________________
60
ડૉ. રસેશ જમીનઠાર
SAMBODHI
છતાં નિરક્ષર એવા આર્યોનું સાહિત્ય વિપુલ પ્રમાણમાં સચવાયું છે, જ્યારે સાક્ષર હડપ્પાવાસીઓ, સાહિત્યિક ઓળખ કે નિશાની વિના, નાશ પામ્યા છે; કહો કે નારાવંત છે. (૩) જેમ જેમ સમયે સમયે તકનિકી સામગ્રી હાથવગી થતી ગઈ તેમ તેમ વિદ્વાનોની નજરે સિદ્ધાન્ત અને સામગ્રી વચ્ચે ગંભીર વિરોધભાસ ધ્યાનાર્હ બનતો ગયો. દા.ત. આનુવંશિક કે જનનશાસ્ત્રીય અભ્યાસોએ દર્શાવી આવ્યું કે ભારતીય વસતીમાં યુરીશિયા કે/અને યુરોપનાં ઉત્પત્તિ સંબંધિત લક્ષણોની ઉપસ્થિતિ નગણ્યથી અનસ્તિત્વ પ્રકારની (from negligible to non-existent) છે. ધ્યાનાર્હ બાબત તો એ છે કે પ્રસ્તુત અપ્રભાવી છાપ ઉત્તર અને દક્ષિણ ભારતની વસતીમાં એક સરખી રહી છે. પરિણામે આર્ય-દ્રવિડ વિભાજનના વિચારને જબરદસ્ત ધક્કો પહોંચ્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે સમગ્ર ભારતની વસતી આનુવંશિક પરિપ્રેક્ષ્યમાં એકરૂપ-એક સમાન હતી. (૪) વૈજ્ઞાનિક દષ્ટિએ અને ભૌગોલિક વિભિન્નતાને કારણે વધુ સ્વીકાર્ય સ્પષ્ટતા એ છે કે ભારતીયોમાં જે શારીરિક-દૈહિક ભિન્નતા જોવી પ્રાપ્ત થાય છે તે તો પર્યાવરણિક પરિસ્થિતિના સ્વીકારમાં છે. અને આવી વિભિન્નતા સદીઓ કે સહસ્રાબ્દીઓ દરમ્યાન નહીં, બલકે લાખો વર્ષો દરમ્યાન થતી હોય છે. (૫) આ ચર્ચાથી સૂચિત થાય છે કે ભારતીય વસતી ઘણી પૂર્વકાલીન છે અને નહીં કે તાજેતરનાં સ્થળાંતરો કે આક્રમણોનું પરિણામ છે. ૩
હવે આ બાબતે એક વિશિષ્ટ પરિમાણ હાથવગું થયું છે; ભારતીય ઇતિહાસના અધ્યનન-અભ્યાસઅન્વેષણથી. આથી એવું સૂચિત થાય છે મધ્ય એશિયા અથવા યુરોપ કરતાં પૂર્વ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયા સાથેના આપણા સંબંધો વધુ ગાઢ હતા, – વણથી સહસ્રાબ્દીઓથી. પ્રસ્તુત સંબંધોને આ વિસ્તારમાં, ત્રણ સઠી પર્યન્તના યુરોપીય સંસ્થાનવાદને કારણે, અવરોધ નડયો અને તે ય ખાસ તો યુરોપકેન્દ્રી કે યુરોપીય નજરે થયેલા (અને હમણાં સુધી થતા રહેલા) ઇતિહાસલેખનને કારણે અને ‘આર્યઆક્રમણનો સિદ્ધાન્ત' આવા આલેખનમાં કેન્દ્રવર્તી હતો.
છેલ્લાં થોડાં વર્ષોથી, ખાસ તો ભારતીય વિદ્વાનોએ, સંસ્થાનવાદી સમયનાં કેટલીક પૂર્વધારણાઓનું પુનર્નિરીક્ષણ શરૂ કર્યું છે; અગાઉ આપણે અવલોયું તેમ, આપણા દેશની ભૌતિક અને શારીરિક છાપને વિરોષ રૂપે અવલોકવા પરત્વે. આવો પ્રયાસ એવી પૂર્વધારણાથી થયો કે આપણા દેશનાં આબોહવા, વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ વિરોષ કરીને દક્ષિણપૂર્વ એશિયા સાથે પ્રગાઢ સંબંધ ધરાવે છે. આપણા દેશમાં ઢોરનું પાળવું અને દક્ષિણપૂર્વ એશિયામાં જંગલી ઢોરના પાળવા સાથેનું સામ્ય. આપણી અશ્વસૃષ્ટિ ખાસ નસ્લની છે જે શિવાલિક અશ્વસૃષ્ટિ સાથે સામ્ય ધરાવે છે. ખાસ તો ઋગ્વેદમાં ઉલ્લિખિત અશ્વ મધ્ય એશિયા અને યુરેશિયા કરતાં દક્ષિણપૂર્વ એશિયાના અશ્વ સાથે વિરોષ સામ્ય ધરાવે છે. ઋગ્વેદિક અશ્વને ચોત્રીસ પાંસળીઓ છે જ્યારે મધ્ય એશિયાઈ અશ્વને છત્રીસ. આથી વધુ વ્યાપક રીતે પ્રચારિત-પ્રસારિત માન્યતા એ હતી કે ભારતને અશ્વનો પરિચય ન હતો ત્યાં સુધી કે જ્યાં સુધી મધ્ય એશિયાથી અશ્વની આયાત કરવામાં આવી ન હતી. પણ આ માન્યતાને પુરવાર કરતો કોઈ ઠોસ પુરાવો અદ્યાપિ પ્રાપ્ત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org