________________
53
Vol.XXIV, 2001
યક્ષપ્રશ્ન આર્યોનો : ઐતિહાસિક વિશ્લેષણ પ્રેરણાદાયી મનાવા લાગ્યો. આથી પોતાના કહેવાતા અભિમાનને સંતુષ્ટવાના પ્રયાસના ભાગરૂપે ભારતની પૂર્વકાલીનતા સાથે યુરોપને સાંકળવાના પ્રયત્નો હાથ ધર્યા. વેદો વિશ્વભરમાં પૂર્વકાલીનતમ ગ્રંથો હોઈ સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં સમાનતા શોધવાનો દ્રાવિડી પ્રાણાયામ શરૂ કર્યા અને તેમાંથી ભારોપીય (ઈન્ડો-યુરોપીય) ભાષાનો કાલ્પનિક આદર્શ હાથવગો ર્યો-કરી આપ્યો અને તેનો પ્રયોગ શરૂ ર્યો. ફલસ્વરૂ૫ ઑક્સફર્ડ ડિક્લેરીએ એની છઠ્ઠી આવૃત્તિ સુધી સંસ્કૃતને પૂર્વકાલીનતમ ભાષા તરીકે ઓળખાવી હતી પણ સાતમી આવૃત્તિમાં સંસ્કૃતને સ્થાને તેમણે લિથુયાનિયન ભાષાને પૂર્વકાલીનતમ ગણી લીધી. પણ કમનસિબી એ, કે આ ભાષામાં કોઈ પૂર્વકાલીનતમ કે પૂર્વકાલીન સાહિત્ય ઉપલબ્ધ નથી. કેવળ ગુરુગ્રંથી કે કલ્પનાથી વિશેષ આને કઈ રીતે ઓળખાવી શકાય ?
ખ્રિસ્તી ધર્મપ્રચારકોએ, છતાંય જાતિ-સિદ્ધાન્તના પ્રચારમાં ઘણો ફાળો આપ્યો હતો. ૧૮૨લ્માં જહોન વિલ્સન મુંબઈ આવ્યો અને ૧૮૭૬ સુધી આપણા દેશમાં રોકાયો. આ જ સમય દરમ્યાન કોલ્ડવેલ દક્ષિણ ભારત પહોંચ્યો. આ બંનેનું એક માત્ર ધ્યેય આપણા દેશને અખંડિત રાખતાં પરિબળો ઉપર ઘા કરવાનું હતું. આ સારુ એમણે સહુ પ્રથમ સંસ્કૃત ભાષાને લક્ષ્ય બનાવ્યું. ૧૮૫૬માં વિલ્સને “૩૦૦૦ વર્ષ પૂર્વેનું ભારત” ઉપર ભાષણ આપ્યું; જેમાં તેણે જણાવ્યું કે આર્યોએ ઉત્તર ભારતમાં અને દ્રવિડોએ દક્ષિણ ભારતમાં પૂર્વકાલીન ભારતીય સમાજના વિકાસમાં અલગ રીતે ફાળો નોંધાવ્યો હતો. કોલ્ડવેલે ઉત્તર ભારતની ભાષાઓને સંસ્કૃત સાથે સાંકળી લીધી; કારણ સંસ્કૃત આર્યભાષા હતી. અને દક્ષિણ ભારતની ભાષાઓને દ્રવિડી ગણાવી. વિલ્સને પણ સંસ્કૃતિને આર્યભાષા ગણાવી. આમ આ બંને ખ્રિસ્તીઓએ ઉત્તર ભારતના લોકોને આર્યો તરીકે અને દક્ષિણ ભારતના લોકોને દ્રવિડ તરીકે ઓળખાવ્યા. “કપેરેટિવ ગ્રામર
વું દ્રવિડીઅન લેંગ્રેજીસ'માં કોલ્ડવેલે દક્ષિણની ચારેય ભાષાઓ એક જ કુળની છે એવું પ્રતિપાદિત કર્યું; એટલું જ નહીં તે ભાષાઓ ઉત્તર ભારતની ભાષાઓથી ભિન્ન હોવાનો મત પ્રદર્શિત કર્યો. આમ આ બંને ખ્રિસ્તી ઉપદેશકોએ બે ભાષા, બે જાતિ અને બે રાષ્ટ્ર આપણા દેશમાં અસ્તિત્વમાં છે એવો પ્રચાર કર્યો. એમણે કેવળ બંને પ્રજાઓ વચ્ચેની ભિન્નતા જ દર્શાવીને સંતોષ ના માન્યો પણ સાથોસાથ સંસ્કૃત ભાષાના દ્રવિડ ભાષા ઉપરના આક્રમણની વાત ઉપજાવી કાઢી અને દ્રવિડ ભાષાઓ બોલતા લોકોમાં સંસ્કૃત પ્રત્યે ધૃણાની લાગણી પ્રવર્તાવી. પરિણામે એક્તાના મહત્ત્વના પરિબળને આ બે ઉપદેશકોએ નિર્મળ કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો જેનાં ફળ આજેય આપણા દેશને ચાખવાં પડે છે. આજેય તમળનાડુમાં સંસ્કૃત ભાષા અને દેવનાગરી લિપિ પરત્વે તિરસ્કારની ભાવના વ્યાપક છે, તેનું આ કારણ છે. આમાંથી જે પ્રશ્નો ઉદ્દભવ્યા અને હકીક્તા તરીકે પ્રસ્થાપિત થયા તે આ મુજબ છે : (૧) આર્યો અને દ્રવિડો બંને ભિન્ન જાતિઓ છે. (૨) બંને જાતિની ભાષાઓમાં કશું સામ્ય નથી. (૩) આર્યો ગૌરવર્ણી છે અને દ્રવિડો રયામરંગી છે. (૪) વૈદિક સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા આર્યોનાં છે. (૫) આર્યોએ દ્રવિડી સંસ્કૃતિ ઉપર આક્રમણ કર્યું હતું. (૬) આર્યોએ જ દ્રવિડોને ઉત્તરમાંથી દક્ષિણમાં હાંકી કાઢયા. (૭) આર્યોના આગમન પૂર્વે ભારત સંસ્કૃત ન હતું. (૮) ભારતીય સંસ્કૃતિનો વિકાસ આર્યોના આગમન પછી જ થયો. (૯) દક્ષિણ ભારતના થોડાક લોકો રામ અને કૃષ્ણને ધિક્કારે છે, કેમ કે આ બંને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org