SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Vol.XXIV, 2001 યક્ષપ્રશ્ન આર્યોનો : ઐતિહાસિક વિશ્લેષણ પૂર્વકાલીન સાંસ્કૃતિક ઇતિહાસ વિરો બ્રિટિશ શાસકોએ મન મૂકીને જૂઠાણાંનો પ્રચાર કર્યો, જૂઠાણાં ફેલાવ્યાં અને તેને પ્રબોધવામાં વ્યસ્ત રહ્યા. અને એમના આ પ્રકારના પ્રયાસોને પ્રોત્સાહિત પ્રાપ્ત થયું યુરોપના વિદ્વાનોએ સંગઠિત અને સુદઢ રીતે કરેલા “આર્યજાતિ અને આર્યઆક્રમણ’ની પરિકલ્પનાના વ્યાપક પ્રચારથી. આમાં મુખ્ય પ્રચારકો હતા-ગોર્ડન ચાઈલ્ડ અને ગુસ્તાવ કલેમ. ગુસ્તાવ કલમ અનુસાર પોર્વાત્ય લોકો ગતિહીન અને હૃાસિત છે જ્યારે યુરોપીયો શ્રેષ્ઠ છે-શક્તિમાં, બુદ્ધિમાં, વિચારમાં અને સ્વતંત્રતામાં. આ વિચારનો પશ્ચિમમાં સારો પ્રભાવ-પ્રચાર થયો. કોઈ વિદ્વાનને એવો વિચાર આજ સુધી ના આવ્યો કે આર્ય એ કોઈ જાતિ નથી. હકીક્તમાં, જ્યારે પશ્ચિમી ભાષાવિજ્ઞાનીઓ અને ઇતિહાસકારો આર્યો કેવી રીતે એમના કહેવાતા રહસ્યમય માદરે વતનથી પશ્ચિમ તરફ સ્થળાંતર કરી ગયા એ અંગેના વિવાદમાં ગળાડૂબ હતા ત્યારે જ આર્યોની પૂર્વકાલીનતા અને ભારત તરફ એમનું પ્રયાણ થયું તે મિથેનું સ્પષ્ટીકરણ જરૂરી હતું. કમનસિબે આ વિદ્વાનો એમના પૂર્વજોએ અભિવ્યક્ત કરેલી વિકૃત દષ્ટિ અને પૂર્વકલ્પિત વિચારણાથી અભિભૂત થયેલા હતા. દા.ત. વેદના ગ્રંથો સ્પષ્ટતઃ આર્યોના માદરેવતનના સ્થાન અને પ્રકાર વિરો કોઈ નિર્દેશ કરતા નથી એ હકીક્ત એમણે નજર અંદાજ કરી હતી, કેમ કે જ્યાં એમણે વેદો રચ્યા એ જ એમનું મૂળ વતન પરતુ પશ્ચિમી લોકો આ બાબત સ્વીકારવા તૈયાર જ નથી. તેમાંના કેટલાકે વિદેશી આર્યોએ ભારત ઉપર આક્રમણ કર્યું તેવા સંકેત શોધવાના નિરર્થક પ્રયાસો કરેલા. આમ જોઈએ તો તેમણે જાણીબુઝીને કરેલા આ પ્રયાસો હતા, - છે જેથી એમણે વિચારેલા બૌદ્ધિક પરંપરાના માળખામાં પ્રત્યેક બાબત બંધબેસતી થાય, અને કોઈ પણ કિંમતે તેઓ તેવી વિચારણામાંથી ચાતરવવાનું પસંદ કરતા ન હતા. અર્થાત્ એમની મનઃસ્થિતિ, કહો કે એમની માનસિક ક્ષિતિજો, આસપાસ એમણે સ્વયમ્ આંકેલી લક્ષ્મણરેખાની બહાર નજર લંબાવવાની સંમતિ એમની જડબેસલાક વલણ-વૃત્તિ આપતાં નથી. એમણે વ્યક્ત કરેલાં મંતવ્યોથી આ બાબત સ્વયમ્ સ્પષ્ટ થાય છે. આર્યપ્રશ્નનો કોઈ સંતોષકારક ઉત્તર ભાષાવિદ્યા, સમાજમાનવવિદ્યા, શારીરવિદ્યા કે અન્ય વિદ્યાઓ તરફથી પ્રાપ્ત થતો નથી ત્યારે પશ્ચિમી વિદ્વાનો એ.આર. એફ. હૉર્નલે અને જી. ગેરિસન જેવા પૌવંત્યોએ સૂચિત કરેલો ‘ભારતમાં આર્યોનાં આગમન'ના સિદ્ધાન્ત પરત્વે પુરાવસ્તુકીય શોધખોળથી ઉકેલ શોધવા મથ્યા કરે છે. અને એમના અનુગામીઓ આ વિરો વ્યર્થ પ્રયાસો ક્ય કરે છે. ગોર્ડન ચાઈલ્ડના મત મુજબ સ્કેન્ડિવિયા અથવા રશિયાઈ મેઠાનો સંભવતઃ આર્યોનું માદરે વતન હોઈ શકે, તો Marija Gimbutasના મત મુજબ ઈસુપૂર્વેની ચોથી કે ત્રીજી સહસ્રાબ્દીની કુરગન (ઉરલ પર્વતમાળાની પશ્ચિમે) સભ્યતાને આર્યોની સંસ્કૃતિનું ઉદ્ગમસ્થાન ગણાવે છે. મરિજાના કથન મુજબ અશ્વ ઉછેર, કાંસ્ય-તામ-ધાતુવિઘા, અશ્વથી સંચાલિત આરાયુક્ત પૈડાંવાળા રથ, ખેતી, ટેકરી ઉપરના કિલ્લા જેવાં આર્યસંસ્કૃતિનાં લક્ષણો કુરગન સભ્યતામાં જોવાં પ્રાપ્ત થાય છે. પરંતુ પ્રસ્તુત વિચારણાને અમેરિકી પુરાવિદ ડેવિડ ડબલ્યુ એન્યોનીએ પડકારી અને યુરોપને આર્યોના માદરે વતન તરીકે સૂચિત કર્યું. ભારતીય પરંપરા અને સાહિત્યિક સાધનોમાંથી આ પ્રશ્ન પરત્વેના ઉત્તર શોધવાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520774
Book TitleSambodhi 2001 Vol 24
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2001
Total Pages162
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy