________________
16
ડૉ. રસેશ જમીનદાર
SAMBODHI આકાર આપ્યો, અને મહત્ત્વની શોધો કરવાની પ્રેરણા પણ મુનિજનોને પ્રકૃતિએ સંપડાવી આપી. આ સ્થિતિમાંથી વ્યાપક અને ગૂઢ તત્ત્વજ્ઞાનની પદ્ધતિનો પાયો મંડાયો. વનવાસી યુગ ઘણો દીર્ઘકાલીન રહ્યો જેણે આપણા દેશના પૂર્વકાલીન ઇતિહાસ અને સંસ્કૃતિ ઉપર પ્રગાઢ અસર કરી. સભ્યતાના પ્રારંભે જે સનાતન શોધો આપણને સાંપડી તે સઘળી આ વનવાસયુગ દરમ્યાન ઋષિઓને કારણે. દા.ત. ઋષિ અંગિરસે (જે આથર્વણથી પણ જાણીતા હતા) લાક્કાના બે ટુકડાના ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન ર્યો હતો. (ઋગ્વદ, ૪.૧૬.૧૩). ખૂબ જ મહત્ત્વની આ શોધ હતી જેની ઉપયોગીતા આજેય અકલ્પનીય જણાય છે. અગ્નિને આપણે પવિત્ર ગણ્યો અને પૂજાયોગ્ય પણ. પરિણામે બધાં હિન્દુ કાર્યો પવિત્ર અગ્નિની સાક્ષીએ થવા લાગ્યાં જે કાનૂની દષ્ટિએ સન્માન્ય ગણાયાં. આપણે જાણીએ છીએ કે અગ્રિની પૂજામાંથી યજ્ઞકાર્યનો વિધિ સંપન્ન થયો, જે વૈદિક સંસ્કૃતિનું પ્રામાણ્ય ઘટક ગણાયું.
આથી આ પ્રજા (પશ્ચિમી મતાનુસાર કહેવાતા આર્યો) ગોપાલક હતી અને તેમની ગોપાલક પ્રવૃત્તિનાં સ્વાભાવિક સ્થળાંતરોના મુદ્દા ઉપર બિનજરૂરી વિરોષ ભાર મૂકીને આધુનિક પશ્ચિમી તજજ્ઞોએ અને તેમને અનુસરીને નહેરુપથી આપણા વિદ્વાનોએ આ પ્રજા (તે સહુના મતે આર્યો જ) ભટકતું જીવન જીવતી હોવાનો મત પ્રસ્તાવિત કર્યો અને પ્રચાર્યો તથા પ્રસાર્યો પણ. જો કે આથી આ પ્રજાનાં-અલબત્ત, આપણા દષ્ટિબિંદુથી વેદકાલીન પ્રજાનાં-ગામો, તેમની કૃષિગત પ્રવૃત્તિઓ (એટલે સ્થાયી અને સ્થિર જીવન), તેમનું કાષ્ઠકાર્ય અને ઝવેરીકાર્ય જેવી વિશિષ્ટ પ્રવૃત્તિઓ, નીલલોહિત વાસણોના નિર્માતા જેવી ઘણી ધ્યાનાર્હ અને ઉપાઠેયી બાબતોને પાર્શ્વભૂમિકામાં હડસેલી દીધાની મનોવૃત્તિ (હા, યુરોપીય પ્રજાની અને વિશેષ તો અંગ્રેજોની અને એમને અનુસરતા સુરદાસી નહેરુપથી ઇતિહાસ લેખકોની) પ્રબળ રીતે પ્રચારાયેલી જોવી પ્રાપ્ત થાય છે. વસ્તુતઃ પ્રસ્તુત પણ અતાર્કિક વિચારણાને ઢોળ ચઢાવ્યો માર્ય શબ્દનો જાતિ સાથે સમીકરણનો સિદ્ધાન્ત વિરોષ ભાવે પ્રચારીને.
જો કે વેદની સંહિતાઓનાં અંતરંગ પરીક્ષણથી આપણી પરંપરાના બ્રહ્માવર્તમાં (એટલે હસ્તિનાપુરની વાયવ્યે સરસ્વતી અને દષકતી નદીઓ વચ્ચેનો પ્રદેશમાં) વેદોનાં નિર્માણ થયાં હોવાની હકીક્તને સમર્થન સંપ્રાપ્ત થાય છે અને પુષ્ટિ પણ પ્રાપ્ત થાય છે. પુરાવસ્તુની દષ્ટિએ બ્રહ્માવર્તમાં વેદ-સંસ્કૃતિ વિદ્યમાન હોવાનું સ્પષ્ટ થાય છે. માર્ચ નામની કોઈ એક જાતિ હોવાનો કોઈ સાહિત્યિક છે અને પારિભોગિક પુરાવા છે જ નહીં. એવી રીતે આર્યોના ભારત આક્રમણ અંગેનાય કોઈ શ્રદ્ધેય સર્વાંગિણ પુરાવા હાથવગા થયા નથી. ભારોપીય નામની ભાષા હોવાની બાબતેય કાલ્પનિક છે, હકીક્ત નથી જ. તેથી કહેવાતી આર્યપ્રજા (૧) ભારોપીયકુળની ભાષા બોલતી હોવાની બાબત પશ્ચિમી વિદ્વાનોની માત્ર પરિકલ્પના જ છે. આપણાં દફતરોનાં અન્વેષણથી સૂચિત થાય છે કે મુખ્યત્વે ખ્રિસ્તી ઉપદેશકોએ, અંગ્રેજ વિદ્વાનોએ અને વહીવટદારોએ હાથોહાથ મિલાવી આર્ય શબ્દને જાતિવાચક હોવાની વાર્તા ઉપજાવી કાઢી છે, અને આર્યોના ભારત ઉપરના આક્રમણને ચગાવ્યો છે તથા સિંધુખીણ સંસ્કૃતિના લોકોનો સંહાર કર્યો, દ્રવિડોને દક્ષિણમાં હાંકી કાઢયા અને ઉત્તર ભારત કબજે કર્યું, આર્યો અને દ્રવિડો ભિન્ન પ્રજાઓ છે અને બંનેના ભિન્ન દેશો છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org