________________
13.
Vol. XXIV, 2001
યક્ષપ્રશ્ન આર્યોનો : ઐતિહાસિક વિશ્લેષણ એમણે સક્ષમ રીતે બદલવા પ્રયાસો કર્યા છેજેમાં સ્વામી દયાનંદ સરસ્વતી, શ્રી અરવિંદ, બાલ ગંગાધર તીળક અને આનંદકુમાર સ્વામી મુખ્ય છે, જેમણે ભારત ઉપરનાં આર્યોનાં આક્રમણના સિદ્ધાન્તનો વિરોધ ર્યો છે અને સ્પષ્ટતાથી જણાવ્યું છે કે વેદોના રચયિતા આર્યો હતા અને તેઓ ભારતવર્ષના નાગરિક હતા.9 ભારત ઉપરના આર્યઆક્રમણના સિદ્ધાન્તનો વિરોધ રાષ્ટ્રવાદી ભારતીયોએ એક સદી પહેલાં કર્યો હતો. છતાં હજી આજેય ઘણા ભારતીયોનાં માનસ પરિવર્તન પામ્યાં નથી, કે નથી દયાનંદ અરવિંદ જેવા રાષ્ટ્રવાદી વિદ્વાનોનાં એમણે વખાણ ક્ય.
અત્યાર સુધી આપણે પ્રસ્તુત યક્ષપ્રશ્ન વિશે બે વિરોધી અભિપ્રાયોની વીગતે ચર્ચા કરી. હવે આપણે આર્ય શબ્દની, એની અર્થછાયાઓની અને આર્ય એક જાતિ હતી કે નહીં અને આર્યોએ ભારત ઉપર આક્રમણ કર્યું હતું કે કેમ તથા સિંધુ સંસ્કૃતિના તેઓ વિધ્વરાક હતા કે કેમ અને સંલગ્નિત મુદ્દાઓની ચર્ચા કરીશું.
આપણે અગાઉ અવલોક્યું કે માર્ચ શબ્દ પ્રજાવાચક છે અને તે સંદર્ભે આર્યોના આક્રમણનો સિદ્ધાન્ત ઉપસ્થિત થયો. આર્ય એક જાતિવાચક નામ છે એવું જડબેસલાક મત રજૂ કરનાર મેક્સ મુલરે અનુકલમાં પુનર્કથન કર્યું અને જણાવ્યું કે પારિભાષિક રીતે વિચારતાં માર્ગ શબ્દને વંશ કે જાતિ કે પ્રજાના સંદર્ભે કોઈપણ રીતે ઉપયોગી શકાય તેમ નથી. કેટલાક અંગ્રેજોએ પણ મુલરના પુનથિત વિધાન સંદર્ભે અનુમોદન આપ્યું પણ આપણે ભારતીયોને મુલરે સુધારેલી ભૂલ દેખાતી નથી, સ્વીકાર્ય નથી અને તેથી અદ્યાપિ “ભારતમાં આર્યોનું આક્રમણ થયું હતું તે બાબત સગીરવ (?) કહીએ છીએ. મેક્સ મુલરના પ્રથમ વિચાર પરત્વે ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના સંનિષ્ઠ અન્વેષક-નિરૂપક એફ. ઈ. પાર્જિટરે પ્રતિભાવ આમ દર્શાવ્યા છે : અફઘાનિસ્તાનમાંથી પંજાબ તરફ આર્યો આગળ વધતા આવ્યા એવું દર્શાવતી દલીલ માત્ર ઉલટાવવાની જરૂર છે, અર્થાત્ આર્યો પંજાબ તરફથી અફઘાનિસ્તાન તરફ આગળ વધ્યા** ઈતિ. આપણાં સંસ્કૃત નાટચ સાહિત્યમાં માર્યપુત્ર જેવો પ્રયોગ વારંવાર જોવો પ્રાપ્ત થાય છે, અને પત્ની પોતાના પતિને આ રીતે સંબોધે છે. મનુસ્મૃતિ(૨.૨)માં મર્યાવર્ત રાબ્દ દેશવિરોષના અર્થમાં પ્રયોગાયો છે, પ્રજાવિરોષના અર્થમાં નહીં. ભારતીય સંસ્કૃત સાહિત્યમાં લૌકિક અને ધાર્મિક ઉભય ગ્રંથોમાં ક્યાંય માર્યવંશ એવો શબ્દ પ્રયોગ શોધ્યો જડે તેમ નથી. કાર્ય શબ્દ સંસ્કૃત ભાષાનો છે અને સંસ્કૃત આપણા ભારતવર્ષની માતૃભાષા હતી અને તેથી માર્ચ શબ્દ ભારતીય મૂળનો છે. વિશ્વસમસ્તની કોઈ એકેય ભાષામાં (અપવાદ રૂપે “અવેસ્તામાં એટલે ઈરાની ભાષામાં કાર્ય શબ્દ જોવો પ્રાપ્ત થાય છે પણ તેય અનુકાલમાં અને ભારતીય સંસ્કૃત ભાષાની અસર હેઠળ તથા ગુણવાચક સ્વરૂપે પ્રયોજાયેલો છે) માર્ચ શબ્દ મૂળ રૂપમાં ક્યાંય હાથવગો થતો નથી. આથી ‘આર્યોનું આક્રમણકે “આર્યોનું આગમન’ વિરોનો વિચાર કેવળ મિથ્યા અને ભ્રામક છે. કાર્ય રાબ્દથી હકીક્ત પોતાનું અને પોતાના પરિવારનું યોગ્ય પાલન કરનાર સદાચારી સંસ્કારી અને ગૃહસ્વધર્મી મનુષ્યનું દર્શન થાય છે. આથી વિપરિત વર્તન કરનારને-આચરણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org