________________
77
Vol. XXIV, 2001
યક્ષપ્રશ્ન આર્યોનો : ઐતિહાસિક વિશ્લેષણ તથા ઉભયની સંસ્કૃતિ ભિન્ન છે અને અંગ્રેજોએ ભારત જીત્યું પછી જ ભારત એક દેશ, એક રાષ્ટ્ર અને એક સંસ્કૃતિ બન્યું એવો માહોલ ખડો કર્યો. આ પરત્વે એમનો એક માત્ર દુષ્ટ આરાય ‘ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ મારફતે સંસ્થાનવાદી માહોલ પ્રસ્થાપવા અને સામ્રાજ્યવાદના વિચારને અંકે કરવાનો હતો.
પરન્તુ અંગ્રેજોએ પ્રચારેલો આ ગોબારો હવે અન્વેષણાઠાલતમાં પડકારાયો છે, એક પુરાવસ્તુકીય અન્વેષણથી અને બે, ભાષાકીય વિશ્લેષણથી. ઋગ્વદમાં ગંગા નદીનો નિર્દેશ કેવળ એક જ વખત થયો છે, જ્યારે સરસ્વતી નદીનો ઉલ્લેખ પચાસ વખત થયો છે. ઋગ્વદની અંતિમ ઋચાઓમાં થયેલો ગંગા-જમના નદીનો ઉલ્લેખ સૂચિત કરે છે કે સરસ્વતની પૂર્વ તરફ વેદકાલીન પ્રજાનું (ધ્યાન રહેવું જોઈએ કે આર્યોનું નહીં) અને એમની પ્રવૃત્તિઓનું વિસ્તરણ ક્રમશઃ થયું હતું
ઋગવેદમાં સરસ્વતી-સૂક્ત છે, જેમાં સરસ્વતીને ‘નદીતમે’–સહુથી મોટી નદી-તરીકે સંબોધી છે તે બાબત અહીં ધ્યાનાઈ રહેવી જોઈએ. મહાભારત અનુસાર જ્યારે સરસ્વતી નદી સૂકાઈ રહી હતી ત્યારે બલરામ યાત્રાએ જઈ રહ્યા હતા. મહાભારતના યુદ્ધનો સમય ઈસ્વીપૂર્વ ૩૧૩૮નો નિર્ણત થયો છે. અર્થાત્ આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારત નિર્માણ પામ્યું હોય. એટલે સરસ્વતી નદી આશરે ઈસ્વી પૂર્વની ચોથી સહસ્રાબ્દી પહેલાં અસ્તિત્વ ધરાવતી હતી. હમણાં સુધી જેને એક કલ્પિત નદીનું નામાભિધાન પ્રાપ્ત થયું હતું તે સરસ્વતી નદીની તળભૂમિના ફોટાઓની સહાયથી અમેરિકી સેટેલાઈટ નકશા તૈયાર કર્યા છે અને સૂચિત કર્યું છે કે આ નદીનો પટ ચીઠ કિલોમીટર પહોળો હતો અને તેનો ઉદ્ભવ હિમાલયની ગિરિકંદરાઓમાંથી થયો હતો. જોધપુર સ્થિત “સેન્ટ્રલ એરિડ ઝોન રીસર્ચ ઇન્સ્ટિટયૂટના વિજ્ઞાનીઓએ પણ સરસ્વતી નદીનો પટ શોધી કાઢયો છે. આ વિજ્ઞાનીઓના મતે એમણે શોધેલા અન્ય નદીઓના પટ કરતાં સરસ્વતી નદીનો પટ હજારો વર્ષ પુરાણો છે. તેમના મતે અન્ય નદીઓના પટની તવારીખ ઈસ્વી પૂર્વ ૧૮૦૦ની મૂકી શકાય તો સરસ્વતી નદીનો પટ ઈસ્વીપૂર્વ ૧૮૦૦ પહેલાં હજારો વર્ષ જૂનો હોય. આથી આર્યોના આક્રમણનો સમય ઈસ્વીપૂર્વ ૧૫૦૦નો અંકિત થયો છે તે મતની સરસ્વતી નદીના પટ્ટના સમયાંકનથી છેદ ઊડે છે. તો પ્રશ્ન એ ઉદ્દભવે છે કે તો આક્રમક પ્રજા કઈ ? ઉત્તર સરળ છે કે આક્રમણ થયું જ નથી. અર્થાત્ સિંધુખીણ સંસ્કૃતિનો વિનારા કરવામાં આવ્યો નથી પણ એનું સ્થળાંતર ઘણીવાર થયું છે.
અમેરિકી પુરાવિદ પોલ હેન્રી ફેંકફોર્ટ નેવુંના દાયકાના આરંભે આ નદીનો અભ્યાસ ર્યો હતો અને સાબિત કર્યું છે કે સરસ્વતી નદી વિલુપ્ત થઈ તેનું કારણ એ છે કે ઈસ્વીપૂર્વ ૨૨૦૦ આસપાસ થયેલા અભૂતપૂર્વ, ભયાનક અને વિનાશક દુષ્કાળે આ વિસ્તારને નિરસ અને સૂકો બનાવી દીધો. આથી સરસ્વતી નદીના વિસ્તારમાંથી લોકો સ્થળાંતર કરીને પશ્ચિમ દિશામાં વિચરી ગયા અને સિધુ તથા સતલજ નદીઓના કાંઠા પ્રદેશમાં સ્થાયી થયા, જ્યાં તેમણે સંભવતઃ નગર-સંસ્કૃતિનું નિર્માણ ક્યું. વિલુસ સરસ્વતી નદીના કિનારે સંખ્યાધિક સંસ્કાર-સંસ્કૃતિ-કેન્દ્રો અસ્તિત્વમાં હતાં. આથી એવું અનુમાની શકાય કે વેદની સંહિતાઓ આ નદીના ખીણપ્રદેરામાં નિર્માણ પામી હતી. ઋગ્યેઠમાં તત્કાલીન ભારતનું જે વર્ણન છે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org