________________
Vol. XXIV, 2001
યક્ષપ્રશ્ન આર્યોનો : ઐતિહાસિક વિશ્લેષણ
વિશ્વસમસ્તના જે દેશો સંસ્થાનવાદી કે સામ્રાજ્યવાદી નાગચૂડમાંથી મુક્ત થઈ સ્વરાષ્ટ્રના નિર્માણપંથે કે અભ્યુદયાર્યે પ્રગતિશીલ, ક્રિયાશીલ અને કૃતિશીલ રહ્યા છે તે બધા દેશો બૌદ્ધિક માનસિક ઔદ્યોગિક વૈજ્ઞાનિક અન્યેષિત ઇત્યાદિ ક્ષેત્રોમાં પોતાનાં સાંસ્કૃતિક-સાંસ્કારિક ભૂમિકાના પરિવેશમાં સ્વાતંત્ર્યનો, હો કે મૌલિક્તાનો, માહોલ નિર્માણ કરી શક્યા છે. એક આપણે ભારતીયો આ બધી બાબતે પછાત છીએ. સૌજન્ય નહેરુપંથી વિદ્વાન લેખકોનું. (હા, થોડાક અપવાદો જરૂર છે.) તેથી આપણે જ્ઞાનવિજ્ઞાનનાં ઘણાંબધાં ક્ષેત્રોમાં મૌલિક્તા દાખવી શક્યા નથી. વિરોષતઃ ઇતિહાસના ક્ષેત્રમાં નહેરુપંથી ઇતિહાસલેખકોની ગઈ કાલ સુધી, કહો કે નેવુંના દાયકાના પ્રારંભ સુધી, બોલબાલા હતી. તેથી આપણા રાષ્ટ્રના ઇતિહાસ અને સંસ્કૃતિના ગ્રંથો પશ્ચિમી અભિગમથી આલેખાયા છે અને સામ્યવાદી રસાયણથી રસાયેલા છે. આ બધા ગ્રંથોમાં વ્યાપ્ત રહેલી વિકૃતિઓ-ભ્રમણાઓ વગેરે પરત્વે નવેસરથી વિચારવાનો પ્રયાસ થતો હોય તો તેમાં રૂઢિવાદ કે ફન્ડામેન્ટાલિઝમ છે એમ કહેવું સરાસર અન્યાયી છે. પ્રત્યેક રાષ્ટ્ર એનો ઇતિહાસ એના પોતાના પરંપરિત દષ્ટિબિંદુથી અને વિશિષ્ટ અભિગમથી લખતું હોય છે. આપણે તેમ કરીએ તો એમાં હિન્દુત્વ કે ધાર્મિકતા કે સાંપ્રદાયિકતા કે સંકુચિતતાનો ભાવ જોવો એ શું નકરી વિડંબણા કે ઉપહાસવૃત્તિ નથી ?
અહીં આપણે પ્રતિષ્ઠિત અને પ્રસ્થાપિત એવાં મિથ્યાર્થ ઘટનો, ભ્રમાક વિચારો, વિકૃત નિરૂપણો કે વિદેશી ભાવકોનાં નિરૂપણોની સૂચિમાંથી, અગાઉ નોધ્યું તેમ, કેવળ આર્યોનાં આક્રમણના મુદ્દાને વિશ્લેષિત કરવાનો ઉપક્રમ રાખ્યો છે.
49
પંદરમી સદીથી યુરોપીય પ્રજાઓ, ખાસ કરીને બ્રિટિશ પ્રજા, સંસારનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિનાં સોપાન ઉત્તરોત્તર ચઢતી ગઈ અને ઓગણીસમી સદી પર્યન્તમાં તો જગતના મોટાભાગના ભૂભાગ ઉપર યુરોપીય / બ્રિટિશ પ્રજાની છાપ અંક્તિ થઈ ગઈ. ઓગણીસમી સદી યુરોપીય પ્રજાઓ સારુ વિજ્ઞાનની સદી બની રહી. સમગ્ર જગત એમનાં વૈજ્ઞાનિક અન્વેષણોનાં પરિણામોથી અભિષિક્ત થઈ ગઈ. વિજ્ઞાની અન્વેષણો જાણે યુરોપીય પ્રજાઓનો ઇજારોના હોય એવો ભ્રામક પણ જબરદસ્ત પ્રચાર આ સદીમાં થયો, જેમાંથી આપણું રાષ્ટ્ર મુક્ત કેવી રીતે રહી શકે ? અને અંતે બ્રિટિશ પ્રજાએ આપણા દેશને રાજકીય અને આર્થિક પક્ડમાં જક્કી દઈને સાંસ્કારિક અને સાંસ્કૃતિક રીતે ગુલામ બનાવી દીધું એવો સહેતુક પ્રચાર અંગ્રેજોએ આપણા કહેવાતા રાષ્ટ્રવાદીઓ મારફતે ર્યો. આ તો ઠીક, પણ સ્વાતંત્ર્યોત્તર સમયમાં પ્રજાસત્તાક આપણા રાષ્ટ્રમાં બ્રિટિશોની કહેવાતી બૌદ્ધિક આભા હેઠળ લોક્શાહીના આંચળા હેઠળ પરોપકારી (?) એક હથ્થુ સત્તા હાંસલ કરીને આપણાં ચેતનાતંત્રને ધમરોળવામાં નહેરુ પણ બ્રિટિશ-ભક્ત બની ગયા અને પરિણામે નહેરુપંથ-નહેરુવાદ આપણને એરુની જેમ આભડી ગયો, જળોની જેમ ચીટકી ગયો. ફલસ્વરૂપ, નહેરુપંથ અસ્તિત્વમાં રહ્યો ત્યાં સુધી આપણા પ્રજાસત્તાક રાષ્ટ્રમાં બ્રિટિશવાદેય ચાલ્યો જ.
આર્ય એક જાતિ છે એવા મતનું–પ્રચારનું એક ભૂત-તૂત આપણા દેશમાં બ્રિટિશોએ એમના શાસન દરમ્યાન ધૂણાવ્યું–ચલાવ્યું તે, સ્વાતંત્ર્યોત્તર પ્રજાસત્તાક સમયમાં તે, તૂત નહેરુવાદના નામે
ભૂત બનીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org