________________
Vol. XXIV, 2001 યક્ષપ્રશ્ન આયનો : ઐતિહાસિક વિશ્લેષણ
55 અમલ થશે તો ત્રીસ વર્ષ પછી બંગાળમાં (કેમ કે અંગ્રેજોને પહેલપ્રથમ રાજકીય સફળતા બંગાળમાં હાંસલ થયેલી અને ભારતમાંની તેમની રાજસત્તાના પ્રારંભનો બંગાળ પ્રારંભિક પ્રદેશ હતો) ઉચ્ચ વર્ગનો કોઈપણ માણસ મૂર્તિપૂજક હશે નહીં. એવું પણ એનું માનવું હતું કે આ નીતિના કારણે ભારતમાં ‘કાળા અંગ્રેજો' (એટલે કે અંગ્રેજી ભાષામાં તૈયાર થયેલા ભારતીય ગુલામો) તૈયાર થશે. ૧૮૫૪ મેકોલે મેક્સ મુલરને મળ્યો અને વૈદિક ધર્મ પરત્વે હિન્દવાસીઓની માન્યતાઓનો છેદ ઉડે એ રીતે ઋદનું ભાષાંતર કરવા સૂચવ્યું. મેક્સ મુલરે એની પત્નીને લખેલા પત્રમાં આ બાબત ખૂલ્લી થાય છે : વેદ પ્રત્યેની હિન્દુઓની લાગણી મારા અનુવાદથી નિર્મળ થઈ જશે એમાં શંકા નથી. ઈતિ. આમાંય મુલરનો ખ્રિસ્તી અભિગમ સ્પષ્ટ ડોકાય છે.”
મેક્સ મુલર જર્મન હતો. ૧૮૭૧માં ફ્રાન્સના આધિપત્ય હેઠળ સંયુક્ત જર્મની સ્વતંત્ર થયું. ફ્રાન્સ અને જર્મનીના સંઘર્ષ દરમ્યાન જર્મનોએ ફ્રાન્સની રાજધાની પેરિસમાંનાં સઘળાં સંગ્રહાલયો અને શિક્ષણકેન્દ્રોનો વિનાશ કર્યો હતો. ફ્રાન્સમાંનાં કોલસાનાં કેટલાંક કેન્દ્રો પણ જર્મનોએ કબજે ક્યાં હતાં. ફાન્સનાં વિશ્વવિદ્યાલયોનુંય જર્મનીકરણ કરવામાં આવેલું. આ કારણે મેક્સ મુલરના ઘણા ફ્રેન્ચ મિત્રો નારાજ થયેલા અને મેકસના જાતિવાદના મતનો સહારો લઈ બધી યુરોપીય પ્રજાઓ પોતાના વાસ્તે ‘આર્ય’ શબ્દ પ્રયોજવા ઉત્સુક બન્યા, જેમાં જર્મનો અગ્રેસર હતા. આથી જર્મનોની વિનાશક અને વિઘાતક પ્રવૃત્તિઓનો અનુભવ પામી ચૂકેલા ફ્રેન્ચ વિદ્વાનોએ મેક્સ મુલરની ટીકા કરવી શરૂ કરી અને એવો વિચાર વહેતો કર્યો કે જંગલીની જેમ વર્તતા જર્મનોને ‘આર્ય’ કેવી રીતે કહી શકાય ?'' - મેક્સ મુલરના ફ્રેન્ચમિત્રોના જર્મનો વિશેના પ્રસ્તુત મતના પ્રચારથી તે દુખી થયો અને મુલરપ્રસ્થાપિત ‘આર્ય જાતિના પોતાના સિદ્ધાન્ત પરત્વે ગુલાંટ ખાધી અને ‘આર્ય' શબ્દનો જાતિ તરીકેનો પોતે પ્રચારેલો મતનો પ્રચાર બંધ ર્યો અને ‘આર્ય’ શબ્દનો ભાષા પૂરતો મર્યાદિત અર્થ ચાલુ રાખ્યો. આ કામ તેણે રોષ જીવનના ત્રણ દાયકા સુધી કર્યું. મેક્સની આ ગુલાંટબાજીમાં આપણા પ્રત્યે કોઈ પ્રેમભાવ ઊભરાતો ન હતો કે એમાં કોઈ વિજ્ઞાની અભિગમ જોવો પ્રાપ્ત થતો નથી કે હાથ લાગેલા કોઈ અધિકૃત પુરાવાને કારણે એણે આમ ક્યું તેવું પણ નથી. બલકે એના પ્રસ્તુત પરિવર્તિત વલણમાં કેવળ અપમાનની આગ સળગતી હતી, ફેન્ચો પરત્વેની વેરભાવના છલકાતી હતી. જો કે મેક્સ મુલર સિવાયની બધી જર્મનપ્રજા તો સ્વયમને ‘આર્ય જાતિ’ના જ ગણતી હતી. હિટલરના શાસનકાળ દરમ્યાન જર્મનો ગર્વથી પોતાને આર્ય કહેવડાવતા હતા, એટલું જ નહીં યુરોપની અન્ય પ્રજાઓથી જર્મનો શ્રેષ્ઠ હોવાના અભિમાનથી પ્રેરાઈને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મનોએ યહૂદીઓની કતલ કરાવી. સાર એટલો જ કે ભારતીય સાહિત્યમાંથી યુરોપીયોએ ‘આર્ય’ શબ્દ ઊઠાવ્યો હતો અને તેમાં જર્મનનોને વધુ હિસ્સો અંકે કરવો હતો. પરિણામ એ આવ્યું કે બીજા વિશ્વયુદ્ધમાં યુરોપીયોનો વિનાશ થયો.
આપણાં સંગૃહીત દફતરોનું સૂક્ષ્મ અવેષિત અધ્યયન એવું સ્પષ્ટ સૂચિત કરે છે કે ખ્રિસ્તી ઉપદેશકો, - યુરોપીય વિદ્વાનો અને અંગ્રેજ વહીવટદારો- આ બધાએ આપણા દેશોમાં ખભેખભા મીલાવીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org