________________
S
Vol. XXIV, 2001
યક્ષપ્રશ્ન આર્યોનો એતિહાસિક વિશ્લેષણ આર્યોનાં આક્રમણના સિદ્ધાન્તને પડકારતાં શ્રી અરવિંદ પ્રથમ ભારતીય વિદ્વાન હતા. તેમના મત મુજબ : સુસંસ્કૃત લોકો, મહાન નગરોના સ્થપતિઓ, વિસ્તૃત વેપારના મહાજનો અને માનસિકવૈચારિક-આધ્યાત્મિક સંસ્કારોથી સજજ એવી પ્રજાથી યુક્ત કે નિવાસિત વિશાળ દ્વીપકલ્પમાં દાખલ થઈને અલ્પ-સંખ્યક બર્બરો કેવી રીતે અને કઈ તાકાતથી પોતાની ભાષા, ધાર્મિક આદેશો અને વર્તનવલણો આપણા ઉપર લાદી શકે? આવો ચમત્કાર ત્યારે જ શક્ય બને જ્યારે આક્રમકો શ્રેષ્ઠ સંચાલિત ભાષા, સર્જક-મનથી યુક્ત મહાન પરિબળ અને વિરોષ ગતિશીલ ધાર્મિક સ્વરૂપ અને તત્ત્વજ્ઞાનથી સુસજ્જ હોય. ઈતિ. (ઈડિયાઝ રીબઈ, ૧૯૯૭, પૃ. ૧૦૪)
આવી વૈચારિક અભિવ્યક્તિ ડેવિડ ફોલે(બીન વામદેવ શાસ્ત્રી)એ પ્રસ્તુત કરી છે : ગોપાલક આક્રમકો કે ગ્રામીણ આક્રમકોનાં નાનાં જૂથો આપણા જેવા ઉપખંડીય દેશની ભાષાનું પરિવર્તન કેવી રીતે કરી શકે? આ એવો દેશ જેણે પોતાની કહી રોકાય એવી સંસ્કૃતિનું સર્જન કર્યું છે એવા દેશની પ્રજા ઉપર કેવી રીતે આ ગોપાલકો-ભરવાડો પોતાનાં સંસ્કૃતિ, સામાજિક પદ્ધતિ લાદી શકે? આ પ્રશ્નો ખસૂસ દુર્ઘટ કે વિષમ છે અને સાચે જ અસંગત કે અર્થહીન છે. ઇતિ. (ધ મીથ ઓર્ આર્યન ઈન્વેઝન ઑડિયા, ૧૯૯૪, પૃ. ૨૧-૨૨). આર્યો ભારતીય જ છે એ વિશે ફોલેના વિચારો આમ છે અદ્યાપિ, પૂર્વકાલીન ભારતમાં એવી કોઈ સંસ્કૃતિ નથી જેને આપણે આક્રમક આર્યોની સંસ્કૃતિ તરીકે ઓળખાવી શકીએ. આક્રમક આર્યોની કહી શકાય કે એમની છે એવી ઓળખ આપી શકાય એવા કોઈ ખાસ ભગ્નાવશો કે સ્મશાનઘાટ કે કૃષિવિષયક પદ્ધતિઓ કે માટીકામની રચના કે એવી કોઈ પણ પ્રકારનાં કોઈપણ સાધનો કે પુરાવરોષો અદ્યાપિ આપણને હાથવગાં થયાં નથી જ. એમણે એવા કોઈ સંદેશા કે સ્મૃતિચિન કે ઝલક આપણે ત્યાં મૂકી ગયા નથી કે છોડી ગયા નથી જેનો સંબંધ મધ્ય એશિયાની ભૂમિ સાથે સાંકળી શકીએ. જે કોઈ પ્રકારના વિચારો દર્શાવ્યા છે તે સમય સામે ટકી શક્યા નથી. આપેંતરોથી આર્યોની ભિન્નતા દર્શાવી શકાય એવાં કહેવાતાં સાંસ્કૃતિક-ધાર્મિક-વસ્તીગત પ્રમાણોનું અસ્તિત્વ નથી. ઇતિ. (એજન, પૃ. ૧૦-૧૧) ઋગ્વદમાં કોઈ જગ્યાએ આર્યો વિદેશી હતા એવો એક પણ ઉલ્લેખ નથી. જો તેઓ સાચે જ વિદેશી હોત તો તેઓ તેમના માદરે વતનને ભૂલ્યા ના હોત. સ્થળાંતર વિશેય ઋવેદમાં કોઈ નિર્દેશ નથી. હકીક્ત જે ઉલ્લેખ છે તે તો વસાહતી એવા સ્થિર-સ્થાયી લોકોનો, વ્યવસ્થિત સમાજરચનાનો અને પૂર્ણ વિકસિત સભ્યતાનો છે. ઋગ્યેઠ એ આર્યઋષિઓનું સર્જન છે જે સ્પષ્ટતા દર્શાવે છે કે આર્યો ભારતના વતની છે.
આર્યોનાં આક્રમણનો સમય, મેક્સ મુલરના વિચારોને અનુમોદીને, ઈસ્વી પૂર્વ ૧૫૦૦ થી ૧૨૦૦નો દર્શાવાયો છે અને તે અનુસંધાને ઋગ્યેકની રચના ઈસ્વી પૂર્વે ૧૨૦૦ આસપાસ થઈ એવું એમણે જડબેસલાક સાબિત કર્યું પણ પુરાવસ્તુકીય સાધનોના પરિપ્રેક્ષ્યમાં હડપ્પા અને મોહેન્જોદડોની સંસ્કૃતિના પ્રસ્થાપિત સમય-ઉપલી મર્યાદા ઈસ્વીપૂર્વે ૩૧૦૦ આસપાસ અને નીચલી મર્યાદા ઈસ્વી પૂર્વ ૧૮૦૦ આસપાસ-સાથે બંધ બેસતો નથી. વિશ્વની સંહિતાઓમાં (hymnodies) ઋદ પૂર્વકાલીનતમ સંહિતા છે અને તેનો રચનાકાલ પ્રાક-હડપ્પીય હોવાનું પુરવાર થયું છે. ઋગ્વદમાં લુપ્ત થયેલી સરસ્વતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org