________________
50
ડૉ. રસેશ જમીનદાર
SAMBODHI ચોપાસ ભટતું રહ્યું એથી આપણે અનભિન્ન નથી જ. પરન્તુ નહેરુપંથનાં વળતાં પાણી થતાં વીસમી સદીના છેલ્લા ચરણમાં, કહો કે છેલ્લા દાયકામાં બ્રિટિશોએ સકારણ પ્રચારેલી અને પ્રસારેલી ભ્રામક વાતોનું નિરસન કરવાના વિજ્ઞાની / ઇતિહાસી પ્રયાસો શરૂ થયા. કમનસિબે અંગ્રેજ અમલ દરમ્યાન આપણા દેશનાં ઇતિહાસ અને સંસ્કૃતિની જે દુર્દશા થઈ તે નહેરુવંશના શાસન દરમ્યાન સુધી ચાલુ રહી.
પંદરમી સદી પહેલાંના એક હજાર વર્ષ પર્યન્તના યુરોપના ઇતિહાસની લાક્ષણિક ઘટનાઓને અવલોકવી જોઈએ, જેથી યુરોપીય ચાલબાજનો અને મુખ્યત્વે ‘આર્યોનાં આક્રમણ’ના ગોબારાનો ધ્વંશ થઈ શકે.
આપણે જ્ઞાત છીએ કે વિખ્યાત રોમીય સામ્રાજ્યની સ્થાપના એના પ્રથમ સમ્રાટ ઓગસ્ટસે, જે જુલિયસ સીઝરનો (ઈ.પૂ. ૧૦૦ થી ૪૪) ગ્રાન્ડ નેત્રુ હતો અને એનું પૂરું નામ Gaius Julius Caesar Octavianus (ઈ.પૂ. ૬૩ થી ઇસ્વી ૧૪) હતું, ઈસ્વીપૂર્વ ર૭માં સ્થાપ્યું હતું. આ સામ્રાજ્ય ઈસ્વી ૩૯૫માં એના છેલ્લા સમ્રાટ Flavius Theodosius (ઈસ્વી ૩૪૬ થી ૩૯૫ અને સમ્રાટપદ ઈસ્વી ૩૭૯ થી ૩૫ સુધી)ના અવસાન સાથે ભાગલામાં પરિણમ્યું. વિખ્યાત અને ઐતિહાસિક તથા સાંસ્કૃતિક રોમીય સામ્રાજ્ય ઇસ્વીની ચોથી સદીના છેલ્લા દાયકાના મધ્યમાં વિભાજિત થયું પૂર્વીય રોમીય સામ્રાજ્ય અને પશ્ચિમી રોમીય સામ્રાજ્ય કોસ્ટેટીનોપલની રાજધાની સાથે પૂર્વીય રોમીય સામ્રાજ્ય ઈસ્વી ૧૪૫૩ સુધી અભ્યદયમાં રહ્યું અને તુર્કોના આક્રમણથી અને વિજયથી તેનો પંદરમી સદીના ઉતરાર્ધના પ્રારંભે અંત આવ્યો; તો પશ્ચિમી રોમીય સામ્રાજ્યની રાજધાની રોમ હતું અને એક સદીની અવધિમાં બેહાલ થઈ ગયું, કારણ કે પાટનગર રોમની નબળાઈને કારણે જંગલી જર્મન ટોળકીઓનો વિજય થતાં પશ્ચિમી રોમીય સામ્રાજ્ય અસ્ત પામ્યું.
આપણે જાણીએ છીએ કે પાંચમી સદી સુધી સમગ્ર યુરોપ રોમીય સામ્રાજ્ય હેઠળ શ્વસ્તુ રહ્યું. પરંતુ રોમીય સામ્રાજ્ય વિભાજિત થતાં રોમની પ્રજા સ્વદેશ પરત જઈ રહી હતી ત્યારે યુરોપીય પ્રજાઓએ, ખાસ કરીને અંગ્રેજ પ્રજાએ રોમના લોકોને સ્વદેશ ના જવા પ્રાર્થના કરી અને ઇંગ્લેંડમાં રહો અને રાજ કરો એવી આજીજી પણ કરી. કહેવાનું તાત્પર્ય એ કે રોમીય સામ્રાજ્યના, ખાસ તો પશ્ચિમી રોમીય સામ્રાજ્યના, પતન વેળાએ અંગ્રેજી સમાજ સ્વરક્ષણ સારુ સક્ષમ ન હતો કે ન તો શાસન સંભાળવામાં એમને વિશ્વાસ હતો. ટૂંકમાં, અંગ્રેજો સત્ત્વહીન હતા. તે પછીના આશરે એક હજાર વર્ષ પર્યન્ત એ સમાજ વીર્યહીન રહ્યો હતો, પણ તે જ અંગ્રેજ પ્રજાએ ત્યારબાદ લગભગ પાંચ સૈકા સુધી વિશ્વના મોટાભાગના વિસ્તાર ઉપર શાસન ક્યું અને સાંસ્કારિક તથા સાંસ્કૃતિક પ્રભુત્વ પ્રસ્થાયેલું રાખ્યું. ઇંગ્લેંડ માટે સાચી એવી આ બાબત સમગ્ર યુરોપ માટેય સાચી છે; તો આ પ્રજા એક સહસ્રાબ્દીના અંધકારભર્યા સમય પછી સામ્રાજ્યવાદી કે સંસ્થાનવાદી બનવામાં સક્ષમ કે સફળ કેવી રીતે થઈ ?
શરૂઆતમાં આ પ્રજાઓએ રોબીનસન મુઝોની (અંગ્રેજ ખલાસી અને વહાણ ભાંગી જતાં ચતુરાઈપૂર્વકની કરામતોથી વર્ષો સુધી જીવિત રહ્યો હતો. Daniel Defoe એ ૧૭૧માં રોબીનસન કુઝો નામની નવલકથા લખી છે જેમાં તે મુખ્ય પાત્ર હતો.) અણઘડ પ્રજાને જીતી અને પ્રસ્તુત જીત યુરોપ માટે નશામાં ફેરવાઈ ગઈ. તે પછી યુરોપનાં ઘણાં રાષ્ટ્રો (કહો કે યુરોપની ઘણી પ્રજાઓ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org