________________
56.
ડૉ. રસેશ જમીનદાર
SAMBODHI ‘આર્યજાતિ’ની કથાને સર્જવામાં સહકારી કાર્ય કરેલું અને આપણી બહુમુખી વિભિન્ન સંસ્થાઓનું જાતીય દષ્ટિએ અર્થઘટન કર્યું હતું. પરંતુ બીજા વિશ્વયુદ્ધનાં પરિણામોએ યુરોપીયોએ બહુ ચગાવેલો આર્યજાતિ’નો મુદ્દો પરિણામની અરેણ ઉપર મૂકાયો, કહો કે ચર્ચાની-તપાસની-અન્વેષણની એરણ ઉપર આવી પડયો. કહેવાનું એટલું જ કે “આર્ય જાતિ’ના કહેવાતા સિદ્ધાન્તની સત્યાસત્યતાને તપાસવાની-ફંફોસવાની પ્રક્રિયા પ્રારંભાઈ, જેની ચર્ચા કરીએ તે પૂર્વે આર્યો ભારતવાસી હતા તે મુદ્દા પરત્વેની ચર્ચાનાં વિવિધ પાસાંઓની સરતપાસ કરીશું.
યુરોપીય વિદ્વાનો, બ્રિટિશ રાજર્તાઓ અને ખ્રિસ્તી ઉપદેશકોએ ‘આર્ય આક્રમણ’નો મુદ્દો, અલબત્ત સહેતુક સાંસ્કૃતિક લુચ્ચાઈથી અને જૂઠા પ્રચારથી, વૈશ્વિક વિચારણા વાતે વહેતો મૂક્યો તે પહેલાં આપણા દેશ ઉપરના આર્યોનાં આક્રમણ વિરો કોઈએ કશું સાંભળ્યું ન હતું કે વિચાર્યું નહતું. અરે, ખુદ યુરોપમાં
ઓગણીસમી સદી પૂર્વે આ પ્રશ્ન વિશે કોઈને વિચાર સુદ્ધાં આવ્યો ન હતો. પૂર્વકાલના આપણા સંસ્કૃત સાહિત્યમાં કે પ્રાદેશિક સાહિત્યમાં પણ આ મુદ્દા પરત્વે કોઈ નિર્દેશ કે અણસાર સરખોય જોવો પ્રાપ્ત થતો નથી. આ બાબતે શ્રી અરવિંદનું વિધાન અત્રે ધ્યાનાર્હ બની રહેશે : આપણાં પૂર્વકાલીન સાહિત્યમાં આર્યોનાં આક્રમણ વિશે કોઈ નિર્દેશ નથી તેમ જ આર્યો અને દ્રવિડો વચ્ચે કોઈ તફાવત નથી. કદાચ જો હોય તો તે કેવળ સાંસ્કૃતિક કે વૈચારિક છે. ઇતિ. (ધ વેઠ, ૧૯૦૪, પૃ. ૩૦) રાધાકુમુદ મુખર્જી આ જ મતલબનું વિધાન કરે છે ભારતીય પરંપરા, ભારત બહારથી કે પશ્ચિમોત્તર દિશાએથી, ભારત ઉપરના આર્યોનાં આક્રમણ વિશે કશું જાણતી નથી, કે પછી પશ્ચિમમાંથી પૂર્વ તરફના આર્યોના ગમન વિશે પણ કશું જાણતી નથી. આપણી પરંપરા જે જાણે છે તે છે આપણા દેશમાંથી ઉત્તર પશ્ચિમ દિશાએથી દ્રશ્યના ગમન વિશે. (હિન્દુ સિવિલિઝેશન, ૧૯૭૦, પૃ. ૧૫૨).
પ્રશ્ન એ છે કે ઉપખંડીય સ્વરૂપ ધરાવતા આપણા દેશ ઉપર કહેવાતાં થયેલાં આર્યોનાં આક્રમણ વિશે કે વિજેતા આર્યો વિરો કે વિજીત લોક વિશે કેમ કોઈ દસ્તાવેજી પુરાવો કે પુરાવકોષીય સામગ્રી સચવાઈ ના હોય તે બાબત શકય જ નથી. તો એ પણ શક્ય નથી કે સમગ્ર ભારતીય પરંપરાની સ્મૃતિમાંથી એનો લોપ થયો હોય.
હિન્દુ શાસ્ત્રો અનુસાર સત્યયુગમાં જ્યારે સંસારનું-સમષ્ટિનું સર્જન થયું ત્યારે બ્રહ્મા, મનુ, સ્વયંભૂ અને સસઋષિ સહુ પ્રથમ નિવાસી હતા. તેઓ પાસે આશ્ચર્યકારક દેવીરાક્તિ હતી અને તેઓ સહુ દેવના નામાભિધાનથી ખ્યાત છે. તે પછી એકવીસ પ્રજાપતિ જમ્યા જેમાં શ્યપ પરમ મહત્ત્વ ધરાવે છે. દિતિથી
જ્યપના વારસો અસુરો અથવા દેત્યોથી ઓળખાયાત્યારે અસુરો દેત્યો દાનવો રાક્ષસો પિશાચો ગાંધર્વો વગેરે પ્રમુખ જાતિઓ હતી, જે કોઈ રીતે આસુરી તત્ત્વોથી સંલગ્ન ન હતી. હકીક્ત, આ બધી જાતિઓ લરકરી તાકાત, બુદ્ધિ અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતી હતી (૫. ભગવતદત્ત, હિસ્ટરી ઓ વૈદિક લિટરેચર, પુ.૧, ૧૯૭૮, પૃ. ૪૮-૫૧). મનુ સ્વયંભૂ માનવજાતિનો પ્રથમ રાજા અને કુલ-પુરુષ હતો અને તેમણે સાત ઋષિઓને સાત ખંડો ઉપર રાસન કરવા નીમ્યા હતા તેવી આપણી પરંપરાથી આપણે અજ્ઞાત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org