________________
Vol. XXIV, 2001
યક્ષપ્રશ્ન આર્યોનો : ઐતિહાસિક વિશ્લેષણ
79
શિરસ્ત્રાણ ધારણ કરેલી આકૃતિ. મોહેન્જોઠડોમાંથી આવી એક મુદ્રા હાય લાગી છે જે લખાણયુક્ત છે. પણ ધોળાવીરાની મહોર લખાણ વિનાની છે. આપણે તેથી જ્ઞાત છીએ કે વૈદિક સંસ્કૃતિનું મુખ્ય લક્ષણ હતું વાણીગત પરંપરા. આ દૃષ્ટિએ ધોળાવીરા નગર વૈદિક અને હડપ્પીય સંસ્કૃતિઓને સાંકળતું નગર હોવાનું મંતવ્ય પુરાવિજ્ઞાનીઓનું છે.
૧૯૭૫માં યુનેસ્કો તરફથી આંતરરાષ્ટ્રીય પરિસંવાદ તઝકિસ્તાનની રાજધાની Duschambe માં ‘એમ્નિક-મુવમેન્ટ્સ ડયુરિંગ સેકન્ડ મિલેનિયમ બી.સી.' વિરો યોજાયો હતો, જેમાં રશિયા, પશ્ચિમ જર્મની, ઈરાન, પાકિસ્તાન, ભારત વગેરે દેશોના નેવું તજજ્ઞો એકત્રિત થયા હતા. બી.બી.લાલની આગેવાની હેઠળ સાત સભ્યોનું આપણું પ્રતિનિધિમંડળ ઉપસ્થિત રહ્યું હતું. આપણા પ્રતિનિધિમંડળે પુરાવસ્તુકીય અન્વેષણો આધારિત ‘આર્યજાતિ’ના મતની પોકળતા પુરવાર કરી. વિશ્વના ઘણા તજજ્ઞોએ ‘આર્યજાતિ’નો મત પરિકલ્પના હોવાના ભારતીય મત સાથે સહમત થયા હતા.
આપણા દેશમાં વંશ અંગેનો સિદ્ધાન્ત જાણીતો છે. તદનુસાર ગૌરવર્ણા લોકો ચંદ્રવંશી કહેવાતા, પીળારંગના લોકો સૂર્યવંશી કહેવાતા અને શ્યામચર્મી લોકો દાનવવંશી કહેવાતા. આપણા દેશમાં આ ત્રણેય વંશના લોકોનું મિશ્રણ યુગોથી થતું આવ્યું છે. અર્થાત્ ચર્મરંગ ભેદભાવથી મુક્ત હતો. હકીકતે, આ પ્રકારના મિશ્રણથી રંગ આધારિત ઘણાં જૂથો નિર્માણ પામતાં રહ્યાં, મિશ્રણ થતાં રહ્યાં; પણ આવા બાહ્ય સામ્યથી આંતરિક ગુણો અનુચૂત નથી–એ બાબત ધ્યાન બહાર રહી અને યુરોપીયોયે બહુ ચગાવેલો જાતિ વિરોનો પ્રશ્ન આવા પૂર્વગ્રહથી રચાયેલો હતો.૫૪
ભારતીયવિદ્યાના કેટલાક અંગ્રેજી વિદ્વાનોએ ‘સોસાયટી ફોર સાઉથ એશિયન સ્ટડીઝ’ નામની સંસ્થા સ્થાપી છે, વીસમી સદી દરમ્યાન. આ સંસ્થા તરફથી એનું એક મુખપત્ર પ્રતિ વર્ષ પ્રગટ થાય છે. ૧૯૮૯ના અંકમાં, એટલે કે સંસ્થાના પાંચમા અંકમાં, જ્યૉર્જ ઈરાડોસી નામના એક અંગ્રેજ વિદ્વાને ‘એક્નિક ઈન ઋગ્વેદ એન્ડ ઈટ્સ બેરિંગ ઑન ધ ક્વેશ્ચન ઑવ્ ઇન્ડો-યુરોપિયન ઓરિજિન્સ' નામના લેખમાં નોધ્યું છે કે આર્ય નામની કોઈ કોમ નથી. કોમના સંદર્ભે આર્ય શબ્દનો વિનિયોગ ગાળ સમાન છે. આર્યોએ ભારત ઉપર આક્રમણ કર્યું નથી.પપ
પુરાવસ્તુકીય સાધનોને આધારે થયેલો ‘ઋગ્વેદનો’ સમયનિર્ણય ધ્યાનાર્હ રહેવો જોઈએ. હડપ્પા સંસ્કૃતિના વિનાશનો સમય પુરાવિદો ઈસ્વીપૂર્વ ૩૦૦૦ થી ૨૫૦૦નો દર્શાવે છે. ૧૯૯૧માં બોલનઘાટ પાસે બલૂચિસ્તાનમાં આયોજાયેલા એક પ્રદર્શનમાં આ સંસ્કૃતિના વિનાશનો સમય ઈસ્લીપૂર્વ ૮૦૦૦નો સૂચવાયો હતો. પણ વિરોષ સ્વીકાર્ય મત ઈસ્વીપૂર્વ ૨૫૦૦નો છે. વેદોના રચનાકાળને તે પૂર્વે મૂકાય કારણ ઘણાં હડપ્પીય સ્થળોએથી યજ્ઞશાળાઓ હાયલાગી છે; -પશ્ચિમમાં બલૂચિસ્તાનથી પૂર્વમાં ઉત્તર પ્રદેરા સુધી અને દક્ષિણમાં ગુજરાત સુધી. આ આધારે પાકિસ્તાની પુરાવિદ ડૉ. અહમદ હસન દાણી એવો સૂચિતાર્થ અભિવ્યક્ત કરે છે કે આ સમગ્ર વિસ્તાર પામ્-હડપ્પીય સંસ્કૃતિનો યજ્ઞશાળાઓથી યુક્ત એવી એક સંસ્કૃતિની અસર હેઠળ હોવો જોઈએ. આપણે જ્ઞાત છીએ કે યજ્ઞસંસ્કૃતિ વૈદિક છે. વેદોમાં કપાસનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org