________________
ડૉ. રસેશ જમીનદાર
SAMBODHI
આમ સ્વાનુભવની બુનિયાદના પથમાં કે માર્ગની દિશામાં આગળ વધવામાં કે સ્વકીય પરંપરાની પs મજબૂત બનાવવામાં પહેલી આવશ્યક્તા એ હોવી જોઈએ કે આપણાં પોતાનાં ભાષા સાહિત્ય લિપિ અને સંસ્કાર સંસ્કૃતિ સ્મૃતિનું અગાધ જ્ઞાન અને તલસ્પર્શી અન્વેષણને હાથવગાં કરવાં-હોવાં-અંકે કરવાં જોઈએ. કેવળ ઉપલજ્યિાં ભાષાંતરો કે અસંબદ્ધ અવતરણોથી તો નબળા પ્રકારનું શોધકાર્ય થાય છે તેની નોધ લેવાની ખાસ જરૂર છે. આપણે અનુકરણ મારફતે આધુનિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોવાના ભ્રમમાંથી સવેળા મોક્ષ મેળવવો આવશ્યક જણાય છે. વિરોષ તો આપણા અનુભવથી અને આપણાં જ્ઞાપકોથી આપણે પ્રતિબદ્ધતા હાંસલ કરવી જોઈએ એ બાબત ધ્યાન બહાર જવી ના જોઈએ.'
આ ભૂમિકાના સંદર્ભમાં અને વૈચારિક પરંપરાના ઉપલક્ષ્યમાં આપણાં વિચારોને-વિભાવનાઓનેવ્યક્તિત્વોને-વ્યવહારોને કરકોલી ખાતા વિદેશી દષ્ટિબિંદુઓથી અભિભૂત થયેલા યક્ષપ્રશ્નોમાંથી આર્યોના આક્રમણના અભિગમથી વિકૃત થયેલાં આપણાં ઐતિહાસિક લખાણોના ગ્રહણમાંથી મુક્ત થવા સબબનો પ્રયાસ અહીં પ્રસ્તુત છે. આપણાં સંસ્કાર-સંસ્કૃતિ-ઈતિહાસનાં વિકૃત નિરૂપણોના પાયામાં ઉધઈની જેમ નડી રહેલો યક્ષપ્રશ્ન છે આર્યોનું આક્રમણ, સિંધુખીણ સંસ્કૃતિનો વિનાશ, દ્રવીડોનું દક્ષિણાયન સ્થળાંતર. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સ્વકીય સામગ્રીના વિનિયોગથી અને સાધકબાધક ચર્ચાથી આપણા રાષ્ટ્રને આભડી ગયેલા વિવાદને નિર્મળ કરવાનો આ નમ્ર પ્રયાસ છે.
આપણા રાષ્ટ્રનાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં નિરૂપણમાં સંખ્યાધિક જગ્યાએ વિકૃત આલેખન, ભ્રમિત ખ્યાલો, વિધ્વંશક વિચારો, ખોટો અર્થધટનો અને ઈતિહાસની વિભાવનાને પ્રતિકૂળ એવાં કેટલાંક વર્ણનો જોવાં પ્રાપ્ત થાય છે. સ્વતંત્રતા પૂર્વે આવી બાબતો સ્વાભાવિક અને સહજ હતી; કેમ કે આપણે યુરોપીય અને વિશેષતઃ અંગ્રેજ અધ્યેતાઓનાં લખાણોનું અર્થઘટનોનું વિચારોનું સુરદાસી અનુકરણ કરતા હતા; કારણ કે આપણે આપણી મૌલિક વિચારણાને કોઠારમાં કેદ કરી રાખી હતી. પરંતુ સ્વાતંત્ર્યની સુવર્ણજયન્તીની ઉજવણી આપણે ચારેક વર્ષ પૂર્વે સંપન્ન કરી હોવા છતાંય અને પ્રજાસત્તાકની સુવર્ણ જયંતિ ઉત્સાહભેર હમણાં જ માણી હોવા છતાંય આપણાં મનોવલણો અને મનોવૃત્તિઓ તથા દષ્ટિબિંદુઓ અને દર્શનોની આઝાદી સંપ્રાપ્ત કરવા સારુ હજી આપણે કોઈ ગાંધીનેતૃત્વની રાહ જોઈ રહ્યા હોય એવું અનુભવાય છે; કહો કે એવા મહોલની પ્રસ્થાપના કરવાની તાતી જરૂર છે. અદ્યાપિ આપણે પશ્ચિમી વિદ્વાનોએ કરેલાં આપણા ઇતિહાસનાં, એમની નજરે અને એમને અનુકૂળ, નિરૂપણોને ચામાચીડિયાની જેમ વળગી રહ્યાં છીએ. હજી આપણે આપણા રાષ્ટ્રની અસ્મિતાના વ્યક્તિત્વને પારદર્શક પરિપ્રેક્ષ્યમાં અભિવ્યક્ત કરવા જેટલું કાઠું ઉપસાવી શક્યાં નથી કે નથી બની શક્યા મૂઠી ઊંચેરા વિદ્વાન. આપણે આપણાં પોતાનાં પર્યાવરણ કે વાતાવરણ કે અભિગમનો સંદર્ભ સમજવામાં કે ઉપસાવવામાં ઊણા ઊતર્યા છીએ. આપણાં અભિગમી દષ્ટિબિંદુઓથી નિષ્પન્ન થતા વિચારોની મૂલવણી કે તેનું પૃથક્કરણ કે તેનું અર્થઘટન કરવા જેટલી સજ્જતા આપણે સંપાદિત કરી નથી અને આથી જ આપણાં અંતઃસત્ત્વનું કે આભિજાત્યનું કે અસ્મિતાનું સર્જન કરવામાં આપણે પરોઠાંનાં પગલાં ભર્યા છે એવું ખસૂસ વિના અતિશયોક્તિ સૂચિત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org