________________
Vol. XXIV, 2001
યક્ષપ્રશ્ન આયનો : ઐતિહાસિક વિશ્લેષણ
ભારતીય વિદ્યાના પશ્ચિમી અધ્યેતાઓ (જેમણે પૂર્વકાલનું સઘળું સંસ્કૃત સાહિત્ય વાંચ્યું હોવાનો દાવો કર્યો છે) કેવી રીતે ઇંગિત અને પ્રાયોગિક ઉલ્લેખોની અવગણના કરી શકે-કરી હોય? (જો કે Michael witzel જેવા સંસ્કૃત આવી ભૂલ કરી છે).
‘ઇન્ડોનેશિયન લેંગ્વજ ડિક્લેરી’ માં પણ આર્ય એટલે સંસ્કૃત વ્યક્તિ કે સંસ્કૃત વર્તન એવો અર્થ આપ્યો છે. ઇરાની ભાષામાં આર્ય શબ્દ ગુણવાચક તરીકે જ પ્રયોજાયો છે. સંસ્કૃત પછી આપણા દેશની બીજી પૂર્વકાલીન ભાષા તમાળ છે અને તેમાં વેદની ભાષાને ‘આર્ય ભાષા’ ( શ્રેષ્ઠ ભાષા) તરીકે ઓળખાવાઈ છે. આપણા સંસ્કૃત વાલ્મયના લૌકિક અને ધાર્મિક ગ્રંથોમાં ક્યાંય માર્યવંશ જેવો શબ્દ પ્રયોગ ક્યાંય શોધ્યો જડે તેમ નથી. વિશ્વની એકેય ભાષામાં કાર્ય શબ્દ મૂળરૂપમાં ક્યાંય હાથવગો થતો નથી. વર્ષનો ગર: વન્તો વિશ્વમાર્થ વાક્ય ઋગ્વદમાં (૯.૬.૩.૫) છે. અહીં ઉદ્ધિખિત આર્ય’ શબ્દ કલ્યાણના અર્થમાં હોવાનું સ્પષ્ટ થાય છે. અર્થાત્ કાર્ય શબ્દ કોઈ વંશ કે જાતિ કે પ્રજાવિશેષનું વિરોષનામ નથી પણ ગુણવાચક વિરોષણ છે અને સર્વગ્રાહી રીતે માત્ર “સંસ્કારી’ કે શ્રેષ્ઠ એવો તેનો અર્થ અભિપ્રેત છે. ઋગ્રેદમાં આ શબ્દ આ અર્થમાં ૧.૫૧.૮, ૨.૧૧.૧૮, ૩.૩૪.૯, ૯.૬૩.૫, ૧૦.૪૩.૪ વગેરે ઋચાઓમાં વપરાયેલો જોઈ શકાય છે. આથી સૂચિત થાય છે કે “આર્ય’ શબ્દ કોઈ જાતિનું પ્રતિનિધિત્વ કરતો નથી, બલકે વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે. આથી જે કોઈ વ્યક્તિ આર્ય-વિચારધારાને અનુસરે તે આર્ય. પ્રસ્તુત શબ્દથી પોતાનું અને પોતાના કુટુંબનું યોગ્ય પાલન કરનાર, સદાચારી, ગૃહસ્વધર્મી, સંસ્કારી મનુષ્યનું દર્શન થાય છે. આથી વિપરીત આચરણ કરનારને અનાર્ય શબ્દથી ઓળખવાની પરંપરા આપણા દેશમાં વિદ્યમાન હતી. મહાભારત યુદ્ધ વેળાએ
જ્યારે અર્જુને હથિયાર હેઠાં મૂક્યાં ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનને મનાઈ વિશેષણથી સંબોધે છે. દશરથ અને વાલ્મિકી, કકેયીને પણ તેના વર્તન સબબ અનાર્ય તરીકે નવાજે છે. આ બંને પ્રસંગોએ ઉપયોગાયેલ અનાર્થ શબ્દ અલબત્ત, ગુણસૂચક છે અને વિશેષણ તરીકે એનો વિનિયોગ થયો છે. આથી મનાઈ એટલે કનિષ્ઠ (વર્તનમાં, વ્યવહારમાં, વિચારમાં, વાણીમાં વગેરે) એવો અર્થ અહીં અભિપ્રેત છે. દ્રવિડો માટે અનાર્ય શબ્દ પ્રયોજાયેલો હોવાનો મત પણ ભ્રમાક છે.
આ ભૂમિકાના પ્રકાશમાં પશ્ચિમી વિદ્વાનોએ પરિકલ્પિત કરેલો ‘ચર્મરંગ'નો સિદ્ધાન્ત સ્વીકાર્ય રહેતો નથી. આર્યોના હાડપિંજરીય અવશેષો શોધવાના પ્રયાસો સફળ થયા નથી, એવું વિધાન કેનેથ એ. આર. કેનેડીએ એમના પ્રબંધમાં કર્યું છે. વૈદિક આર્યોના હાડપિંજરીય અવરોષોની શોધ હકીક્ત પશ્ચિમની અઢારમી સદીના અંતિમ ચરણની બૌદ્ધિક પરંપરાની (બ્રામક) નીપજ છે. પશ્ચિમના જેવિકવિજ્ઞાનના માનવશાસ્ત્રીઓ જેનું અસ્તિત્વ નથી તેની તપાસ કરી રહ્યા છે. સમય એવો આવરો જ્યારે પશ્ચિમી અધ્યેતાઓ જખ મારીને ગેરમાર્ગે દોરતા સિદ્ધાન્તો સામે અવાજ ઉઠાવશે. અર્થાત્ આર્યો ભેરંગી, શ્વેતકેશી અને નીલ આંખોવાળા છે એવો પશ્ચિમી મત પણ ગેરમાર્ગે દોરનારો છે. રંગ-સભાનતા પશ્ચિમી ખ્યાલ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org