SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ 74 ડૉ. રસેશ જમીનદાર SAMBODHI કરનારને અનાર્ય શબ્દથી ઓળખવાની પરંપરા આપણી જીવનશૈલીમાં વિદ્યમાન હતી, છે. મહાભારત યુદ્ધ સમયે જ્યારે અર્જુન હથિયાર હેઠાં મૂકી દે છે ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનને અનાર્ય વિરોષણથી સંબોધે છે. એકેયીને પણ એના અધમ વર્તન સારુ દશરથ અને વાલ્મિકી મનાઈ તરીકે નવાજે છે. આ બંને પ્રસંગોએ ઉપયોગાયેલ અનાર્ય શબ્દ અલબત્ત ગુણસૂચક છે અને માત્ર વિરોષણ તરીકે તેનો વિનિયોગ થયો છે. આથી અનાર્ય શબ્દ દ્રવિડો માટે પ્રયોજાયેલો હોવાનો પશ્ચિમી મત પણ ભ્રામક છે. એક ભાષા બોલનારની એક જાતિ હોવી જોઈએ અને તે કોઈ એક ભૂભાગમાં રહેતી હોવી જોઈએ એવી પુરાકલ્પિત કથા (એટલા સારુ કે સાહિત્યિક છે અને પુરાવસ્તુકીય એવાં કોઈ સાધનોનું સમર્થન એને સંપ્રાપ્ત થયું નથી અને આ કક્ષાના પ્રવર્તકો એવી કોઈ સામગ્રી હાથવગી સંપડાવી શક્યા નથી) ઓગણીસમી સદીના મધ્ય ભાગે યુરોપમાં ઉદ્દભવી, કહો કે સમજીબુઝીને ઉભાવવામાં આવી. “આર્ય’ શબ્દ જાતિવિરોષના અર્થમાં-સંદર્ભે સ્વીકૃત થતાં આર્યોનાં મૂળનિવાસસ્થાનનો પ્રશ્ન વિવાદના વમળમાં અટવાઈ ગયો, બલકે અભિમન્યુના. કોઠામાં કેદ થઈ ગયો. અને અદ્યાપિ આ સિદ્ધાન્ત (કહો કે મત) ભારતીય ઇતિહાસાલેખનની બુનિયાદ બની રહ્યો. પરિણામે આપણા દેશના મૂળ વતનીઓ સારા સ્વભાવના, શાંતિપ્રિય અને શ્યામચર્મી ભરવાડો-ગોપાલકો હતા અને તેઓ દ્રવિડના નામથી ઓળખાતા હતા અને તેઓએ સિંધુખીણ સંસ્કૃતિનું નિર્માણ કર્યું હતું તેમ જ સ્થાપત્યના તેઓ પ્રશંસાઈ નિર્માતા હતા પરંતુ સમખાવા જેવા સંસ્કાર તેમનામાં ન હતા, તેમનું પોતનું કહી શકાય એવું કોઈ સાહિત્ય ન હતું અને ન હતી તેમની પોતાની કોઈ સક્ષમ લિપિ. ઈસ્વીપૂર્વ ૧૫૦૦ની આસપાસ આર્ય નામની જાતિએ હિન્દુસ્તાન ઉપર (એટલે કે કેવળ સિંધુખીણના વિસ્તાર ઉપર ધ્યાન રાખો કે સમગ્ર ભારત ઉપર નહીં) આક્રમણ કર્યું. આક્રમક એવા આર્યો શ્વેતચર્મી અને યાયાવર હતા અને પશ્ચિમ રશિયાના કોઈ મેદાની વિસ્તારના નિવાસી હતા. તેમણે હિન્દુસ્તાનમાં આવીને ત્યાંની દ્રવિડ પ્રજા ઉપર જ્ઞાતિપ્રથા (અલબત્ત શ્યામરંગી અને શ્વેતરંગી અથવા કાળા અને ગોરાના ભેદની દષ્ટિથી યુક્ત) ઠોકી બેસાડી. આ આક્રમક આર્યો બુદ્ધિશાળી હતા અને તેમણે સંસ્કૃત ભાષા અને સાહિત્યનું સર્જન કર્યું નિર્માણ કર્યું. વેદના ગ્રંથો તેમણે રચ્યા. હિન્દુધર્મ તેમણે પ્રસ્થાપ્યો. વેદાંગ વાડ્મય અને મહાકાવ્યોના પણ તેઓ રચયિતા હતા. આમ, બ્રિટિશોએ આપણને ભરમાવ્યા અને કમનસિબે આપણે ભ્રમિત પણ થઈ ગયા અને હકીકતે અદ્યાપિ ભરમાઈ ગયેલા રહ્યા છીએ. અંગ્રેજો પક્ષે આપણને ફટકારેલો આ શ્રેષ્ઠ ફટકો હતો, જે “આર્યઆક્રમણ’ના મતને આભારી હતો. એક્તરફ એમણે એવો પ્રચાર ક્યું કે ભારતીય સંસ્કૃતિ એટલી પૂર્વકાલીન નથી; તો બીજી બાજુ એમણે એવું પ્રચાર્યું કે પશ્ચિમી જગતને જે સંસ્કૃતિઓએ પ્રભાવિત કરી છે તેનાથી ભારતીય સંસ્કૃતિ અનુકાલીન છે તથા ભારત પાસે જે સારી બાબતો છે તે સઘળી હકીક્ત પશ્ચિમી અસરવાળી છે. સંસ્કૃત એ ભારોપિય (?) ભાષાઓની જનેતા નહીં પણ કેવળ એક શાખા છે. જરથુષ્ટી ધર્મે હિન્દુધર્મ ઉપર પ્રભાવી અસર કરી છે. એટલું જ નહીં, ભારતીય પ્રજાને શ્વેત -શ્યામમાં વિભાજિત કરી દીધી અને પરસ્પરને સામસામા સંઘર્ષમાં સપડાવી દીધી, જે વિભાજન આજેય આપણને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520774
Book TitleSambodhi 2001 Vol 24
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2001
Total Pages162
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy