________________
68
ડૉ. રસેશ જમીનદાર
SAMBODHI
રેનને બાઈબલનું મૂળ શોધ્યું ભારતમાં પરતુ મેક્સ મુલર અને અન્ય અંગ્રેજો એવા મતને પ્રોત્સાહક પ્રતિભાવ આવ્યો નહીં કે જે દેશના તેઓ શાસકો છે તે દેશના મૂળ વતનીઓમાં તેમનાં શારીરિક અને સાંસ્કૃતિક મૂળિયાં પડેલાં છે. અંગ્રેજોએ ફલેગલના મતનો અસ્વિકાર ર્યો અને ભારત સંલગ્ન પ્રત્યેક દષ્ટિબિંદુ વિશે પૂર્વગ્રહી અને વિકૃત વિચારોને પ્રચારવા તેમણે પાર્વાત્ય ભાષાતત્ત્વજ્ઞ મેક્સ મુલરની પદ્ધતિનો વિનિયોગ ર્યો."
આવા સમયે ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની આપણા દેશમાં પોતાની સત્તા દભૂિત કરવામાં વ્યસ્ત હતી અને આપણા દેશ ઉપર પ્રભુત્વ પ્રસ્થાપિત કરવા અને આપણને ગુલામ બનાવવા તત્પર હતી. ૧૮૫૭માં આપણા પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટનાથી અંગ્રેજો તાજના વહીવટ હેઠળ મજબુત થયા. રાજકીય શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા પરત્વે કાર્યશીલ હોવા ઉપરાંત યુરોપીય ભાષાવિદો અને અન્ય વિષયના અધ્યેતાઓની પ્રવૃત્તિઓ ગાંભીર્યથી તપાસવી શરૂ કરી અને આર્યો અને તેમના માદરે વતનના વિવાદમાં વ્યસ્ત બન્યા, કહો કે સક્રિય થયા. તેમણે ભાષાવિજ્ઞાનીઓ, પુરાવિજ્ઞાનીઓ, સમાજમાનવવિદો અને અન્ય વિદ્વાનોએ અભિવ્યક્ત કરેલા ખ્યાલોને પૂર્ણ રીતે ઉપયોગ્યા.
ઓગણીસમી સદીના ત્રીજા કે ચોથા દાયકા દરમ્યાન આ બધાએ મેક્સ મુલરની સેવાઓ ભાડે લીધી અને મુલરે પણ આપણા દેશનાં ઇતિહાસ અને સંસ્કૃતિનું વિકૃત સ્વરૂપ અંગ્રેજો હસ્તક કરીને ઉપકૃત sul. Primitive unity of speech points to a primitive unity of races zal Franz Bopp ના વિધાનનો ઉપયોગ કરીને મેક્સ મુલરે એવું પ્રતિપાદિત કર્યું કે મધ્ય એશિયાના અતિ ઊંચાણવાળા વિસ્તારમાં આર્યોની નાની ટુકડીએ વસવાટ કરીને એવી ભાષાનો ઉપયોગ કર્યો જે હજી નથી સંસ્કૃત તરીકે, ન તો ગ્રીક ભાષા તરીકે કે ન તો જર્મન ભાષા જેવું કાઠું કાઢ્યું પણ તે બધી ભાષાઓનાં લક્ષણોથી યુક્ત હતી.”
પ્રસ્તુત ભૂમિકા સંદર્ભે આપણે ઇસ્સાક ટેલરનું 'ધ ઓરિજન ઓલ્ ધ આર્યન્સ' (૧૮૮૦) નામક ગ્રંથમાંનું વિધાન અહીં નિશીશુંઃ આ રાબ્દોથી શું વિરોષ તોફાની હોઈ ના શકે-આર્યોનું એક નાનકડું જૂથ મધ્ય એશિયામાંથી છ હજાર કિલોમીટર દૂર સ્થિત યુરોપના કાંઠા વિસ્તારમાં મોટી વસાહતો સ્થાપે એ ઘટના જ અશક્ય છે. આ - બ્રિટિશ શાસકોની રાજકીય સર્વોપરિતાએ પશ્ચિમી વિદ્વાનોને આપણા દેશનાં ઇતિહાસ અને સંસ્કૃતિને વિકૃત રીતે, પૂર્વગ્રહી પદ્ધતિથી અને પશ્ચિમી દષ્ટિકોણથી રજૂ કરવાની સોનેરી તક પૂરી પાડી. આપણા વિશે, આપણા ધર્મો વિરો, આપણા સમાજ વિશે, આપણી સંસ્કૃતિ વિશે અને આપણી ભાષાઓ વિરો નિતાંત જૂઠી માહિતીનો પ્રચાર-પ્રસાર કર્યો. બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે પ્રસ્થાપિત શાળાઓ અને મહારાળાઓના અભ્યાસક્રમો સારુ પાઠયપુસ્તકો નવેસરથી લખવા વાસ્તે સંખ્યાધિક વિદ્વાનો અને ઇતિહાસવિદોને જોતરવામાં આવ્યા અને તે સહુએ એવી રજૂઆતથી પાઠયપુસ્તકો તૈયાર ક્યાં અને પોતાને ફાવતા અભિગમથી લખાણો લખ્યાં છે જેથી આપણા ચિત્તમાં આપણા પોતા વિશે, આપણા પૂર્વજો વિરો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org