________________
84
ડૉ. રસેશ જમીનદાર
SAMBODHI
આપણે સિધુખીણ સંસ્કૃતિ’ એવું નામકરણ જોતા આવ્યા છીએ. પરંતુ ક્યારેય કોઈએ આ નામકરણ પરત્વે કોઈ નુક્તચીની કરી હોવાનું જાણમાં નથી; અલબત્ત ગુજરાતી ભાષામાં.
પરંતુ ઉપલબ્ધ કેટલાંક સાધનો અને ઉત્પનનીય અન્વેષણોથી તેમ જ સેટેલાઈટ લીધેલા ફોટાઓથી પ્રસ્તુત નામકરણ પર પુનર્વિચારની આવશ્યક્તા ઉપસ્થિત થઈ છે. આમાં મુખ્ય મુદ્દો વેદયુગીન સંસ્કૃતિ અને સિંધુખીણ સંસ્કૃતિના કાલાનુમ પરત્વેનો છે. અદ્યાપિ આપણે વેદની સંસ્કૃતિને સિંધુખીણ સંસ્કૃતિની અનુકાલીન ગણતા હતા. પરંતુ પ્રસ્તુત પ્રકરણમાં આપણે અત્યાર સુધી જે વિશ્લેષણ યક્ષપ્રશ્ન આર્ય સંદર્ભે કર્યું અને ફલસ્વરૂપ જે તારણો અવલોકમાં તેથી એક બાબત પારદર્શક સ્પષ્ટ થઈ છે અને તે છે કે સિંધુખીણ સંસ્કૃતિ એ વેદયુગીન સંસ્કૃતિની અનુકાલીન સંસ્કૃતિ છે, કહો કે તે વેઠ સંસ્કૃતિની ઉત્તરકાલીન સંસ્કૃતિ છે. આપણા ઇતિહાસગ્રંથોમાં હવે પ્રકરણોની આયોજન બદલવી પડશે અને પ્રાગૈતિહાસિક પ્રકરણ પછી વેદયુગ વિશેનું પ્રકરણ અને તે પછી સિંધુખીણ સંસ્કૃતિનું પ્રકરણ અનુક્રમે મૂકવું પડશે.
ત્યારે પ્રશ્ન સિંધુખીણ સંસ્કૃતિના નામકરણ પરત્વે ઉપસ્થિત થાય છે. સરસ્વતી નદીને કાલ્પનિક નદી ગણીને સિંધુ નદીનું મહત્ત્વ આપણે ગાતા રહ્યા. પણ ઇતિહાસના આલેખન સબબ એક વાત સાફ છે કે સમયે સમયે ઉપલબ્ધ થતાં જતાં સાધનોના સંદર્ભે પ્રસ્થાપિત તારણો-અનુમાનો-નિર્ણયોમાં આવશ્યક ફેરફારો થતા રહેવા જોઈએ અને ઇતિહાસનિરૂપણની તે મહત્ત્વની બુનિયાદ છે તે ધ્યાનાઈ રહેવી જોઈએ. આ હકીક્તને ધ્યાનમાં લેતાં જે સામગ્રી ઉપલબ્ધ થઈ અને તેથી જે અર્થઘટનો થયાં તેના પરિપ્રેક્ષ્યમાં સિંધુખીણ સંસ્કૃતિના નામકરણનો મુદ્દો પણ ફેર વિચારણાની એરણ ઉપર આવી ગયો.
હવે સરસ્વતી નદી કાલ્પનિક નદી નથી પણ આપણા દેશની સહુથી મોટી અને ફળદ્રુપ નહી હોવાનું સેટેલાઈટ પુરવાર કર્યું છે. ઇસ્વી પૂર્વ ૨૨૦૦માં ભયંકર દુષ્કાળને પરિણામે આ નદીનો પ્રવાહ સુકાઈ ગયો તે પૂર્વે તેનો પટ્ટ આશરે દશ-બાર કિ.મી. જેટલો પહોળો હતો. વિરોષમાં ઋગ્યેઠમાં સરસ્વતી નદી વિરો સંખ્યાધિક ઉલ્લેખો ઉપલબ્ધ છે; જ્યારે ગંગા-જમુના નદીઓના ઉલ્લેખ થોડાક જ અને તેય અંતિમ ઋચાઓમાં જોવા મળે છે. આથી ઋગ્વયુગ દરમ્યાન સિધુ-ગંગા-જમુના નદીઓની તુલનામાં સરસ્વતી નદીનું અદકેરુ મહત્ત્વ પ્રસ્થાપિત થયેલું હતું. વેદ-વાડ્મય પણ સરસ્વતી-કિનારે જ નિર્માણ પામ્યા હતા એવું ઋગ્વદનાં વર્ણનોથી સૂચિત થાય છે. આ દષ્ટિએ પણ સંસ્કૃતિનાં ઉદ્દભવ પહેલપ્રથમ સરસ્વતી નદીના કિનારે થયાં હોવાનું અનુમાન થઈ શકે. બીજું સરસ્વતી નદી ખીણના વિસ્તારોમાંથી પાંચસોથીયે વધારે સંસ્કૃતિસૂચક સ્થળો હાથ લાગ્યાં છે જ્યારે સિધુ નદીખીણના પ્રદેશોમાંથી માંડ દોઢસો જેટલાં સ્થળો હાથ લાગ્યાં છે. આથી મહત્ત્વનો મુદ્દો એ ઉપસ્થિત થાય છે કે સિધુ નદી એકલી જ નહીં પણ સરસ્વતી નદી પણ આપણી સંસ્કૃતિના નિર્માણમાં હકદાર છે. આથી ઉપલબ્ધ નવી શોધોથી ‘સિધુ-ખીણ-સંસ્કૃતિ એવા નામકરણમાં સરસ્વતી નદીનું નામ ઉમેરવું એ સમયનો તકાજો છે. એવું કરવામાં કશું ખોટું નથી અને તો હવે આપણે ‘સરસ્વતી-સિધુ-સંસ્કૃતિ’ એવું નામાભિધાન સ્વાભાવિક જ સ્વીકારવું જોઈએ અને તે વૈજ્ઞાનિક અભિગમ છે.૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org