________________
ડૉ. રસેશ જમીનદાર
SAMBODHI ભગવાન ઉત્તરના છે. (૧૦) દક્ષિણીઓની ખાવાની પદ્ધતિની ઉત્તર ભારતના લોકો મરકરી કરે છે. (૧૧) દક્ષિણ ભારતના લોકો હિન્દી ભાષાને ધિક્કારે છે.”
આ પ્રશ્નો અને પરિપ્રેક્ષ્ય હકીક્ત નથી પણ અંગ્રેજોએ આપણને વિરાસતમાં આપેલી ભ્રામક દેણગી છે; અને જે સંપૂર્ણ કાલ્પનિક છે તથા તે ઓગણીસમી સદીની નિપજ છે. તે પૂર્વે આ પ્રશ્નો અને પરિપ્રેક્ષ્યનું કોઈ અસ્તિત્વ ન હતાં.
આર્યોનું માદરે વતન ભારત બહાર છે અને તેઓ ત્યાંથી યુરોપ ગયા અને વાયવ્ય સરહદેથી ભારતમાં પ્રવેશી પંજાબમાં સ્થિર થયા. ભારત સિવાય આર્યોની કોઈ શાખા પાસે વૈદિક સાહિત્ય નથી એવું સમજીને અને આર્યજાતિનો અને આર્ય-આક્રમણનો સિદ્ધાન્ત નબળો પડે નહીં તે સારુ યુરોપીયોએ એવો પ્રચાર (અલબત્ત ભ્રામક) ર્યો કે આર્યોની જે શાખા ભારત પહોંચી તેમણે અનુકલમાં વેદના ગ્રંથોનું નિર્માણ કર્યું હતું, કેમ કે આર્યો અસલમાં અસંસ્કારી હતા અને સંસ્કારી થવામાં એમને થોડો. સમય લાગ્યો હતો. આ સમયગાળો ભારતમાં આર્યોનું આક્રમિત આગમન અને વેદોની રચનાની સમયાવધિ તરીકે સ્વીકારી લીધો.
ફેડરિક મેક્સ મ્યુલર (૧૮૨૩ થી ૧૯૦૦; જન્મ જર્મન પણ વિખ્યાત બ્રિટિશ ભાષાવિદ્ અને કલ્પિત શાસ્ત્રજ્ઞ) આ સમયગાળો ૩૦૦ વર્ષનો નિર્ણિત કર્યો અને ઋગ્વદનો રચનાસમય એણે ઈસ્વીપૂર્વ ૧૨૦૦નો દર્શાવી આર્યોના આક્રમણનો સમય ઈસ્વીપૂર્વ ૧૫૦૦નો નિર્ણિત કર્યો. આમ એક અટકાળ આધારિત પરિકલ્પનાથી બીજી પરિકલ્પનાને ટેકો આપવો અને તે બંનેના આધારે ત્રીજી પરિકલ્પનાને ટેકો આપવો અને આમ વિજ્ઞાની કે જ્ઞાપકીય આધાર વિના અટકળોનું આકાશ વિસ્તરતું ગયું. આમ, મેક્સ મ્યુલરે પ્રસ્થાપિત કરેલા ઋગ્વદના સમયનિર્ણયને પાયાની બાબત તરીકે (હકીક્ત તો કેવી રીતે કહેવાય) સ્વીકારી અને પ્રતિપાદિત કર્યું કે ઈસ્વીપૂર્વે ૧૫૦૦માં આર્યોએ ભારત ઉપર આક્રમણ કર્યું અને સ્થાનિક પ્રજાનો સંહાર કર્યો તથા સિંધુખીણ સંસ્કૃતિનો નાશ ર્યો અને આર્યોએ દ્રવિડોને દક્ષિણ ભારતમાં ઢકેલી દીધા. અને ઉત્તર ભારત ઉપર પ્રભુત્વ પ્રસ્થાપિત કર્યું. આર્યો અને દ્રવિડો બંને ભિન્ન પ્રજાઓ છે, બંન્ને ભિન્ન દેશોના છે, બંનેની ભિન્ન ભાષાઓ છે અને ઉભય સંસ્કૃતિઓ પણ ભિન્ન છે એવો સહેતુક સ્વાર્થભર્યો જબરદસ્ત પ્રચાર કર્યો. આર્યો ગોરા અને દેખાવડા હતા, જ્યારે દ્રવિડો કાળા અને બુચા નાકવાળા હતા. અંગ્રેજોએ ભારત જીત્યું તે પછી જ ભારત એક દેરા, એક રાષ્ટ્ર અને એક સંસ્કૃતિ સમું બન્યું.
પ્રસ્તુત પ્રચારના પાયામાં બુનિયાદી કારણ છે થોમસ બબિંગટન મેકોલે (૧૮૦૦-૧૮૫૯)ની શિક્ષણ અંગીને નીતિ, જે હજીયે આજેય વત્તાઓછા પ્રમાણમાં જળોની જેમ આપણને વળગેલી રહી છે. ૧૮૩૦માં એણે, અંગ્રેજોને ફાવટ આવે તેવા દષ્ટિબિંદુથી, ભારત માટેની શિક્ષણનીતિ ઘડી, જે આપણને ખસૂસ વિઘાતક નીવડી અને અંગ્રેજી રાજને તે ફળી. ૧૮૩૬માં મેકોલેએ એના પિતાને પત્ર લખેલો જેમાં તેણે ભારત વાતે ઘડેલી નીતિની સફળ થવાની વાત પુરા વિશ્વાસથી લખી હતી. તેના આ વિશ્વાસમાં ખ્રિસ્તી પૂર્વગ્રહ સ્પષ્ટ પ્રતિબિંબિત થાય છે. તેણે પિતાને લખેલું કે તેની શિક્ષણનીતિનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org