________________
Vol. XXIV, 2001 યક્ષપ્રશ્ન આર્યોનો : ઐતિહાસિક વિશ્લેષણ
69 અને આપણી બધી પરંપરાઓ પ્રત્યે લઘુતાગ્રંથી જડબેસલાક આપણી રક્તવાહિનીઓમાં વહેતી થઈ જાય. આ પાઠયપુસ્તકોમાં સંસ્કૃત ભાષા અને સાહિત્ય વિશે અપમાનજનક લખાણો સમાવિષ્ટ ; ખાસ તો વેદો વિરો પશ્ચિમી વિદ્વાનોએ આપણા સાહિત્યિક વૈભવ અને વારસા વિશે ધૃણાત્મક લખાણો લખ્યાં. દા.ત. મેક્સ મુલરે વેદોવિશે આવી ભાષા વાપરી; વેદો બાલિશ છે, મૂર્ખતાયુક્ત છે, રાક્ષસી વિભાવનાઓથી ભરપૂર છે, કંટાળાજનક છે, સામાન્ય પ્રકારના છે, કનિષ્ઠ છે, માનવસ્વભાવને હલકી રીતે નિરૂપે છે, સ્વાર્થીપણા અને ન્યાદારી છે. ફક્ત ક્યાંક કયાંક ઉચ્ચ વિચારો કે વિધાનો જોવાં પ્રાપ્ત થાય છે. ૫
આમ, આપણા વેદો વિશે ઘણી વિકૃત બાબતો, ઘણા પૂર્વગ્રહો અને ઘણી ભ્રાન્તિઓ પશ્ચિમી વિદ્વાનોએ ઓક્તાનાં રાખેલાં. દા.ત. Danielouના મતે મૂળ વેદો એ દ્રાવિડોની વાણીગત પરંપરાના પરિણામરૂપ છે; જેનું પછીથી આર્યોએ નવસંસ્કરણ ક્યું અને ત્યારબાદ એનું સંસ્કૃતમાં વર્ણિત કર્યું. પરંતુ વેદો વિશે ખરી ગેરસમજ શરૂ થઈ ખ્રિસ્તી ઉપદેશકોથી; જેમણે બધાં અનિષ્ટોનું મૂળ વેદોમાં નિહાળ્યું કેમકે તેમાં અંધશ્રદ્ધાના સ્રોત હતા અને તેથી તેમણે વ્યવસ્થિત પદ્ધતિથી વેદોનું મહત્ત્વ ઘટાડ્યું. ખ્રિસ્તી સમાજે, પોતાની આધ્યાત્મિક હોશિયારીથી વેદોને કાકરના સ્તરે મૂકી દીધા. ત્યારથી આ સિદ્ધાન્તને પશ્ચિમી ઈતિહાસલેખકોએ અવિરતપણે વહેતો રાખ્યો. તેમણે એક તરફ વેદોને આધ્યાત્મિક મૂલ્યોથી હીણ ગણ્યા અને બીજી તરફ વેદોના રચના સમયને નીચો લાવીને ઈસ્વીપૂર્વ ૧૫૦૦ થી ૧૦૦૦નો નિર્ણત કર્યો. કમનસિબે પ્રસ્તુત મતોનું ઘણા ભારતીય ઇતિહાસલેખકોએ અને સમાજશાસ્ત્રીઓએ આંધળું અનુકરણ કર્યું તો ખરું જ પણ તે મતોમાં કેટલું સત્ય છે તેને તપાસવાની જરા સરખી તસ્દી પણ લીધી નહીં. તેમણે વેદોને બાળસહજ બબડાટ તરીકે, બ્રાહ્મણગ્રંથોને ગાંડા માણસના લવારા તરીકે, ઉપનિષદોના વિચારોને હલકી કોટીના, સ્મૃતિગ્રંથોને પુરોહિતોના જુલમ તરીકે, પુરાણોને આળસુ લોકોની વાર્તા તરીકે, તંત્રવિદ્યાને લુચ્ચા અને કામુક લોકોની યુક્તિઓ તરીકે અને યોગશાસ્ત્રને ધર્મતંત્રના ક્ટર તરંગી વિચારો તરીકે ઓળખાવ્યા. ટૂંકમાં વ્યવસ્થિત રીતે અને યોજનાબદ્ધ વ્યવહારોથી આપણા પૂર્વકાલીન સાહિત્યને પશ્ચિમી અધ્યેતાઓએ સહેતુક કનિષ્ઠ પ્રકારના સાહિત્ય તરીકે નવાજ્યા અને એ રીતે યુરોપીય સંસ્કૃતિની શ્રેષ્ઠતા સાબિત કરી. આમ, એમણે આપણાં ધર્મ અને તત્ત્વજ્ઞાનને, આયુર્વેદીય રોગચિકિત્સાપદ્ધતિને, ચિત્ર સ્થાપત્ય શિલ્પ જેવા ક્લાના બધા પ્રકારોને, કહો કે આપણી સંસ્કૃતિના પ્રત્યેક પાસાને-એકેક અંગને કનિષ્ટ દર્શાવ્યાં. વિજ્ઞાન અને તકનિકી ક્ષેત્રે પણ આપણે પશ્ચિમી જગતથી પાછળ છીએ એવો પ્રચાર કર્યો. આથી સંતોષ ના માની એમણે શિક્ષણના બધા તબક્કાના અભ્યાસક્રમો હેતુપૂર્વક એવી રીતે તૈયાર કર્યા કે જેથી આપણી નજરમાં-આપણા ચિત્તમાં આપણી જ સંસ્કૃતિ આપણને હિણપતભરી જણાય અને જે કંઈ સારું છે તે તો આપણે વિદેશી આક્રમકોના સંપર્કમાં આવ્યા તેથી અને એમની સાથેની આંતરક્રિયાનું પરિણામ છે એવું ભારપૂર્વક આપણને સમજાવ્યું. તેમના મતે વિદેશીઓ સાંસ્કૃતિક અસરો ભારતમાં લાવ્યા; ખાસ તો ગ્રીકોએ-જેઓ ભારતના ઉત્તર-પશ્ચિમ વિભાગોમાં વસ્યા હતા, સિકંદરના કહેવાતા મહાન વિજયના ફળસ્વરૂપ અહીં લઈ આવ્યા હતા. પછીના સમયે વિવિધ ઇસ્લામી પ્રજાઓ પણ સંસ્કૃતિ અને સંસ્કારો આપણા દેશમાં લઈ આવ્યા. આપણા દેશમાં વિવિધ વિદેશી પ્રજાઓનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org