________________
- 75
Vol. XXIV, 2001
યક્ષપ્રશ્ન આર્યોનો : ઐતિહાસિક વિશ્લેષણ ઘૂમરાવી રહ્યો છે, ઘમરોલી રહ્યો છે. પણ અંગ્રેજ ભક્ત નહેરુપથી ઇતિહાસલેખકોની આંખ ખૂલતી જ નથી, સાચી હકીક્તથી જ્ઞાત હોવા છતાંય; કેમ કે તેમનાં ચક્ષુઓ સામ્યવાદી વિચારણાના અસ્થડાબલાની જેમ ઢંકાયેલાં છે.
આપણા દેશના, અને કહો કે સમગ્ર વિશ્વના-જ્યાં સુધી પુરાવા પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી, સહુથી પૂર્વકાલીનતમ અને પ્રભાવી સાહિત્ય (એટલે કે વેદની સંહિતાઓ અને વૈદિક-વાલ્મય)ના અંતરંગી પરીક્ષણથી અને અભ્યાસથી સુસ્પષ્ટ થાય છે કે, તેનાં ખેડાણ, સંવર્ધન અને સંરક્ષણ આપણી ભૂમિમાં જ થયાં છે. વેદમાં વર્ણિત સપ્તસિંધુના વિવિધ અર્થો પૈકી માત્ર તેનો નદી સૂચક અર્થ સ્વીકારીએ અને વેદનાં નદીસૂક્તમાં વર્ણિત નદીનામોનાં અન્વેષણથી-અભ્યાસથી સમગ્ર પ્રદેશ ગંગા-યમુનાથી પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધી હોવાનું અનુમાન સુદઢ થાય છે. મનુસ્મૃતિમાં માર્યાવર્ત (એટલે કે પૂર્વસાગર અને પશ્ચિમસાગર તથા હિમગિરિ અને વિધ્યગિરિ વચ્ચેની ભૂમિ) એવી નોંધ આ સંદર્ભે ધ્યાનાર્હ છે. પાષાણ તથા તાંબાનાં ઓજારો વડે ખેતી કરનાર (તેથી આપણે તે પ્રજાની સંસ્કૃતિને તામ્રાહમયુગીન સંસ્કૃતિ કહીએ છીએ), રથ બનાવનાર અને બીજી પ્રવૃત્તિઓથી સંલગ્ન આ પ્રજાનાં વર્ણનો વેદની સંહિતામાં છે. ખેતી સાથે પશુપાલન આ પ્રજાનો સંલગ્નિત મહત્ત્વનો વ્યવસાય હતો, એવું વેદોમાં છે."*
ખેતી અને પશુપાલન (જેમાં ગાય, અશ્વ, બળદનો સમાવેશ થાય છે.) ઉપરાંત વૈદિક પ્રજાએ વિવિધ પ્રકારની કલા અને ગૃહ ઉદ્યોગો પણ વ્યવસાય તરીકે સ્વીકાર્યા હતા. ધાતુથી (અયસ = તાંબુ) પણ તેઓ પરિચિત હતા. તાંબુને ધાર્મિક મહત્ત્વ બક્ષેલું હતું અને તે પરંપરા હિન્દુઓએ આજેય જાળવી રાખી છે. અશ્વને આ લોકો પાળતા, ઉછેરતા (સંવર્ધન કરતા) અને તાલીમ પણ આપતા હતા. ઓછા વજનના કાછના રથને અશ્વ જોતરવામાં આવતો અને યુદ્ધમાં પણ તેનો વિનિયોગ થતો તેમ જ રમતગમતમાં પણ તેનો ઉપયોગ થતો. ધ્યાનાર્ડ બાબત એ છે કે રથ સાથેના વણજારનો ખ્યાલ સ્વયમ પ્રશ્નાર્થ છે, કેમ કે યાયાવરો માટે રથ એ વાહન ન હતું. રથ હકીકતે તો નાગરિક પ્રજાનું વાહન ગણાય છે, પૂર્વસમયની નગરીય સંસ્કૃતિનું મુખ્ય વાહન તે હતું અને મેદાની વિસ્તારમાં તે વિશેષ ઉપયોગી થતું, જે પરિસ્થિતિ ઉત્તર ભારતની નદીઓના મેદાનોમાં જોવી પ્રાપ્ત થાય છે (લે, ઉપર્યુક્ત, પૃ. ૨૯). ઉપરાંત જુઓ ડો. સ્વરાજ પ્રકાશ ગુપ્તાનો લેખ ધ મહાભારત ઓલ્વ હડપ્પા” (હિસ્ટરી ટુડે, જર્નલ ઓલ્ ધ ઇન્ડિયન હિસ્ટરી એન્ડ કલ્ચર સોસાયટી, નં. ૧, ૨૦૦૦, પૃ. ૪૭).
વૈદિક સભ્યતાની બુનિયાદ પ્રસ્થાપી ઋષિઓએ, જેઓ હિમાલયના ગાઢ જંગલમાં રહેતા હતા, ફળ અને કંદમૂળ ઉપર જીવન ગુજારો કરતા હતા, પવિત્રતા જાળવતા હતા, શાંત અને પ્રાકૃતિક વાતાવરણમાં ધ્યાન ધરતા હતા, કુદરતી પર્યાવરણનું સાંનિધ્ય માણતા હતા. વૈદિક ઋષિઓનું આ હતું જીવનધોરણ. અધ્યયન, શાણપણ અને સંસ્કાર એ બુનિયાદી દષ્ટિએ આ ઋષિમુનિઓની બક્ષીશ છે અને જે આપણા દેશમાં પૂર્વકાલથી ચાલી આવતી સુદઢ પરંપરા છે. પ્રકૃતિમાતા સાથેના આવા ગાઢ સંબંધને કારણે એમની ધાર્મિક માન્યતા ઉદ્ભવી અને ઘડાઈ પણ. વિશ્વ એક કુટુંબ છે એવા આધ્યાત્મિક વિચારોને આ ઋષિઓએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org