________________
ડૉ. રસેશ જમીનદાર
SAMBODHI નદીનો નિર્દેશ સંખ્યાધિક છે; જ્યારે ગંગા નદીનો ઉલ્લેખ ઋગ્વદની અંતિમ ઋચાઓમાં જોવો પ્રાપ્ત થાય છે. ઋગ્રેદમાં યુદ્ધનો કોઈ ઉલ્લેખ જ નથી કે નથી ઋગ્વદીય પ્રજાના માદરે વતનનો. નદીઓનાં પાણીને સૂકવી દેતા અગ્નિદેવનો ઉલ્લેખ છે. ઉપરાંત નિર્માણાત્મક ઊથલપાથલનો નિર્દેશ છે જેને વાસ્તે સરસ્વતી નદીને, તે લુપ્ત થઈ તે પૂર્વે, ઘણીવાર પ્રવાહ બદલવો પડ્યો છે. પરિણામે બદલાયેલા પ્રવાહથી સુકાયેલી નંદીતળની જમીને અને ત્યજાયેલાં-વેરાન થયેલાં નગરોની વીગતો જોવા મળે છે. ઉપલબ્ધ સાધનોથી જાણી શકાયું છે કે ઈસ્વી પૂર્વ ૧૯૦૦ પહેલાં પૂર્વ દિશા તરફ, મૂળ નગરો વસવાટ લાયક રહ્યાં નહીં હોવાથી, સ્થળાંતર થવા માંડેલું. વૈદિક સાહિત્યના અભ્યાસ અને અનુપાન સ્પષ્ટતઃ સૂચિત કરે છે કે વૈદિક આર્યો નિર્માતા હતા, વિધ્વંશક ન હતા. આથી આર્યોએ હડપ્પા સંસ્કૃતિનો નાશ કર્યો હોવાની બાબત ભ્રામક પુરવાર થઈ. વેદ સાહિત્યનાં અધ્યનનથી સ્પષ્ટ થાય છે કે તત્કાલીન આપણાં સંસ્કૃતિ અને અધ્યાત્મ અભ્યદયી હતાં; અને આદિમ કે પ્રારંભિક સંસ્કૃતિનાં ઘાતક ન હતાં. અશ્વપીઠ ઉપર આરૂઢ થઈને ભારતીય સંસ્કૃતિની નવાજેશ થઈ શકે નહીં. વેદકાલીને પ્રજા ખગોળવિદ્યામાં પ્રવીણ હતી, તે ગણિતજ્ઞ હતી અને દરિયાખેડૂ હતી. હકીકતે ધાર્મિક આધ્યાત્મિક અને તત્ત્વીય વિચારો આપણે ત્યાં ઉદ્દભવ્યા, સ્થિર થયા અને અનુકલમાં ગ્રીસ અને ભૂમધ્ય સમુદ્રના પ્રદેશોમાં નિકાસ પામ્યા. આથી વિપરિત કશું થયું નથી, કોઈ ઘટના ઘટી નથી. આપણે એમ ચોક્કસ કહી શકીએ કે વેદપરંપરામાં વિજ્ઞાન અને ધર્મ સંગત જ હતાં, પરસ્પર સંલગ્નિત હતાં; અને ખાસ તો તે બંને એકરૂમ-સમરૂપતરૂપ હતાં કેમકે બંનેનું ધ્યેય સત્યને પામવાનું રહ્યું છે.'
આમ, વૈદિક આર્યો અને સિંધુખીણ સંસ્કૃતિ વચ્ચેના ઐતિહાસિક-સાંસ્કૃતિક સંબંધો મિષે સક્રિય સંવાદ-વિવાદ થતા રહ્યા. મુખ્યત્વે આ વિવાદ આર્યોના માદરે વતન પરત્વે કેન્દ્રિત થયેલો. શું તેઓ ભારતના વતની હતા કે પછી ઈસ્વી પૂર્વની બીજી સહસ્રાબ્દી દરમ્યાન પશ્ચિમોત્તર સરહદેથી આક્રમણકારો તરીકે તેઓ ભારત આવ્યા હતા?
ઓગણીસમી સદીના મધ્યાંતરેથી પ્રારંભીને કે બ્રિટિશોએ સમગ્ર ભારત ઉપર પોતાનો પ્રભાવ પ્રસ્થાપિત ર્યો ત્યારથી કાં તો મધ્ય એશિયાના કોઈ વિસ્તારમાંથી કે યુરેશિયા કે યુરોપથી આવેલા આક્રમકોએ વેદો અને સંસ્કૃત ભાષાના પૂર્વજોને સાથે લેતા આવ્યા હતા એવી અધિક્ત (પણ હવે કહેવાતી) સ્થિતિ પ્રવર્તમાન બની. આ છે વિખ્યાત આર્ય આક્રમણનો સિદ્ધાન્ત જે વર્તમાને વિવાદના વમળના કેન્દ્રસ્થાને રહ્યો છે.
આપણે જાણીએ છીએ કે ઇતિહાસનું આલેખન વિશેષ તો વ્યક્તિનિ-વ્યક્તિ અભિગમી જ થાય છે, વસ્તુનિ કે વસ્તુ-અભિગમી નહીંવત્ આપણો એમ અનુભવ છે કે પ્રત્યેક યુગ કે અને પ્રત્યેક પ્રદેશ કે અને પ્રત્યેક સમાજ ઇતિહાસને પોતાની માન્યતાનુસાર કે અનુભૂતિ મુજબ અવલોકે છે. આથી સ્વાભાવિક છે કે સંસ્થાનવાદી સમય દરમ્યાન “આર્ય-આક્રમણનો સિદ્ધાન્ત’ યુરોપકેન્દ્રી પૂર્વગ્રહોથી યુક્ત રહ્યો; પણ સ્વાતંત્ર્યોત્તરની અડધી સદી દરમ્યાનેય આપણા પ્રજાસત્તાક રાષ્ટ્રના કહેવાતા રાષ્ટ્રપ્રેમીઓય એ જ પૂર્વગ્રહોથી મુક્ત થવાને સ્થાને સંલગ્નિત કે યુક્ત રહ્યા. આપણી આ કમનસિબી નહેરુપથી ઇતિહાસલેખકોએ નહેરુવંરીય સત્તા દરમ્યાન આપણને વારસામાં આપી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org