________________
ડૉ. રસેશ જમીનદાર
SAMBODHI કોઈ પ્રયાસ કર્યા વિના આ વિવાદ પશ્ચિમી વિશ્વમાં ચર્ચાતો રહ્યો છે. એમના પૂર્વગ્રહો એમને આ અભિગમ સ્વીકારતાં રોકે છે. પરિણામે બ્રિટિશ રાજે પ્રસ્થાપિત કરેલી પદ્ધતિ અનુસાર આપણા દેશમાં હજુ પણ પુરાવસ્તુવિદ્યા, સમાજમાનવશાસ્ત્ર, ઇતિહાસ-સંસ્કૃતિ, વિજ્ઞાન ઈત્યાદિ વિષયો શીખવવામાં આવે છે, જેમાં કોઈ નાનમ આપણને જણાતી નથી, બલકે તેમાં કરવામાં આવતા ફેરફારોને રૂઢિવાદ કહીને વગોવાય છે. એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે અનુ-પ્રજાસત્તાક સમયમાં આપણી કેન્દ્ર સરકારે અડધી સદી સુધી આ પદ્ધતિને ઉલટાવવાના કોઈ પ્રયાસો સહેતુક કર્યા નથી. પશ્ચિમી માર્ગદર્શિકા અને માપદંડો અનુસાર આપણા વિદ્વાનોને તાલીમ અપાય છે. તેથી આપણા અધ્યેતાઓ સાચી વિચારણા પરત્વે પ્રકાશ પાથરવા શક્તિમાન થઈ શક્યા નથી. બાલકૃણ થાપરે આર્યોના પ્રથમ દર્શનનો સમય ઈશુપૂર્વે ૮૦૦૦ થી ૧૪૦૦નો દર્શાવ્યો છે પરંતુ તેમના માદરે વતન વિશે ઘણા દેશોનાં નામોલ્લેખ કરવાની ભૂલ કરી દીધી છે." આથી હિમાલયની પેલે પાર અને ખબરઘાટની પેલે પાર આર્યોના માદરે વતનની પુરાવસ્તુકીય ખોજ સફળ થઈ નથી.
બ્રિટિશ શાસન દરમ્યાન જ બ્રિટિશ નીતિ અને વર્તન વિરુદ્ધ અસંતોષ અને વિરોધનો વંટોળ ઉદ્ભવ્યો હતો. બ્રિટિશ ન્યાયાધીશ sir John Woodrofe બીન Arthur Avalon એ (જેઓએ હિન્દુધર્મ અંગિકાર કર્યો હતો) જાહેરમાં બ્રિટિશ શાસકોની કાર્યરીતિ-ક્રિયાનીતિની કડક ટીકા કરી અને હિન્દુધર્મ તથા હિન્દુ સભ્યતાના પ્રખર પુરસ્કર્તા બની ગયા. જો કે તેમણે યક્ષપ્રશ્ન આર્યઆક્રમણ વિશે કોઈ ઉહાપોહ ર્યો નહીં. હા, એમણે કેટલાંક વિચાર-પ્રોત્સાહક નિરીક્ષણો અભિવ્યક્ત કર્યા. દા.ત. મારી વયના એવા કેટલાક ભારતીયો છે જેમના અંગ્રેજી ગુરુઓએ અને એમનાં શિક્ષણે એમને માનસિક રીતે બાનમાં રાખ્યા હતા. આવા ભારતીયોનાં મન-બુદ્ધિ એમના અંગ્રેજ-શિક્ષકોથી એવાં પ્રભાવિત થયાં હતાં અને પશ્ચિમી વિચારધારાથી એવાં અભિભૂત (ખાસ કરીને ધર્મ, કલા, તત્ત્વજ્ઞાન, સમાજ, રાજકારણ ઇત્યાદ્રિ) થયાં હતાં, જેથી તેઓમાં એમના પોતાનાં સંસ્કાર-સંસ્કૃતિનાં વૈભવ અને વારસાને વખાણવાની હિંમત રહી ન હતી. આમાંના કેટલાકે તો આપણાં શાસ્ત્રોની દરકાર સરખી કરી નથી કે નોધ લેવાની તસ્દી લીધી નથી. ભારતીય માન્યતાઓ અને વ્યવહારો વિશે વાત કરતાં આપણે વિદેશીઓએ આપણી જાતને હિન્દુત્વના માળખામાં મૂકવા જોઈએ અને એમનાં ચક્ષુઓ મારફતે એમના સિદ્ધાન્તો અને કર્મકાંડને સમજવા જોઈએ. જો કે તેમના માટે આ અઘરું છે તે ખરું પણ જો તેઓ આમ નહીં કરે તો તેમનાં લખાણોની સાચી ઓળખ કે સાચું મૂલ્ય થઈ શકશે નહીં. અને આથી જ પોર્વાત્ય માન્યતાઓ વિશે પશ્ચિમી લેખકોએ આપેલા અહેવાલો સાચું અર્થઘટન કરવામાં નિષ્ફળ રહ્યા છે. પશ્ચિમીઓએ કરેલાં વર્ણનો એમના અભિગમ મુજબનાં છે અને તે પણ જાતીય પૂર્વગ્રહથી મંડિત થયેલાં છે અને તેથી આપણી શ્રેષ્ઠતાનો સ્વીકાર તેઓ કરી શકતા નથી. ઇતિ.
આવા બ્રિટિશ લેખકો ઉપરાંત કેટલાક રાષ્ટ્રવાદી લેખકોએ અમૂલ્ય પ્રધાન ભારતીય વિદ્યા અને પૂર્વકાલના ભારતીય ઇતિહાસ વિશે કર્યા છે અને આ રીતે આપણા પશ્ચિમી પરિપ્રેક્ષ્યને, આર્યોના યક્ષપ્રશ્ન પરત્વે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org