SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ 78 ડૉ. રસેશ જમીનદાર SAMBODHI ભયાનક દુષ્કાળ (જેણે સરસ્વતી નદીને ‘લુસ’નું વિશેષણ બચ્ચું) પૂર્વેના ભારતનું છે. આથી એવું સૂચિત થાય છે કે સિંધુ ખીણ સંસ્કૃતિ એ વૈદિક માહોલનું, કહો કે વૈદિક સંસ્કૃતિનું-વેદિક પરંપરાઓનું અનુકાલીન સાતત્ય માત્ર છે.પર સિંધુખીણ સંસ્કૃતિનાં બે સુખ્યાત નગરો-હડપ્પા અને મોહેન્જોકડો-માંથી ઉપલબ્ધ મુદ્રાઓ ઉપરનાં સાંકેતિક ઉત્કીર્ણ લખાણોને ઉકેલવાનો સહુ પ્રથમ સફળ પ્રયાસ, લોથલની સંસ્કૃતિના ઉન્મનન-પુરાવિદ, ડૉ. શિકારપુર રંગનાથ રાવે કર્યો છે. તત્પશ્ચાત્ આ દિશામાં દેશ-વિદેશના ઘણા અભ્યાસુઓએ આ લખાણો ઉકેલવાના ઘણા પ્રયાસો હાથ ધર્યા છે અને સિંધુખીણ સંસ્કૃતિનાં લખાણો ઉકેલાયાં હોવા પરત્વે ઝાઝી શંકાને કોઈ અવકાશ નથી. તાજેતરમાં વધુ એક સંનિષ્ઠ અને સફળ પ્રયાસ સુખ્યાત ભારતીય ગણિતજ્ઞ ડૉ. નવરત્ન એસ. રાજારામે ર્યો છે. (ડૉ. રાજારામ અગાઉ અમેરિકા-સ્થિત 'નાસાસંસ્થામાં વિજ્ઞાની તરીકે સેવાકાર્ય કરી ચૂક્યા હતા). એમને આ પ્રયાસમાં સહાય કરી સુખ્યાત ભાષાવિદ ડૉ. નટવર ઝાએ. આ બંને વિભુરુષોએ છેવટના પ્રયાસો પૂર્વે સુધીના કહેવાતા આર્યોનાં કહેવાતાં (ભારત ઉપરનાં) આક્રમણોના ભ્રમિત અને પૂર્વગ્રાહી મતના સંદર્ભે સિંધુખીણ સંસ્કૃતિની મુદ્રાઓ ઉપરનાં લખાણોની લિપિ અણઘડ હતી એવી પ્રચારિત માન્યતા પ્રબળ હતી. પરંતુ ગાણિતિક-ભાષાવિદની જોડીએ વૈદિક પરિભાષાના નિઘંટું શબ્દકોશના ઉપયોગથી પુરવાર કર્યું કે સિંધુખીણ સંસ્કૃતિની લિપિ વૈદિક પરંપરાની છે અને આ સંદર્ભે બંનેએ આશરે બે હજાર જેટલી મુદ્રાઓ ઉકેલવામાં સફળતા હાંસલ કરી છે. આથી એવું સૂચિત થાય છે કે સિંધુખીણ સંસ્કૃતિ એ તો વૈદિક સંસ્કૃતિની ઉત્તરકાલીન સંસ્કૃતિ છે અને તે વેદાન્તી વાડ્મય સંસ્કૃતિ સાથે ઘનિષ્ઠ ઘરોબો ધરાવે છે. પરએ ડૉ. રાજારામ અને ડૉ. ઝાના પ્રસ્તુત નિરીક્ષણને સમર્થન પ્રાપ્ત થયું તાજેતરનાં ધોળાવીરાનાં ઉત્પનાથી પ્રાપ્ત અવશેષોથી. અહીંથી જે સામગ્રી ઉપલબ્ધ થઈ છે તેનાથી વૈદિક સંસ્કૃતિ સાથેનો તેનો સંબંધ સ્પષ્ટ થાય છે. ધોળાવીરા એવું એક પ્રાફ-હડપ્પીય નગર છે જેણે પુરાવશેષો મારફતે હડપ્પીય અને વૈદિક સંસ્કૃતિઓ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરી આપ્યો છે. આ સાંકળતી ડીઓ કંઈક આ પ્રકારની છે : ધોળાવીરામાંથી હાથ લાગેલી મહાકાય પાષાણ-પ્રતિમા. આ શોધ આ નગરમાંથી પહેલપ્રથમ છે અને તેનો સમય ઈસ્વીપૂર્વ ચોથી સહસ્રાબ્દીના પ્રથમ ચરણનો મૂકાય છે. વૈદિક સંસ્કૃતિએ નામી એવા કોઈ નગરની ઓળખ આપણને કરાવી નથી અને છતાંય સો કિલ્લાઓનો સગૌરવ ઉલ્લેખ કરે છે. હડપ્પીય સંસ્કૃતિ તો કિલ્લાબંધ નગરની સંસ્કૃતિ છે. વેદોના વર્ણનમાં ઉત્તર ભારત અને પશ્ચિમોત્તર ભારત સંબંધિત ઉલ્લેખ છે અને ધોળાવીરા ઉક્ત વિસ્તારમાં આવેલું છે. ધોળાવીરામાંથી પ્રાપ્ત અવરોષો તેમ જ સુશોભિત પ્રતીકો હડપ્પીય સંસ્કૃતિનાં લક્ષણોનું સમર્થન કરે છે. જો કે ધ્યાનાર્ય બાબત એ છે કે ધોળાવીરામાંથી પ્રાપ્ત પ્રતીકો લખાણ વિનાનાં છે. આમાંના એક ઉપર વિકસિત પૌરાણિક દશ્ય પ્રતિબિંબિત થયેલું જોઈ શકાય છે, અને તે છે પીપળવૃક્ષની બે ડાળીઓ વચ્ચે ઊભેલી શીંગડાયુક્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520774
Book TitleSambodhi 2001 Vol 24
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2001
Total Pages162
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy