________________
Vol. XXIV, 2001 યક્ષપ્રશ્ન આર્યોનો : ઐતિહાસિક વિશ્લેષણ
51 જગતનાં અન્ય ઘણાં રાષ્ટ્રો (કહો કે યુરોપ સિવાયની વિશ્વની અન્ય પ્રજાઓને) જીતવામાં સફળ થયાં. આરંભે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ખંડ જીતવામાં સફળતા હાંસલ કરી. તે પછી આફ્રિકા અને એશિયા ખંડ હસ્તગત કર્યા. આમ ઉત્તરોત્તર પ્રાપ્ત થતી જતી સફળતાને પગલે પગલે યુરોપીય પ્રજાઓનું અભિમાન ગુણોત્તરમાં વધતું રહ્યું અને બિનયુરોપીય પ્રજાઓનું પીડન વધતું ગયું. શ્વેતચર્મી યુરોપીયો આ સફળતાને પરિણામે જગતની અન્ય ઘણી પ્રજાઓના પરિચયમાં આવ્યા. આ બધા વિજીત લોકો શારીરિક રીતે યુરોપીયોથી ભિન્ન જણાયા. એમનાં લશકરી કૌશલ્ય એમને જગતની ઘણી પ્રજાઓને હરાવવામાં, તે મિષે તેમને ગુલામ બનાવવામાં અને જરૂર જણાયે તેમનો સાંસ્કારિક-સાંસ્કૃતિકશારીરિક નાશ કરવામાં શક્તિમાન બનાવવામાં સહાય કરી.
પંદરમી સદીના મધ્યથી યુરોપની પ્રજાઓ નાણાંકીય સંપ્રાપ્તિ અર્થે યુરોપ બહાર અન્યત્ર જવા લાગી. ૧૪૯૨માં કોલંબસ (ક્રિસ્ટોફર કોલંબસ ૧૪૪૬ થી ૧૫૦૬, ઈટલીનો શોધક, સાહસિક અને સ્પેઈનની સેવામાં) અમેરિકા પહોંચ્યો. ૧૪૯૮માં વાસ્કો-દ-ગામા (પોર્ટુગીઝનો વતની, સફળ વહાણવટી અને આફ્રિકાથી ભારત સુધીના દરિયાઈમાર્ગનો શોધક) ભારત આવ્યો. આમ, પ્રાપ્ત થતી જતી સફળતાથી યુરોપીયોએ વિજીત પ્રજાને લૂંટવામાં પાછું વાળીને જોયું નહીં, બલકે બિનયુરોપીય પ્રજાઓને સર્વગ્રાહી રીતે બેહાલ કરી દીધી. નાણાંકીય સંપ્રાપ્તિથી એમણે સંસ્થાનવાદને જન્મ આપ્યો. આમ, ત્રણેક સૈકા દરમ્યાન એમણે આર્થિક સામ્રાજ્ય અને રાજકીય સંસ્થાનવાદના પ્રચાર-પ્રસારમાં ધાર્યા કરતાં કલ્પનાતીત સફળતા હાંસલ કરી, સિદ્ધિઓ હસ્તગત કરી, રાજકીય પ્રભુત્વ પ્રસ્થાપિત કર્યું; જેણે તેમના અભિમાનને તો દિગુણીત કર્યું જ, સાથોસાથ એમના ગૌરવર્ણા અભિમાનને સંકોળ્યું. આ બધાં કારણોથી ૧૮૦૦ની આસપાસ યુરોપીયોને જાતિવાદના સિદ્ધાન્તને પ્રસારવા પ્રેર્યા. અને તેમાંથી ‘આર્યજાતિ’નો મત ઉદ્ભવ પામ્યો.
ગૌરવર્ણા યુરોપીયોએ શારીરિક બંધારણના આધારે સમગ્ર માનવજાતને, કોમની કહેવાતી વ્યાખ્યાનુસાર ચામડીના રંગના સંદર્ભે, થોડીક જાતિવિરોષમાં વર્ગીકૃત કરવાની પરિકલ્પના પ્રસ્થાપિત કરી (દાત. નેગ્રોઈડ, મોંગોલોઈડ ઇત્યાદિ) અને આમ કોમવાદને, કહો કે રંગવાઇને ઉત્તેજન આપ્યું. એટલું જ નહીં પોતાની જાતને-યુરોપીયોને ‘આર્ય’ તરીકે પ્રસ્થાપી, કારણ કે આર્ય જાતિ માનસિક અને નૈતિક ગુણોમાં શ્રેષ્ઠ છે. આ શબ્દ હકીકતે, પણ સમજ્યા વિના, આપણાં ધર્મશાસ્ત્રોમાંથી ઊઠાવ્યો (ઉપયોગ્યો એમ તો નહીં કહી શકાય). કોઈપણ વ્યક્તિની શારીરિક માનસિક અને નૈતિક બાબતો, તે વ્યક્તિ જે કોમની છે તે કોમની સોપાન શ્રેણીના આધારે, નિર્ણત થાય છે એવો ગોબારો એમણે પ્રસારિત-પ્રચારિત ર્યો. પ્રસ્તુત પરિકલ્પનાની પાંખે વિહરીને શ્વેત રંગી-ગૌરવર્ણા યુરોપીયો સામાજિક-પિરામિડમાં ટોચ ઉપર અને રયામરંગી આફ્રિકીઓ છેક પાયામાં સ્થિત છે. આ બે સામાજિક સ્તરો વચ્ચે શેષ સમાજને મૂક્યા.
પ્રસ્તુત પરિકલ્પના આશ્ચર્યજનક અને કેવળ બોલકી છે. બાહ્ય દેખાવને સંબંધ છે ત્યાં સુધી ચામડીનો રંગ, નાકનો આકાર, વ્યક્તિની ઊંચાઈ, વાળની ઢબછબ ઇત્યાદિમાં ભિન્નતા જોવી પ્રાપ્ત થાય છે. એક જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org