________________
66 ડૉ. રસેશ જમીનદાર
SAMBODHI (જે ભ્રમિત છે), ભારતીય નથી. વેદના સમયથી શ્વેત અને શ્યામ રંગી લોકો આપણા દેશમાં શાંતિથી, ભાઈચારાથી, સહકારથી અને સહવાસી તરીકે રહેતા આવ્યા છે. આપણા દેશમાં ત્યારે અને આજેય શ્વેતચર્મી અને શ્યામચર્મી લોકો વચ્ચે કોઈ ભેદભાવ જોવો પ્રાપ્ત થતો નથી-ન ભૂતો, ન ભવિષ્યતિ. ઓગણીસમી સદીમાં પશ્ચિમીઓએ પ્રચારેલો રંગ-સિદ્ધાન્ત હવે અસ્તિત્વમાં નથી.*
યુરોપીય વિદ્વાનોનો ‘આર્ય’ પરિકલ્પનાનો આરંભ જર્મનીમાં થયો. ૧૮૦૫માં ફેડરિચ ફલેગલે (જર્મન કવિ, તત્ત્વજ્ઞ અને રાજનીતિજ્ઞ, ૧૭૭૨ થી ૧૮૨૯, ઑગસ્ટનો ભાઈ) વિશ્વ ઈતિહાસ વિશે શ્રેણીબદ્ધ વ્યાખ્યાનો આપ્યાં, તેમાં ‘લેંગ્વજ ઍન્ડ વિઝડમ ઓવૂ ધ ઇન્ડિયન્સ” નામક નિબંધમાં તેણે નોધ્યું : સૈનિકો અથવા પુરોહિતોનાં નેતૃત્વ હેઠળ સંસ્કૃતભાષી પ્રજાજૂથોએ માદરે વતન હિમાલયને છોડીને ભારત, ઇજિપ્ત અને યુરોપમાં સંસ્કૃતિનાં નિર્માણ કર્યા. આ સામુહિક સ્થળાંતરની અસર યુરોપની ઉત્તરમાં છેક સ્કેન્ડિનેવિયા સુધી વર્તાઈ. એના મતે ભાષા જાતિ અને સભ્યતા પરસ્પર સંલગ્નિત છે. એના મતના સમર્થકોમાં એક હતો Creuser જેણે ૧૮૧૦-૧૮૧૨ આસપાસ જણાવ્યું કે બ્રાહ્મણવાદનું પ્રાથમિક સ્વરૂપ યહૂદી ધર્મમાં હતું અને અબ્રાહમ કોઈ રીતે બ્રહ્માથી ઉતરતો નથી. Kanne એ સૂચવ્યું કે જૉસેફ એ ગણેશ હતો. ૧૮૧૯માં રહેગલે સંસ્કૃતિના ભારતીય પ્રચારકોને પશ્ચિમીઓ સાથે સમરૂપ દર્શાવવા મિષે માર્ય રૂપ પ્રચાર્યું. એણે આ શબ્દ કહેવાય છે કે હેરોડોટસમાંથી લીધો હતો અને તે શબ્દ મીડીઝ અને પર્શિયાઈઓને ઓળખાવતો પરિચિત હતો.° આમ, આર્ય-વિભાવનાનો ખ્યાલ સૂચિત કર્યો ફલેગલે, જેને પ્રોત્સાહક પ્રતિભાવ પ્રાપ્ત થયો જર્મન તત્ત્વજ્ઞ Georg Wilhelm Friedrich Hegel (૧૭૭૦ થી ૧૮૩૧) તરફથી. એણે જણાવ્યું કે પશ્ચિમ તરફ આર્યોના સ્થળાંતરની ઘટના હકીક્ત છે જેને સાબિતી સાંપડી ભાષાવિજ્ઞાનથી. નોર્વેજિયન સંસ્કૃતજ્ઞ Christain Lassen એ જણાવ્યું કે પૂર્વકાલીન આર્યો અને વર્તમાન ભારતના વરિષ્ઠ જ્ઞાતિના લોકોનો વર્ણ સફેદ છે. Jacob Grimm (૧૭૮૫ થી ૧૮૬૩, જર્મન કોશકાર, વિહૅલ્મ ગ્રિમનો ભાઈ)એ જર્મનભાષાના ઇતિહાસમાં એવી નોંધ કરી કે યુરોપના બધા લોકો દૂર ભૂતકાળમાં એશિયાથી સ્થળાંતરિત થયેલા, ભટક્તા અને જોખમી લોકો સાથે સંબંધિત અને જેમની ઉપર પ્રભુત્વ જમાવેલું. રોકી ન શકાય એવી અંતઃસ્કૂરણાથી આ લોકો પૂર્વમાંથી પશ્ચિમમાં ગતિમાન થયા હતા, જેનું વાસ્તવિક કારણ અજ્ઞાત છે. આ લોકોની હિંમત અને પ્રવૃત્તિઓ મૂળમાં ઊંચાઈ ઉપર પહોંચવા કટિબદ્ધ હતી, જેની પ્રતીતિ યુરોપનો ઇતિહાસ આ લોકોએ જ સર્યો હતો તે ઉપરથી થાય છે.'
ક્રમશઃ આર્યોના માદરે વતનનો વિવાદ ભાષાવિજ્ઞાનીઓના હાથમાંથી સરકવા લાગ્યો; ખાસ તો જ્યારે સમાજમાનવશાસ્ત્રીઓ, મસ્તિષ્કવિઘાના નિષ્ણાતો, પ્રાગૈતિહાસવિદ્યાના અધ્યેતાઓ, ભૂસ્તરવેત્તાઓ અને અન્ય વિદ્વાનો આ મુદ્દા પર અન્વેષણવ્યસ્ત થવા માંડયા. આ બધામાં પ્રશંસાઈ પ્રદાન રહ્યું Virchow P. Broca, Rolleston, T. H. Huxley, Turnam, Davis, Grenwell, De Quatrepages and Topinard.??
ફેન્ચ સમાજમાનવશાસ્ત્રી ટોપિનાર્ડ એના ગ્રંથમાં આવી નોંધ કરી છે કે જો આર્યો મધ્ય એશિયામાંથી ઓક્સસ નદીના ઉપરવાસમાં થઈને આવ્યા હોય, તો તેમણે જરૂર પોતાની સાથે બીજું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org