો હતો. શાસક તરીકે તેમણે પોતાને પ્રસ્થાપિત કર્યા અને એમની ભાષા આપણા ઉપર ઠોકી બેસાડી. અનાર્યો તરીકે એમણે આપણાં વિભિન્ન જાતિજૂથોને-દાસ, દસ્યુ, વૃત્ર, અસુર, રાજ્ઞસ, પિશાચ ઇત્યાદિને ઓળખાવ્યાં, કેમ કે તેઓ શ્યામરંગી હતા. પરંતુ વેદો અને વૈદિક સાહિત્યનો અંતરંગી સૂક્ષ્મ અભ્યાસ અને પારદર્શક અન્વેષણ સાબિત કરે છે કે પશ્ચિમી વિદ્વાનોનો હેતુ કેવો અંતિમ છેડાનો હતો અને કેવી રીતે એમણે હકીકતોને મારીમચડીને પોતાને અનુકૂળ બનાવી દીધી અને છતાં આપણા નહેરુપંથી ઇતિહાસલેખકો આંખ ખોલવા તૈયાર નથી, કે નથી આપણાં સાધન-સ્રોતને આપણા દૃષ્ટિબિંદુથી અન્વેષવા તૈયાર. દા.ત. રોમીલા થાપર, એ હિસ્ટરી ઑવ ઇન્ડિયા, પેંગ્વિન બુક્સ ૧૯૬૫. ઋગ્વેદમાં ઉલ્લિખિત કિલ્લેબંધ શહેરો વિરો ગેરસમજ અને ખોટું અર્થઘટન કરીને તે શહેરો હડપ્પા અને મોહેન્જોઠડોનાં છે એવો પ્રચાર કર્યો અને જેનો આર્ય લૂંટારાઓએ નાશ કર્યો અને સંસ્કૃત એવા આર્યંતરોનો નાશ કર્યો. વૈદિક દેવ ઇન્દ્રને ‘પુરંદર’(નગરવિધ્વંશક) (ઋગ્વેદ ૧.૧ ૦૩.૩)નો હવાલો, વ્હીલરના ખોટા મંતવ્યના સમર્થનમાં, બધા ઇતિવિદોએ આપ્યા કર્યો. (રાધાકુમુદ મુખરજી, ઉપર્યુક્ત, પૃ. ૭૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org