SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 64 ડૉ. રસેશ જમીનદાર SAMBODHI સાધનોમાં અવરોધ ઊભો કરવો. આમાંથી બોધપાઠ લઈને આપણે વૈજ્ઞાનિક બુનિયાદની પ્રસ્થાપના કરવી જેથી વર્તમાને ઉપલબ્ધ બધાં સાધનોનો સારો વિનિયોગ રાજ્ય બને; અને તો જ અતિ પૂર્વકાલના ઈતિહાસનું સુયોગ્ય પુનર્ગઠન અને પુનસંસ્કરણ અસ્તિત્વ ધરાવતાં સાધનો અને દસ્તાવેજો તેમ જ કૂતરોના આધારે શક્ય બનો. આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું વિધાન આ સબળ ઉપકારક નીવડશેA theory must not contradict empirical facts. (સિદ્ધાન્તથી અનુભવજન્ય હકીક્તોનો ઇન્કાર થાય નહીં.) વૈદિક સંસ્કૃતિથી સરસ્વતી-સિંધુખીણ સંસ્કૃતિ અનુકાલીન છે, આર્ય નામની કોઈ જાતિવિશેષ હતી જ નહીં, આર્યોએ દ્રવિડોને દક્ષિણમાં ખસેડી મૂક્યાની બાબત કેવળ કાલ્પનિક છે અને આર્યોએ આક્રમણ કર્યું જ નથી-આ બધા મુદ્દાઓ આપણા તળપદા જ્ઞાપકીય સ્રોતથી પુરવાર થયા છે જે હકીક્તનો ઈન્કાર યુરોપીય સિદ્ધાન્ત કરી શક્યા સમર્થ નથી જ. વિડંબના એ વાતની છે કે આર્યજાતિનો અને તે સંદર્ભે આર્યઆક્રમણનો સિદ્ધાન્ત છેડયો યુરોપીય વિદ્વાનોએ અને છોડ્યો પણ તેમણે જ, પણ ગુલામી મનોદશાથી અમુક્ત રહેલા આપણે ભારતીયો-ખાસ તો નહેરૂપથી એતિહાસિકો અને એમને અનુસરતા પશ્ચિમી વિચારસરણીના ' ઉપભોક્તા ઈતિહાસલેખકો આ સિદ્ધાન્ત છોડવા તૈયાર નથી. હવે આપણે આર્ય નામની કોઈ પ્રજા હતી કે કેમ તે વિશે થોડીક નુક્તચીની કરીશું. આરંભમાં આપણે ‘આર્ય’ શબ્દને સાર્થ તપાસીશું. આપણી સાંસ્કૃતિક પરંપરામાં ‘આર્ય’ શબ્દ છેક ઋવેદના સમયથી પ્રચારમાં છે. ઋગ્રેદમાં આ શબ્દ લગભગ છત્રીસ વખત પ્રયોજાયો છે અને તે કેવળ માણસના સંદર્ભે જ નહીં પણ વાદળ વરસાદ પ્રકાશ સોમરસ ઇત્યાદિ સંદર્ભેય તેનો વિનિયોગ ધ્યાનાર્ડ રહેવો જોઈએ. આપણી પરંપરામાં “આર્યશબ્દ સ્વાતયોગ્ય, શ્રેષ્ઠ, સ્વામી, પૂજ્ય, ગુરુ, મિત્ર, નેતા, સન્માનીય વગેરે અર્થોમાં પ્રયોજાયેલો છે. અર્થાત્ આર્ય શબ્દ ગુણવાચક પ્રયોગમાં ઉપયોગાયો છે. કયાંય ક્યારેય તેનો વિનિયોગ જાતિવાચક રૂપમાં થયો નથી જ. હકીક્ત આર્ય શબ્દના પ્રસ્તુત અર્થો અઢારમી સદી સુધી વિશ્વસમસ્તમાં માન્ય હતા. હજી આજેય આ અર્થ આપણા દેશમાં સ્વીકૃત છે જ. જૈન અને બૌદ્ધ પરંપરામાંય આર્ય શબ્દ. પ્રસ્તુત અર્થમાં સ્વીકારાયેલો છે. બૌદ્ધ અને જૈન વાડગ્સયમાં વિશેષનામોની પૂર્વે પૂજ્ય કે આદરણીય જેવો ભાવ અભિવ્યક્ત કરવા આર્ય શબ્દ વિરોષણરૂપે પ્રયોજાયો છે. દા.ત. આર્ય કૌશિક, આર્ય રક્ષિતસૂરિ ઇત્યાદિ. બૌદ્ધ ધર્મમાં આઠ આર્યસત્યનો નિર્દેશ છે, જેમાં પણ આર્ય શબ્દ ગુણવાચક વિશેષણ તરીકે જોવો પ્રાપ્ત થાય છે. રામાયણ, મહાભારત અને અનુકાલીન સંસ્કૃત વાડ્મયમાં દર્શાવ્યા મુજબ પત્ની પોતાના પતિને ‘આર્ય” અથવા “આર્યપુત્ર’ જેવા શબ્દથી સંબોધે છે અને પતિ પણ પોતાની પત્નીને “આર્યા’ અથવા ‘આ’ વિશેષણથી સંબોધે છે. આ પ્રકારે સંબોધનનું સ્વરૂપ કેવળ ધાર્મિક સાહિત્ય પૂરતું સીમિત ન હતું પણ ઈશુની બારમી સદી પર્યન્ત, ઉત્તર ભારતમાં હિન્દુ શાસનની અવધિ પર્યન્ત, ચાલુ રહ્યું હતું. વ્યક્તિગત કેટલાંક નામોનું પૂર્વપદ ‘આર્ય’ હોવાનું વિરોષરૂપે સૂચિત થયેલું છે. દા.ત. આર્યભટ્ટ, આર્મેન્દ્ર, આર્યધ્વજ, આર્યકુલ, આર્યદેવ, આર્યમાન ઈત્યાદિ. મહાદેવી દુર્ગા “આર્યા થી ઓળખાવાઈ છે. સંસ્કૃતજ્ઞો એવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520774
Book TitleSambodhi 2001 Vol 24
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2001
Total Pages162
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy