________________
Vol. XXIV, 2001
યક્ષપ્રશ્ન આર્યોનો ઐતિહાસિક વિશ્લેષણ નહીં અને તેથી આર્યોનું આક્રમણ એ પુરાકલ્પિત વાર્તા માત્ર છે. સિંધુ સંસ્કૃતિની પ્રજાનો સંહાર થયો જ નથી અને આર્ય રાબ્દ ગુણવાચક વિશેષ માત્ર છે.
અત્યાર સુધીના વિશ્લેષણથી એટલું તો સાબિત થયું જ કે આર્ય શબ્દ એ ગુણવાચક વિરોષણ છે અને તેથી તે શબ્દને કોઈ જાતિવિરોષ તરીકે ઓળખાવવાની કોઈ જરૂર નથી. જે પ્રજાને પશ્ચિમી વિદ્વાનો કાર્યપ્રણા તરીકે ઓળખાવતા રહ્યા છે તે પ્રજા હકીક્ત વૈવિઝના છે અને વેદના ગ્રંથો આપણા દેશમાં જ રચાયા હોઈ તે પ્રજા ભારતીય છે એમ ખસૂસ કહી શકાય. કાર્ય અને અનાર્ય પ્રજાઓ વચ્ચેનો સંઘર્ષ એ કેવળ કલ્પના માત્ર છે. બંને પ્રજાઓ વેદકાલની છે અને તેથી ભારતીય છે એમ સૂચિત થાય છે. કાર્ય અને અનાર્ય શબ્દ હકીક્ત જીવનશૈલી સાથે સંલગ્ન છે. જેઓ સમાજે નિર્ણત કરેલા નીતિનિયમો મુજબ વર્તે છે તે બધા માર્યા છે અને જેઓ તેનાથી ચલિત થયા તે બધા મનાઈ છે. અર્થાત્ કાર્ય ગુણોથી વિપરીત જેમનું વર્ણન છે તે બધા અનાર્ય કહેવાયા. હકીક્ત આર્યો, આગમિકો અને આદિવાસીઓ એ પ્રજાજૂથો પૂર્વકાલીન ભારતમાં અલગ અલગ જૂથોમાં અને પરસ્પરથી દૂર રહેતા ન હતા. બલકે તેઓ સુલેહસંપથી અને સામંજસ્યપૂર્ણતાથી એક સાથે રહેતા હતા, પરસ્પરને સન્માનતા હતા અને પ્રસંગોપાત્ એકબીજાના પડખે ઊભા રહેતા હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે આ ત્રણે નામાભિધાન પ્રજાકીય નથી પણ વિભિન્ન જીવનશૈલીનાં ઘાતક છે અને મુખ્યત્વે તો ગુણવિરોષજ્ઞ છે. આ બધા ગુણવિરોષોથી ઓળખાતા લોકો સંઘર્ષો અને વિવાદોથી પર હતા.
વેદોમાં વર્ણિત યજ્ઞસંસ્કૃતિનાં લક્ષણો યુગોથી આપણા દેશમાં અવિરતપણે જેવાં પ્રાપ્ત થાય છે અને તેને કોઈ ભૌગોલિક કે જાતિવિરોષની કોઈ મર્યાદાઓનો અવરોધ નડ્યો નથી. સંસ્કૃત ભાષાના વિનિયોગ અને વપરાશ આપણા દેશના પ્રત્યેક ભૂભાગમાં અદ્યાપિ જોઈ શકાય છે. આ ભાષા ત્યારે અને આજેય સંખ્યાધિક ભારતીયો દેશમાં અને વિદેશમાં બોલે છે અને સમજે છે. આ ભાષામાં લખાયેલાં સાહિત્યિક ગ્રંથો, તાત્ત્વિકપ્રબંધો અને લલિતકૃતિઓનું મહત્ત્વ પ્રત્યેક વિદ્યાનાં અન્વેષણમાં યથાવત્ છે. વેદકાલીન ઋષિઓના વંશજો આપણે છીએ અને તે તે ઋષિનાં નામને આપણે ગોત્ર તરીકે અપનાવ્યાં છે. પર્વતો નદીઓ અને સ્થાનોનાં નામ, જે આપણને ઋદમાં જોવાં પ્રાપ્ત થાય છે તે બધાં જ, આજેય આપણા દેશમાં અસ્તિત્વ ધરાવે છે, કહો કે વિદ્યમાન છે. વેદોક્ત દેવદેવીઓ પણ આજેય પૂજનીય છે. એમના આશીર્વાદ આજેય આપણે ઇચ્છીએ છીએ. ધાર્મિક વિધિઓમાં આ દેવતાઓને આપણે નિમંત્રીએ છીએ અને પ્રત્યેક કાર્યમાં એમની શુભાશિષ મેળવીએ છીએ. વેદકાલીન યજ્ઞો સારાયે ભારતવર્ષમાં આજેય અને અદ્યાપિ પર્યત આપણે કરતા રહ્યા છીએ. આજેય આપણે અગ્નિની અલૌકિક શક્તિમાં શ્રદ્ધા ધરાવીએ છીએ. અગ્નિને પવિત્ર ગણીએ છીએ અને જન્મથી મૃત્યુ સુધીની બધી વિધિઓમાં અને કર્મકાંડમાં અગ્નિને આહ્વાહન આપવાનું કર્તવ્ય અદા કરીએ છીએ. આપણી પરંપરામાં અનુસ્મૃત સોળેય સંસ્કારનું અભિવાદન આપણે એ જ રીતે કરીએ છીએ. ગાયત્રીમંત્રની ઉપાસના આપણા દેશના બધા લોકો કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના કરે છે. પુનર્જન્મની માન્યતા અદ્યાપિ પ્રચારમાં છે. જ્ઞાતિપ્રથા વિદ્યમાન છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org