________________
82 ડૉ. રસેશ જમીનદાર
SAMBODHI પણ એમાં રાજકીય લેખાંજોખાને કારણ પડતી નજરે પડે છે; છતાંય અસ્તિત્વ ટકર્યું છે. મનુસ્મૃતિના આદર્શો અને નીતિનિયમોથી તથા સિદ્ધાન્તોથી આપણું જનજીવન સંગઠિત રહ્યું છે, અનિચ્છનીય તત્ત્વોના લાખ પ્રયાસો છતાંય આ બધાંમાં સમયે સમયે બાહ્ય પરિવર્તનો થતાં રહ્યાં છે અને તે તો પ્રગતિનું ઘોતક છે પરન્તુ મૂળ વિચાર કે આદર્શ તો અકબંધ છે. આનું કારણ આપણી પરંપરા પ્રત્યેનું આપણું શ્રેય વલણ. કોઈ એક સંસ્કાર કે ભાષા કે સંસ્કૃતિ કે પરંપરા જે કોઈ ભૂભાગમાં ઉભવે છે, તેનો ઉચ્છેદ અશક્ય નથી તેમ સરળેય નથી. આવા અતૂટ સાતત્યનું બુનિયાદી કારણ છે ધર્મ અને ભાષા; કેમ કે આ બંને લક્ષણો આપણા ઉપખંડમાં અવિરતપણે વિદ્યમાન છે અને એનાં અંતરંગમાં પરિવર્તન થયાં નથી. હકીકતે, અપાણા પૂર્વજો આપણાં સંસ્કાર અને સંસ્કૃતિના પ્રચારણાર્થે વિશ્વસમસ્તમાં યુગોથી પરિભ્રમણ કરતા રહ્યા છે. આપણાં સાંસ્કૃતિક લક્ષણો, અલબત્ત નામકરણ સહિત, પશ્ચિમ અને પૂર્વ એશિયામાં ઓછાવત્તા પ્રમાણમાં અનવરત જોવાં પ્રાપ્ત થાય છે.
પ્રસ્તુત વર્ણનથી પુરવાર થાય છે કે વેદો ભારતીય મૂળનું સાહિત્ય છે અને જગતમાં ક્યાંય એનું મૂળ શોધવાની જરૂર નથી. એટંલું જ નહીં ઉપર્યુક્ત લક્ષણો સ્પષ્ટતઃ ભારતીય છે અને અન્યત્ર ક્યાંય એનાં નિશાન હાથ લાગ્યાં નથી, અલબત્ત ઉદ્દભવસ્થિતિમાં. જો વેદો વિદેશી આર્યોએ ભારતમાં આવ્યા પછી રચ્યા હોય તો આર્યોના મૂળ વતનનાં સ્મરણો ક્યાંક ને ક્યાંક આ સાહિત્યમાં વિદ્યમાન હોત જ. પણ પરિસ્થિતિ તેમ નથી. માદરે વતનનાં સંસ્મરણો કોઈ પણ પ્રજા કેવી રીતે ભૂલી શકે? ઋગ્વદમાં આવાં કોઈ દષ્ટાન્તો મોજુદ ન હોઈ, સ્વાભાવિક જ તેનું નિર્માણ ભારતમાં જ થયું છે અને તેય ભારતીય પ્રજાના પર્યાવરણમાં તજજ્ઞો મારફતે. આથી યુરોપીય અધ્યેતાઓએ પ્રસારેલી માન્યતાઓને કોઈ આધાર પ્રાપ્ત થતો નથી અને તેથી એમના મતોને કોઈ સ્વીકાર્ય સ્થાન પ્રાપ્ત થતું નથી. Donald Mackenzieએ હડપ્પા અને મોહેન્જોદડોની સીમાચિહ્ન શોધખોળ પૂર્વે ઇજિપ્તની પુરાકથા અને દંતકથા વિશે લખેલા ગ્રંથોમાંના એકમાં એવી નોંધ કરી છે કે યુરોપમાં અગ્નિદાહની પ્રથા ઈસ્વીપૂર્વે ૩૦૦૦ની આસપાસ આર્યોએ દાખલ કરી હતી. અગ્નિદાહની પ્રથા સંપૂર્ણપણે ભારતીય છે. આથી એવું સૂચિત થાય છે કે આ સમય સુધીમાં ભારતીયો (અલબત્ત આર્યો નહીં જ કેમ કે તે ગુણવાચક શબ્દ છે) યુરોપ પહોંચ્યા હતા. ટૂંકમાં આજથી છ હજાર વર્ષ પૂર્વેના સમયમાં આપણા લોકો સાતસમંદર ખેડીને યુરોપની ભૂમિ ઉપર પદાર્પણ કરી ચૂક્યા હતા અને તે બાબત જ આર્યોના ભારતમાંના આગમનના મતની વિરુદ્ધ જાય છે. અગાઉ નોધ કરી છે તે મુજબ સિંધુખીણ સંસ્કૃતિની પૂર્વાવૃત્તિ વેદની સંસ્કૃતિમાં અવિચ્છિન્નપણે અવલોકી શકાય છે અને તેથી આર્યોએ સિંધુખીણની પ્રજાનો ધ્વંશ કર્યો તે મત પણ ટકી શકતો નથી. વેદસંસ્કૃતિ અને અનુવર્તી સિંધુ સંસ્કૃતિ ક્યારેય ભિન્ન ન હતી. ઉત્તર ભારતની પ્રજાએ ત્યાં વસતી પ્રજાને દક્ષિણ ભારતમાં ધકેલી દીધી હોવાનાં એકેય પ્રમાણ હજુ સુધી હાથ લાગ્યાં નથી. આમ, બધી રીતે વિચારીએ તો સ્પષ્ટતઃ સમજાય છે કે ગ્રીકો પૂર્વે કોઈ વિદેશી પ્રજા ભારત આવી નથી, બલકે ભારતીયો તો તે પૂર્વે હજારો વર્ષોથી વિશ્વપરિક્રમા કરતા હોવાનાં પ્રમાણો ઉપલબ્ધ છે. આથી આર્યો વિદેશી હતા, તેમણે ભારત ઉપર આક્રમણ કર્યું, સિંધુખીણની પ્રજાનો વિનાશ કર્યો, શેષ રહેલી સ્થાનિક પ્રજાને દક્ષિણમાં ખસેડી અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org