________________
Vol. XXIV, 2001
યક્ષપ્રશ્ન આર્યોનો : ઐતિહાસિક વિશ્લેષણ
આથી એ સ્પષ્ટ થાય છે કે પશ્ચિમોત્તરથી દક્ષિણ અને દક્ષિણપૂર્વ તરફ આર્યોના વિસ્તારવાદના મુદ્દાને પોતાની રીતે ગોઠવી દેવા અને પ્રચારવા સારુ યુરોપીયોએ આપણા દેશના પૂર્વકાલીન લોકો અને સ્થળોને જાણીબુઝીને ખોટી રીતે ઓળખાવ્યાં છે જેથી આર્યોના યાતાયાતના વિચારના અનુમોદનમાં ભૂગોળ અને ઇતિહાસનાં આલેખન થઈ શકે. આર્ય-સંસ્કૃતિનો દક્ષિણ ભારતમાં વિસ્તાર થયો એવા ખોટા અર્થઘટન દ્વારા રામાયણનો અભ્યાસ કર્યો. હકીકતમાં રામે દક્ષિણમાં અને લંકામાં જે જોયું તે બીજું કંઈ નહીં પણ વૈદિક સંસકૃતિ હતી. રામાયણનો ઉત્તરકાંડ એટલે દક્ષિણ ભારતનો, ખાસ કરીને રાક્ષસ તરીકે ખ્યાત વહાણખેડુ લોકો વિરોનો અને સાંસ્કૃતિક માહિતીનો સુવર્ણ-ખજાનો છે. નર્મદા નદીને આપણે દક્ષિણી રાક્ષસો અને ઉત્તરના ઇક્વાકુ-ભરતો વિશે વિભાજન રેખા તરીકે જોઈ શકાય,
જ્યારે યદુઓને આ બંને જાતિઓ વચ્ચે મૂકી શકાય. રાક્ષસ નેતાઓ વારનવાર રસાતલમાં જતા રહેતા હતા, જ્યારે તેમને ભય જણાતો. આ રસાતળ વિસ્તાર એટલે સંભવતઃ ઇન્ડોનેશિયાનો કોઈ ભૂભાગ અથવા એશિયાનો કોઈ વરસાદી વિસ્તાર હોઈ શકે.'
સારનો સાર એટલો જ કે ઉત્તર અને ઉત્તરપશ્ચિમમાંથી આર્યોનો વિસ્તાર થયો એવો યુરોપીય વિદ્વાનોનો મત કાલ્પનિક ઠરે છે. હકીક્ત, ભારતના વિવિધ વિભાગોના લોકો અને વિચારોનું મુક્ત આદાનપ્રદાન કે આવનજાવનથી વિશેષ કશું વિચારવાની જરૂર નથી. પ્રસ્તુત મત આપણા દેશના ઇતિહાસના સર્વકાલમાં યુગેયુગે અસ્તિત્વમાં હતો અને છે. અને એમાં દરિયાપારની ભૂમિનો સમાવેશ સહજ રીતે થઈ શકે. હા, યુરોપીય આધિપત્ય દરમ્યાન આમાં અવરોધ આપણે જરૂર અનુભવ્યો. સ્વાભાવિક જ એમણે આપણાં ઇતિહાસ અને સંસ્કૃતિને યુરોપકેન્દ્રી ચરમાંથી અવલોક્યાં. અને આ જ ‘ઇતિહાસ’ હજી આજેય પશ્ચિમના ભારતીય વિદ્યાના વિદ્વાનો અનુસરે છે-સમજે છે અને તેને જ તેઓ બૌદ્ધિક અભિગમી ઇતિહાસ તરીકે અપનાવે છે. આવા બિનપાયાદર અને કાલ્પનિક તેમ જ તથાકથિત ઇતિહાસનાં ભ્રમિત આલેખનોમાંથી સવેળા મુક્ત થવા મિષે અને બુનિયાદી સાધનોના આધારે વાસ્તવિક નિરૂપણ વાતે ઇતિહાસનાં અધ્યયનમાં આપણે પૂર્વકાલીન ભારતમાં ઘણી સમસ્યાઓ અને ઘણા વિરોધાભાસના ખ્યાલોને નિર્મૂળ કરવા આપણાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં આલેખનો-અભ્યાસો-અન્વેષણો-અધ્યયનો સારુ દક્ષિણી મુદ્દાઓના સંદર્ભમાં પુનઃસંસ્કરણ અને પુનઃસ્થાપન કરવાં એ સમયનો તકાજો છે. આમ કરવાથી આર્યોનાં આગમન અને આક્રમણના સિદ્ધાન્તના સંદર્ભે વૈદિક અને સિંધુખીણ સંસ્કૃતિને આલેખતા ઇતિહાસના ગ્રહણમાંથી-વિચારમાંથી-સિદ્ધાન્તમાંથી સવેળા મુક્ત થઈ શકીશું. કહેવાનું તાત્પર્ય એ નથી કે વૈદિક સંસ્કૃતિના વિકાસમાંના મૂળમાં દક્ષિણ ભારતના યોગદાનને, પ્રવર્તમાન વિચારોને સ્થાને, મહત્ત્વ આપવું. પ્રસ્તુત વિવરણથી એટલું જ સૂચિત થાય છે કે દક્ષિણ ભારતની ભૂમિકા અને તેનો સંદર્ભ, જે કમનસિબે અવગણાયો હતો, મહત્ત્વનાં છે તે નજર અંદાજ કરવાની જરૂર નથી. એક બાબતે આપણે સતર્ક થવાની જરૂર છે અને તે છે: થોડાંક હજાર વર્ષો પૂર્વે થયેલાં આક્રમણો અને આગમનોના પરિપ્રેક્ષ્યમાં વૈદિક સંસ્કૃતિનાં ઉદ્દભવ અને વિકાસને સમજાવવાનો પ્રયાસ એટલે સાહિત્યિક અને વૈજ્ઞાનિક એવાં દુર્જય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org