________________
Vol. XXIV, 2001
યક્ષપ્રશ્ન આર્યોનો : ઐતિહાસિક વિશ્લેષણ
61
માનવજાત પરત્વે પણ આવી જ માન્યતા, ખાસ તો આનુવંશિક પુરાવા અંગે, પ્રચારિત થયેલી છે. હાડપિંજરોનો અભ્યાસ સૂચિત કરે છે કે ભારતીય વસતી તદ્દન લાક્ષણિક છે એવો મત મનનસલા (Paul Kekai ઊર્ફે Manansala) અને કેનેડીએ દર્શાવ્યો છે. મુખ્ય બાબત તો એ છે કે આપણા દેશની વસતી ઘણી પૂર્વકાલીનતમ છે અને તેથી તેના ઉપર યુરેશિયાની વસતીની છાપ અંક્તિ થઈ હોવાની વાત ભ્રામક છે. પરન્તુ દક્ષિણપૂર્વ એશિયા અને ભારતીય વસતીની સરખામણી કરવાથી ચિત્ર કંઇક વિભિન્ન જણાય છે.
પૌલ કેકાઈ ઊર્ફે મનનસલાનો અભિપ્રાય આવો છે : વર્તમાન સમજણ, આનુવંશિક ચિત્રના આધારે, એવી છે કે આફ્રિકા એ સમગ્ર માનવજાતનું માદરે વતન છે, જે સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે. જ્યારે ભારતીયોનું સમગ્ર આનુવંશિક અભ્યાસચિત્ર એવું સૂચિત કરે છે કે જે ગાઢ રીતે દક્ષિણપૂર્વ એશિયાઈઓ સાથે લાખો વર્ષોથી સંબંધ ધરાવે છે. યુરોશિયા કે યુરોપ સાથેના આપણા આ પરત્વેના સંબંધને કોઈ વિજ્ઞાની આધાર પ્રાપ્ત થતો નથી. આથી એક બાબત હકીક્તરૂપ સાફ છે કે ભારતીયો ભારત દેશના પૂર્વકાલથી નિવાસી છે. એમ પણ કહી શકાય કે દક્ષિણપૂર્વ એશિયા અથવા બૃહદ્ ભારતના નિવાસી છે; અને કોઈ પણ સંજોગોમાં તે હમણાં સ્થળાંતરિત થયેલા લોકો નથી.૧૪
પ્રસ્તુત વિશ્લેષણથી એક હકીકત સૂચિત થાય છે કે વૈદિક સંસ્કૃતિના તાણાવાણાને સમજવા વાસ્તે એ ધ્યાનાર્હ બની રહેવું જોઈએ કે આપણે સ્પષ્ટ રીતે પશ્ચિમ અને પશ્ચિમોતર પૂર્વગ્રહિત બાબતોને નિર્મૂળ કરવી જોઈએ; કેમ કે આ પૂર્વગ્રહને કારણે જ બે સદી પર્યન્ત આપણાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં આલેખનને ભ્રામક પરિસ્થિતિમાંથી પસાર થવું પડયું. આ પરિસ્થિતિમાંથી મુક્ત થવાનો મુખ્ય અભિગમ એ છે કે વૈદિક સંસ્કૃતિની સામુદ્રિક ભૂમિકાને ઓળખવી જોઈશે, કહો કે સ્વીકારવી જોઈશે. આ સંદર્ભે એ ધ્યાનાર્હ રહેવું જોઈએ કે ઋગ્વેદ એ સંપૂર્ણપણે નિઃશંક ભારતીય વારસો છે. ઋગ્વેદમાં પ્રસંગોપાત્ સિધુ નદીની પેલી પારની ભૂમિ માટે જે નિર્દેશો આવે છે તે તો છે સમુદ્ર અને સામુદ્રિક પ્રવૃત્તિઓ અંગે. દા.ત. વહાણોની સલામતી અને વહાણવટીઓની સુરક્ષા માટેની પ્રાર્થનાના ઉલ્લેખ ઋગ્વેદમાં છે. આથી પણ સ્પષ્ટ સૂચિત થાય છે કે આપણાં સંસ્કરણો સંબંધો પશ્ચિમોત્તર કરતાં વિરોષતઃ દાક્ષિણીય છે. આ હકીકતના સ્વીકારથી પશ્ચિમોતરનો કે આર્યઆક્રમણનો બહુ ચર્ચિત સિદ્ધાન્ત નિર્મૂળ થાય છે; જેથી આપણા બૌદ્ધિક અભ્યાસને અવરોધતું પરિબળ પણ નિર્મૂળ થાય છે.
આ વિચાર સાથે સંલગ્નિત બીજો મુદ્દો એ છે કે વૈદિક સંસ્કૃતિ અને દક્ષિણ ભારતમાંથી થતી અવરજવર વચ્ચેની ક્ડી શોધી કાઢવી અને વિભિન્ન ભારતીય વિસ્તારોનાં પ્રજા અને વિચારોની લેવડદેવડનાં પરિણામો હાથવગાં કરવાં. અત્રે એ બાબતે થોડીક ચર્ચા પ્રસ્તુત કરી છે.
છેલ્લા હિમયુગના અંતને કારણે જે પારિસ્થિતિક પરિવર્તનો થયાં તેણે બે મહત્ત્વપૂર્ણ ઉત્ક્રાન્તિક બાબતો આપણને અવગત કરી : (૧) સામુદ્રિક સપાટી ઊંચે આવવાથી દરિયાકાંઠાના નિવાસીઓને, ખાસ કરીને સમુદ્રનાં પાણીમાં ગરકાવ થયેલા વિસ્તારોના લોકોને સલામત સ્થળે અને વિરોષતઃ ઉત્તર તરફ સ્થળાંતર કરવા મજબૂર કર્યા. (૨) ઉત્તરમાં બરફના ડુંગરો પીગળવાયી ઉત્તરીય સપાટ મેદાનોમાં નદીઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org