________________
ડૉ. રસેશ જમીનદાર
SAMBODHI
પ્રવાહી બની અને તેથી આ વેરાન વિસ્તાર ફળદ્રુપ બન્યો અને વસવા-લાયક થયો. આ બે આવશ્યક ઘટનાઓએ પૂર્વકાલીન ભારત સાથે સંલગ્ન બે કલ્પિતકથાઓને પ્રવૃત્ત કરી મનુ સંબંધિત પુરની કથા અને ઈન્દ્ર-વૃત્ર ક્યા.
પારિસ્થિતિક પરિવર્તનોથી આપણા દેશના સાંસ્કૃતિક ઇતિહાસને અકલ્પનીય વળાંગ મળ્યો અને તેથી બે પારિસ્થિતિક પ્રજાજૂથો પરસ્પરના સંપર્કમાં આવ્યાં અને વેદના નિર્માણમાં સહયોગી બન્યાં. આ બે પ્રજાજુથો તે : (૧) ઉત્તરમાં નિવસતા આટવિકો અને શાસકીય કુટુંબો તથા દક્ષિણમાં, દરિયાકાંઠાના પ્રદેશોમાં વસતા અને દરિયાપારના ઋષિઓ અને કવિઓ. દાક્ષિણાત્ય લોકો પોતાની સાથે સામુદ્રિક
સ્મરણો અને અનુભવોનું ભાથું લઈ આવ્યા હતા. આ ઘટનાઓથી સમજાય છે કે સરસ્વતી નદીના વિસ્તારમાં નિર્માણ પામેલા ઋગ્રેદમાં શાથી મહાસાગરીય પ્રતીકો અને દરિયાઈ પ્રવૃત્તિઓનાં વર્ણનો આમેજ છે. ઉત્તરના શાસકો અને દક્ષિણના ઋષિઓ વચ્ચેની ભિન્નતા આ બંને પ્રજાજુથોના સામાજિક મિશ્રણથી ઝાંખી પડી ગઈ, કહો કે બે વિભિન્ન ભૌગોલિક વિસ્તારની પ્રજાઓના સમરસ થવાથી - એકરૂપ થવાથી (પશ્ચિમી વિદ્વાનોની પુરાકલ્પિત કથાઓ જમીનદોસ્ત થઈ ગઈ) અખંડ ભારતની સંસ્કૃતિનું પૂર્વકાલમાં નિર્માણ થયું અને જેનું પરિણામ આપણને જોવું પ્રાપ્ત થાય છે ઋગ્વદની રચનામાં. આથી ઋગ્યેદ નિર્દિષ્ટ વસિઝ (અને ભાઈ અગમ્ય) તથા ભૃગુ ઋષિઓનાં કુટુંબોને સામુદ્રિક પ્રવૃત્તિઓ સાથે ગાઢ સંબંધ હોય એમાં આશ્ચર્ય પામવા જેવું નથી, તેમ આ ઘટના કે વર્ણનો આકસ્મિક પણ નથી. આથી એ હકીકત ધ્યાનાર્હ બને છે કે દક્ષિણ અથવા આપણા દેશનો દ્વિપકલ્પીય વિસ્તાર અને સમુદ્રપારના પ્રદેશો વૈદિક લોકોથી અનભિજ્ઞા ન હતા; ખાસ તો ઋષિકુટુંબોને. પરંતુ આ હકીક્તોની ઘણી ખરી વીગતો કાં તો નજર અંદાજ થઈ છે, કાં તો તે સબબ ખોટાં અવલોકનો થયાં છે, જેથી બે સદી દરમિયાનનાં વિદ્વાનોનાં પશ્ચિમોત્તર સિદ્ધાન્તની (એટલે કે આર્યોના આક્યમણની બાબતની) રજૂઆતને બળ પ્રાપ્ત થયું. ખાસ તો, રાષ્ટ્રીયતાનો પારદર્શક અભિગમને વરેણ્ય સમજતા આપણા અધ્યેતાઓય (દા.ત. લોકમાન્ય અને સાવરકર) આ અભિગમી-વળગણમાંથી મુક્ત થઈ શક્યા ન હતા. વેદોના અભ્યાસ પરત્વે આથી મુખ્ય મુદ્દાઓ એ છે કે આપણે અન્વેષણ વખતે દક્ષિણ ભારતના અને દક્ષિણપૂર્વ એશિયાના વિસ્તારો પ્રત્યે વધુ ધ્યાન આપવું જોઈએ (-જે અત્યાર સુધી નથી અપાયું, બલકે આથી વિપરિત પશ્ચિમોત્તરના સિદ્ધાન્તને અપાયું છે). પ્રસ્તુત વિવરણથી હવે સ્પષ્ટ થાય છે કે આપણા રાષ્ટ્રનાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં આલેખનના અભિગમમાં આમૂલ પુનર્વિન્યાસ અને પુનર્વિચારણા એ સમયનો તકાજો છે."
વેદિક સંસ્કૃતિના વિકાસમાં અને વેદોના નિર્માણમાં આપણા દેશના દક્ષિણ વિસ્તારના લોકોના પ્રદાનને ગણતરીમાં લેવું એટલે કે સાહિત્યિક, ભાષાકીય, ઐતિહાસિક અને સાંસ્કૃતિક જેવા ઘણા મુદ્દાઓ વિરો પુનર્વિચાર કરવો. જે કવિઓ અને ઋષિઓ પોતાની સાથે સામુદ્રિક કલ્પનાઓ અને દરિયાઈ અનુભવો લઈ આવ્યા હતા, તેઓ ભાષાકીય તત્ત્વો અને આધ્યાત્મિક વિચારો નહીં લાવ્યા હોય એવું માનવાને કારણ નથી; જે બાબતો અને લક્ષણો-સાહિત્યિક અને ભાષાકીય-વેદોમાં નિહિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org