________________
80
ડો. રસેશ જમીનદાર
SAMBODHI
નિર્દેશ નથી, જ્યારે હડપ્પાની સંસ્કૃતિમાંથી કપાસના અવરોષ હાથ લાગ્યા છે. વેદોમાં ઉન અને શાણનો ઉલ્લેખ છે. આથી વેદસંસ્કૃતિ હડપ્પાસંસ્કૃતિની પૂર્વેની છે.
અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીના સુખ્યાત સમાજમાનવશાસ્ત્રી પ્રોફેસર કેનેડીએ ‘આક્રમણ અને ‘લ્લેઆમ’ શબ્દોથી ઓળખાતી આ કહેવાતી સંસ્કૃતિમાંથી પ્રાપ્ત હાડપિંજરોનો અભ્યાસ કરીને એવો મત દર્શાવ્યો છે કે આમાંના કોઈ પણ અસ્થિ-અવરોષ ઉપર કોઈ પણ પ્રકારના હથિયારના ઘાની નિરાની જોવી પ્રાપ્ત થતી નથી. તો બર્કલી યુનિવર્સિટીના પ્રાધ્યાપક જી.એફ. ડેલ્સએ પુરવાર ક્યું છે કે મોહેન્જોદડોનાં હાડપિંજરો જુદાં જુદાં પંકજ-સ્તરમાં મળ્યાં હોઈ તેનો નાશ થયો નથી એવું સૂચિત થાય છે; પણ હકીક્ત વારનવારનાં સપ્તસિંધુ નદીઓમાં આવતા પૂરને કારણે જામેલા કાદવના વિવિધ સ્તરના કારણે આ પરિસ્થિતિ સમજાય છે. જો આર્યોએ આક્રમણ કર્યું હોય કે આક્રમણો કર્યા હોય અને સિંધુખીણ સંસ્કૃતિના લોકોને મારી નાંખ્યા હોય તો ખોદકામમાંથી પ્રાપ્ત હાડપિંજરોમાં વિજીત અને વિજયી એમ બંને પ્રજાઓમાં હાડપિંજર ઓછાવતા પ્રમાણમાં મળવાં જોઈતાં હતાં. પરંતુ હાડપિંજરોનું અવલોકન સ્પષ્ટતા સૂચિત કરે છે કે પરિસ્થિતિ આવી ન હતી; બલકે એક જ પ્રજાનાં હાડપિંજર હાથ લાગ્યાં છે. પ્રસ્તુત હાડપિંજરીય અવશેષોની તપાસથી સ્પષ્ટ થાય છે કે મોંગોલોઈડ, નૉર્ડિક કે મેડિટરેનિયન જાતિઓમાંથી કોઈ જાતિ સાથે સિંધુખીણ સંસ્કૃતિના લોકોનાં હાડપિંજર મળતાં આવતાં નથી. એ. ઘોષના મત મુજબ આ હાડપિંજરો હકીકતે આજે સિંધમાં રહેતા લોકો સાથે મળતાં આવે છે. લોથલમાંથી પ્રાપ્ત હાડપિંજરો ગુજરાતના આજના વસાહતીઓને મળતાં આવે છે. આથી “આર્યઆક્રમણ’ અને ‘આર્યજાતિ’ તથા સંસ્કૃતિના વિનાશ પરત્વેનો યુરોપીય વિદ્વાનોનો કલ્પિત મત ભૂમિસ્થ થઈ જાય છે. વળી, આથી આર્યોએ દ્રવિડોને ઉત્તરમાંથી દક્ષિણમાં હાંકી કાઢયા હોવાનો કથિત મત પણ કલ્પનાના અંધકારમાં અટવાય છે. હકીક્ત તો એ છે કે યુરોપીય પ્રજાઓ હજી ‘ટ્રાઈબલ-સ્ટેજ માંથી ‘નેશનહૂડ' પ્રાપ્ત કર્યું ન હતું તે પહેલાંથી ઘણા સમય પૂર્વેથી ભારતીયો અન્ય દેશોમાં સાત સમુંદર પાર કરીને સાગરખેડુઓ તરીકે પહોંચી ગયા હતા. અમેરિકા જેવા દૂરના ખંડમાં પણ આપણા ગમનનો હેતુ માનવતાનો હતો, સંસ્થાનવાદનો કે સામ્રાજ્યવાદનો કદીયે ન હતો. અર્થાત્ વિશ્વમાનવને સર્વગ્રાહી રીતે સુસંસ્કૃત કે સંસ્કારી કરવાના આશયથી આપણા પૂર્વજો ત્યાં પહોંચ્યા હતા એવું વેદની ઋચા (૯.૬૩.૫)- જીવન્તો વિશ્વનાથી સ્પષ્ટ થાય છે. આર્ય શબ્દનો-વિરોષણનો આ બિનયુરોપીય અર્થ ધ્યાનાર્ડ રહેવો જોઈએ; કેમ કે ધર્મે ઈસ્લામી રાષ્ટ્ર હોવા છતાંય ઈન્ડોનેશિયાઈ પ્રજા આપણી સંસ્કૃતિને સન્માનથી જુએ છે તે તો ખરું પણ કેટલાંક સ્થળોનાં નામ પણ ભારતીય રાખ્યાં છે તે બાબત પણ વિચારણીય છે.
આર્યોનું આક્રમણ એક સાહિત્યિક પેટ હતું અને એથી વિરોષ કશું નહીં. દયુગની સંસ્કૃતિ ગ્રામપ્રધાન છે અને સિંધુ સંસ્કૃતિ નગરપ્રધાન છે. સ્વાભાવિક જ ગ્રામનિર્માણ પછી જ નગરનિર્માણ થતું હોય છે. પ્રારંભે વસાહત નાની હોય અને સમયાંતરે તેનો વિસ્તાર ક્રમશ થતો જાય છે. આથી સ્પષ્ટતા એમ અનુમાની શકાય કે વૈદિક સંસ્કૃતિ એ સિધુ સંસ્કૃતિની પૂર્વાવૃત્તિ છે. આર્યપ્રજા નામની કોઈ પ્રજા હતી જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org