________________
70
ડૉ. રસેશ જમીનદાર
SAMBODHI આગમન અને આક્રમણની સૂચિમાં એમણે આર્યજાતિને મૂકી દીધી. આ એ જ આર્યો જેમણે આપણા દેશ ઉપર પશ્ચિચમોત્તર દિશાએથી આક્રમણ કરેલું, હડપ્પા અને મોહેન્જોકડોનાં અભ્યય પામેલાં નગરોનો એમણે નાશ કરેલો અને છેવટે સપ્તસિંધુના પ્રદેશમાં સ્થાયી વસવાટ કરેલો; અને અનુકાલમાં આર્યો ગંગાખીણના વિસ્તારોમાં ગયા. આર્યોના આક્રમણ અંગેની પુરાકથાના પ્રચાર વાતે તેમણે વેદોનાં ખોટાં અર્થઘટનો પણ
ક્ય; ખાસ તો દાસ અને દસ્યુ વિશે.... બ્રિટિશોનો મુખ્ય આરાય આર્યો અને દ્રવિડોને ભિન્નત્વ બક્ષવાનો હતો, જેથી ભાગલા કરો એને રાજ ભોગવોની એમની નીતિને આ સુસંગત રહે અને એમની આ કહેવાતી રાજરમતમાં તેઓ સફળ થયા. આપણા લોકોનું એમણે બ્રેઈનવોશ એવી પદ્ધતિસર રીતે કર્યું કે આજેય આપણે તે અસરમાંથી મુક્ત થયા નથી. આમ એમણે, આપણે જ્ઞાત છીએ તે મુજબ, બ્રિટિશ પદ્ધતિના શિક્ષણ મારફતે અને અંગ્રેજી ભાષાના માધ્યમ દ્વારા ક્યું. પરિણામ એ આવ્યું કે કોઈપણ શિક્ષિત ભારતીય ‘આર્યો અપાણા દેશના મૂળવતની છે” એવું ઇચ્છાએ પણ સ્વીકારવા તૈયાર ન હતો,-આજેય હજી ઘણા માનસિક રીતે તૈયાર નથી જ. ભારતીય શબ્દ “વર્ણ’નું એમણે કરેલું ‘રંગ’નું અર્થઘટન કરીને ઋગ્વદમાંનાં સામાજિક જૂથો માટે એમણે અમલી બનાવ્યું. હકીકતે આપણે ચર્મરંગને ક્યારેય મહત્ત્વ બક્યું નથી. શ્વેતરયામ ચર્મરંગ પરત્વે કોઈપણ પ્રકારના ભેદભાવ તર્કબધ્ધ નથી.
ખ્રિસ્તી ઉપરાકોના હિન્દુ વિરોધી પ્રચારમાંથી પ્રેરણા મેળવીને બ્રિટિશ શાસકોએ ભારત વિરોધી અને હિન્દુઓની ખિલાફની પ્રવૃત્તિઓને વધારે મજબૂત બનાવી. મેક્સ મુલરે સમજીબુઝીને આપણા દેશ ઉપરના આર્યોનાં આક્રમણનો સમય, આપણે અગાઉ નોધ્યું તે મુજબ, ઈસ્વીપૂર્વ ૧૫૦૦નો સૂચવ્યો અને તે મને ઇતિહાસવિદો અને પુરાવિદોનો વ્યાપક ટેકો પ્રાપ્ત થયો. આર્યઆક્રમણની આ પુરાકથા અંતે તો રાજકીય સિદ્ધાન્તમાં પરિણમી અને યુરોપમાં જાતીવાદના ઘોષણાપત્ર તરીકે સુદઢ બની. મેકસ મુલરે બળતામાં ઘી ઉમેર્યું કે પોતાના માદરે વતન મધ્ય એશિયામાંથી આર્યોનાં મોટાં ધાડાં ભારતીય ઉપખંડ અને યુરોપમાં સ્થળાંતર કરી ગયાં. જાતિવાદના સિદ્ધાન્તને વરેલા અંગ્રેજો અને યુરોપીયોએ આર્ય શબ્દને જાતિના અર્થમાં સ્વીકાર્યો. આમ કરવામાં ન તો એમણે ‘આર્ય' શબ્દને સમજવાનો પ્રયાસ કર્યો, ન તો એમણે વેદોમાં ક્યા અર્થમાં તે રાબ્દ પ્રયોગાયો છે તે શોધવાનો પ્રયત્ન કર્યો.
‘ભાગલા પાડો અને રાજ કરો'ની તેમની ચાણક્યનીતિથી રાજકીય પ્રભુત્વ પ્રસ્થાપિત કરીને બ્રિટિશ શાસકોએ એક તરફ ખ્રિસ્તી ઉપદેશકોનો અને બીજી બાજુ ઈતિહાસલેખકો અને પુરાવિજ્ઞાનવિદોનો ભરપેટ ઉપયોગ કર્યો. ખ્રિસ્તી ધર્માનુયાયીઓએ સ્થાનિક લોકોને વિવિધ રીતે ભરમાવીને ખ્રિસ્તીધર્મમાં વટલાવવાની પ્રવૃત્તિઓ હાથ ધરી, તો વિદ્વાનોએ પોતનાં ધૂન અને કલ્પના અનુસાર આપણા દેશનાં પૂર્વકાલીન ઇતિહાસ અને સંસ્કૃતિનાં અર્થઘટન કરવાં શરૂ કર્યા. આ વાસ્તે એમણે મુખ્ય સિદ્ધાન્ત એ અમલી બનાવ્યો કે તેઓ રંગરૂપે શ્રેષ્ઠ છે અને ભારતીયો કનિષ્ઠ છે. યુરોપીયોને એમના જૈતરંગનું અભિમાન હતું. એમના શ્રેષ્ઠતાના અભિમાને, પૂર્વગ્રહી વિચારણાઓ અને નિઘ પક્ષપાતી વલણ-વર્તને આપણા દેશનાં ઇતિહાસ અને સંસ્કૃતિના પ્રત્યેક મુદ્દા પરત્વે એમની ગૃહિત પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો. અને આપણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org