________________
Vol. XXIV, 2001
યક્ષપ્રશ્ન આર્યોનો ઐતિહાસિક વિશ્લેષણ વેદોના નિર્માણ વિદેશી આર્યોએ ભારતમાં સ્થિર થયા પછી કર્યા - જેવી યુરોપીયોએ ફેલાવેલી કલ્પિત કથાઓ ઉપજાવેલી વાર્તાઓ છે અને તે બાબતોને પુરવાર કરવા તેમણે કોઈ જ અધિકૃત અને શ્રદ્ધય જ્ઞાપકો પ્રસ્તુત ક્યાં નથી. પરંતુ જે કોઈ વિકૃતિઓ અને ભ્રામક ખ્યાલો આપણાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં નિરૂપણમાં જોવાય છે તે તો બ્રિટિશ શાસન દરમ્યાન સહેતુક મારીમચડીને દાખલ કરેલી અને ઐતિહાસિક કલ્પના માત્ર છે, આપણે વિચારમન પરિવર્તન-પરિષ્કાર છે, જેથી આપણે વામણા જ રહીએ, પછાત રહીએ અને અણઘડ રહીએ અને આ પ્રયાસોમાં નહેરુપથી ઇતિહાસલેખકોએ પાછી પાની કરી નથી. નહેરુપથી ઇતિહાસ લેખક રશિયાઈ નજરે આપણા દેશના ઇતિહાસને અવલોકે છે અને તે પદ્ધતિએ નિરૂપે છે. સામ્યવાદીઓ ક્યારેય આપણા ધર્મ અને સંસ્કારને સમજ્યા નથી, સમજવા ઇચ્છાશીલ નથી. અંગ્રેજ ભક્તો હજીય સંસ્થાનવાદી વર્તનથી શ્વસે છે અને પશ્ચિમી વિચારસરણીથી લખે છે. આ બધાએ આપણાં સંસ્કાર અને સંસ્કૃતિને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.
સમયનો એ તકાજો છે કે આવાં જુઠાણાં, ખોટી માહિતી અને વિકૃત નિરૂપણથી ઊંચે ઊઠીએ; આપણાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં આલેખન આપણાં દષ્ટિબિંદુથી, આપણાં મૂળગતા સાધનો આધારિત અને આપણાં પોતિકી પરંપરાના પરિપ્રેક્ષ્યમાં અર્થઘટનથી કરીએ. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા ધર્મ અને સંસ્કારને તથા આપણી ભાષાઓના પોતને આપણે વધારે સહજતાથી સમજી શકીશું. અદ્યાપિ આપણે પશ્ચિમી દષ્ટિબિંદુના સહારે આપણી સંસ્કૃતિનું મૂલ્યાંકન -કરતા રહ્યા અને પરિણામે આપણાં સંસ્કૃતિ અને ઇતિહાસ સંખ્યાધિક ભ્રામક ખ્યાલોથી વિકૃત રજૂઆતોથી, પશ્ચિમી દષ્ટિબિંદુઓથી અને વિરોષ તો બ્રિટિશ વિદ્વાનોની નજરે લખાતાં રહ્યાં. આપણી જીવનશૈલીને, આપણી પ્રજાની પરંપરાની નાડને તેઓ ભાષાનોલીના અવરોધને કારણે ઓળખી શક્યા ન હતા. વિરોષમાં સંસ્થાનવાદી અભિગમને કારણે તેમના પૂર્વગ્રહોથી તેઓ દોરવાતા રહ્યા, અને સહેતુક ખોટાં અર્થઘટનો મુક્ત લખાણો લખતા રહ્યા. પૂર્વગ્રહો છોડવા તેઓ તૈયાર ન હતા, ભૂલો સુધારવા તત્પર ન હતા અને ખોટા મતો-સિદ્ધાંતોથી વાકેફ હોવા છતાંય તેનો સ્વીકાર કરવા ઉત્સુક ન હતા. એટલું જ નહીં ભારતીય તજજ્ઞોની સેવા લેવા પણ ઇચ્છુક ન હતા.
સવાલનો સવાલ એ છે કે સિકંદરથી આરંભી અંગ્રેજો સુધીના આક્રમક-આગંતુકોના માદરે વતનના સ્થળનામથી આપણે જ્ઞાત છીએ; તો પછી આર્યોના માદરે વતન વિશે આપણે અજ્ઞાત કેમ છીએ? જવાબ બહુ સરલ છે અને તે એ કે આર્ય નામની કોઈ પ્રજા ન હતી અને તેથી તેમનાં આક્રમણનો પ્રશ્ન ઉદ્ભવતો નથી અને તેમના માદરે વતન શોધવાની કોઈ જરૂર નથી. ગુણવાચક વિરોષણને પ્રજાવિરોષ તરીકે જડબેસલાક પદ્ધતિથી ભ્રમિત કરવા સિવાય અન્ય કશું વિચારવાની જરૂર નથી.
અહીં સંભવિત અને અનુમાનિત ચર્ચા સિંધુ સંસ્કૃતિના નામાભિધાન પરત્વે કરી લઈએ. અથાપિ હડપ્પા અને મોહજ્જોદડો નામથી ઓળખાતાં સિંધુ નદીના કાંઠા વિસ્તારનાં આ બે નગરોમાંથી હાથ લાગેલા અવશેષોથી ફલિત થતી સંસ્કૃતિને આપણે ‘સિંધુખીણ સંસ્કૃતિ’ એવા નામથી વ્યાપક પરિપ્રેક્ષ્યમાં ઓળખીએ છીએ. ભારતીય ભાષાઓમાં અને અંગ્રેજીમાં લખાયેલ ભારતીય સંસ્કૃતિના તમામ ગ્રંથોમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org