SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ 52 ડૉ. રસેશ જમીનદાર SAMBODHI , કુટુંબની વ્યક્તિઓમાં આવી ભિન્નતા જોવી સહજ અને સ્વાભાવિક છે. જો કે આ બાબત સરળતાથી સમજી-સમજાવી શકાય તેમ નથી. એક જ સમાજમાં કે એક જ ભૌગોલિક પરિઘમાં આ બાબત જેટલી સ્પષ્ટ જોવાય છે તેટલી સ્પષ્ટતાથી એક કુટુંબમાં પણ જોઈ શકાય છે. તો પછી શારીરિક, માનસિક અને નેતિક તાકાતમાં યુરોપીયો કેવી રીતે શ્રેષ્ઠ સાબિત થઈ શકે ? આ પ્રશ્ન જ એનો જવાબ છે. આપણા મનિષિઓ ઋષિઓ તત્ત્વજ્ઞો સંસ્કૃતજ્ઞો વિજ્ઞાનીઓ શાસ્ત્રજ્ઞો ઇત્યાદિ ઇત્યાદિ કોઈ રીતે મન બુદ્ધિ નીતિ વિચાર અર્થાત્ પારણ-ધારણ-વિજ્ઞાન-પ્રયોગમાં યુરોપીય કરતાં કનિષ્ટ નથી જ; બલ્ક ઘણી બધી રીતે સવાયા તો પુરવાર થયા જ છે. આપણા ઉપનિષદોના સર્જકો યુરોપના વિદ્વાનો કરતાં ખસૂસ શ્રેષ્ઠ હતા જ. મહાકાવ્યોના રચયિતા યુરોપીય ઇતિહાસવિદોથી બે કદમ આગળ હતા જ. વેદના ગ્રંથો તો વિશ્વસમસ્તમાં પૂર્વકાલીનતમ તો છે જ પણ એની તુલનામાં ઊભા રહી શકે એવા ગ્રંથોનાં નામ શોધવા શક્ય નથી. માત્ર આપણે જ આવું કહીએ છીએ તેથી તેની ગુણવત્તા વધતી નથી; પણ જર્મન તત્ત્વજ્ઞો Friedrich von Schlegel (જે ઓગસ્ટસનો ભાઈ હતો) (૧૭૭૨ થી ૧૮૨૯) અને Arthur schopenhauer (૧૭૮૮ થી ૧૮૬૦) સમા પશ્ચિમી વિદ્વાનોએ આપણા પૂર્વકાલીન ઋષિઓનાં ભરપેટ વખાણ ક્યાં છે. વિશ્વયુદ્ધોમાંય આપણા સૈનિકો શ્રેષ્ઠ સાબિત થયા છે. તો પછી “આર્ય જાતિ’ અને ‘આર્યોનું આક્રમણ’ જેવા સિદ્ધાન્તોની પ્રસ્થાના અને પ્રચારનું મૂળ કયાં છે ? આપણે નોંધ્યું છે કે પંદરમી સદી પછી યુરોપીયો સફળતાનાં આંત્તરરાષ્ટ્રીય સોપાનો જે ઝડપથી ક્રમશઃ હસ્તગત કરતા ગયા તેથી તેમનામાં ગૌરવર્ણનું અને શ્રેષ્ઠ બુદ્ધિમત્તાનું તથા અદ્વિતીય શારીરિક તાકાતનું અભિમાન જડ ઘાલી ગયું અને રયામરંગી-શ્યામચર્મી પ્રજાઓથી પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા મિષે એમણે જાતિ-સિદ્ધાન્ત’નો પ્રચાર આરંભ્યો અને જોરશોરથી પ્રચાર્યો. પ્રસ્તુત (અલબત્ત કહેવાતા) સિદ્ધાન્તને સુદઢ કરવા યુરોપીય રાષ્ટ્રોની પૂર્વકાલીનતા શોધવાના અને પુરવાર કરવાના પ્રયાસો સહેતુક હાથ ધર્યા. અને સંસ્કૃત ભાષામાંથી એનો ઉત્તર એમણે શોધી કાઢયો. સમગ્ર વિશ્વમાં ફક્ત યુરોપીય પ્રજાઓ જ સંસ્કૃત ભાષા અને સાહિત્યથી સહુથી વિરોષ પ્રભાવિત થઈ. આ સારુ એમણે એવો ગોબારો ગબડાવ્યો કે આર્યોની જે શાખા ભારત પહોંચી તેણે અનુકાલમાં વેદોનું નિર્માણ કર્યું, કેમ કે મૂળમાં આર્યો અસંસ્કારી, હતા અને સંસ્કારી થવામાં એમને થોડો સમય લાગ્યો. આ કહેવાતા સમયગાળાને યુરોપીયોએ ભારતમાંનું આર્યોનું આગમન અને વેદોની રચનાના સમયગાળા તરીકે સ્વીકાર્યો, જેનું પૃથક્કરણ હવે પછી કરીશું. હમણાં આપણે યુરોપીયોએ, ખાસ તો અંગ્રેજોએ, સંસ્કૃતના અધ્યયન પરત્વે ક્વા પ્રયાસો કર્યા તેનું પંખીદર્શન કરી લઈએ. સર વિલિયમ જોન્સ ૧૭૮માં ‘શાકુન્તલ'નું અને ૧૭૯૪માં મનુસ્મૃતિનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. ૧૮૦૫માં હેત્રી થોમસ કોલબુકે વેદ ઉપર શોધનિબંધ લખ્યો. ફ્રેડરિક લિગલે “ગ્યેજ ઍન્ડ વિઝડમ ઑવ્ ભારત” નામક ગ્રંથ લખ્યો. ઘણા યુરોપીય વિદ્વાનો સાર ભારતીય ફિલસૂફીનો અભ્યાસ આદર્શરૂપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520774
Book TitleSambodhi 2001 Vol 24
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2001
Total Pages162
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy