________________
Vol. XXIV, 2001
યક્ષપ્રશ્ન આર્યોનો : ઐતિહાસિક વિશ્લેષણ અને જ્યારે આપણા આઝાદ દેશની પુરાવસ્તુવિઘા હજી ભાંખોડિયાં ભરી રહી હતી ત્યારે અંગ્રેજોએ આ સિદ્ધાન્ત પ્રચાર્યો અને કહો કે આપણા ઉપર ઠોકી બેસાડયો અને નહેરુશરણાર્થી ઇતિહાસલેખકોએ એને ગૌરવથી સ્વીકાર્યો અને પરંપરિત બનાવ્યો. કારણ શારીરવિજ્ઞાન, પરિસ્થિતિ વિજ્ઞાન અને અન્ય વિદ્યાક્ષેત્રોમાં અધિકૃત વિશ્વસનીય માહિતીનું કોઈ અસ્તિત્વ જ ન હતું, બલકે કહો કે વાસ્તવિક દષ્ટિએ અનસ્તિત્વ હતું. અંગ્રેજોએ, બલકે યુરોપીયોએ સંસ્કૃત ભાષાની શોધ કરીને અને યુરોપીય ભાષાઓ સાથે તેનો ગાઢ સંબંધ નિર્દેશીને એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું કે અધ્યેતાઓ વાતે તુલનાત્મક ભાષાવિજ્ઞાનના વિશિષ્ટ ક્ષેત્રથી બહાર જવું લગભગ અશક્ય હતું. આને કારણે એમણે એવી પરિકલ્પના કે ઉપધારણા (પ્રમાણ વિના) તરફ પ્રેર્યા કે આઘ ભારોપીય માટે એક સામાન્ય પૈતૃક (આનુવંશિક) ભાષા છે અને સામાન્ય પૈતૃક માદરે વતન છે, જેને તેઓ આર્યોનું મૂળ વતન કહે છે. હવે તેને ભારોપીય માદરેવતન કહે છે.
એમણે વ્યવસ્થિત રીતે એવો પ્રચાર કર્યો કે આર્ય-આક્રમકો ભારતમાં દાખલ થયા અને સ્થાનિક લોકોને પરાધીન ર્યા, તેમ જ પોતાની ભાષા પરાજિતો ઉપર ઠોકી બેસાડી અને અંગ્રેજી સંસ્કૃતિ આપણા ઉપર લાદી દીધી. એમણે એવોય પ્રચાર કર્યો કે ભારતના મૂળ વતની દ્રવિડો હતા; જેઓને આક્રમક આર્યોએ દક્ષિણ ભારતમાં ધકેલી મૂક્યા. અને ઋગ્વદને આ ભૂમિકા સંદર્ભે અર્થઘટિત કરાયો.
વીસમી સદીના પ્રારંભિક દાયકાઓ દરમ્યાન પુરાવસ્તુકીય ઉત્પનનોને કારણે કેટલિક મહત્ત્વની સામગ્રી હાથવગી થઈ, ખાસ કરીને સિધુખીણ સંસ્કૃતિ અન્વયે. આથી સ્વાભાવિક જ આર્યોના આક્રમણ અંગેના અગાઉના સિદ્ધાન્ત પરત્વે હાથવગી થયેલી પુરાવસ્તુકીય સામગ્રી બંધ બેસતી કરવાના પ્રયાસો થયા અને જે અદ્યાપિ થઈ રહ્યા છે. આ પ્રયાસોથી એવું સૂચવાયું કે સિંધુખીણ સંસ્કૃતિ દ્રવિડી હતી અને તેનો નાશ આક્રમક આર્યોએ કર્યો હતો. આ બાબતથી કાયમી ધોરણે સિંધુખીણની પુરાવસ્તુવિદ્યા અને વૈદિક સાહિત્યવિધા વચ્ચે વિભાજન રેખા અંક્તિ થઈ ગઈ.
પરન્તુ પ્રસ્તુત પ્રયાસો પરત્વે વિવાદ-વિરોધનો જુવાળ આપણા રાષ્ટ્રવાદી અને ભારતીય પરંપરા અને સાધનોના અભ્યાસી અધ્યેતાઓ તરફથી ઊઠયો અને અંગ્રેજી પ્રચારમાં સંખ્યાધિક ગંભીર ક્ષતિઓ જોવી પ્રાપ્ત થઈ : (૧) વિશ્વ સમસ્તની પૂર્વકાલીન સમૃદ્ધ એવી ભૌતિક સંસ્કૃતિના સર્જકો એવા હડપ્પાવાસીઓ પાસે પોતાનું કહી શકાય તેવું કોઈ સાહિત્ય નથી-ન હતું અને પૂર્વકાલીન વિશ્વના મહાન વિખ્યાત સાહિત્યના-કહીશું કે વેદ સાહિત્યના-નિર્માતા પાસે (અંગ્રેજીની દષ્ટિએ વૈદિક આર્યો પાસે) કોઈ સમ ખાવા પૂરતી પુરાવસ્તુકીય સામગ્રી નથી-ન હતી, પુરાવસ્તુઓનું અસ્તિત્વ જ ન હતું. (૨) આ બાબત વિશેષ મૂઝવણયુક્ત બની, વિશેષ તો ત્યારે, જ્યારે આપણે અવેષિત અભિપ્રાય આપ્યો કે હડપ્પાવાસીઓ પાસે લખાણવિદ્યા-લેખનવિદ્યા અને આલેખનવિઘા હસ્તગત હતી તેમ જ જ્યારે વૈદિક આર્યો નિરક્ષર હતા અને તેઓ ખાસ વાણીગત પરંપરા ઉપર અવલંબિત હતા,-ખાસ તો પોતાના સાહિત્યને સુરક્ષિત રાખવા. આપણી આવી વાણીગત પરંપરા જ્ઞાનવિદ્યા તરીકે સમૃદ્ધ અને સજ્જ હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org