________________
47
Vol. XXIV, 2001
યક્ષપ્રશ્ન આર્યોનો : ઐતિહાસિક વિશ્લેષણ અને ક્રિયાશીલ કરવાં જોઈશે-જોઈએ. અન્યથા આપણાં સત્ત્વનું તત્ત્વનું સર્જન-નિર્માણ શક્ય બનશે નહિ. આ સિવાય આપણાં સ્વાતંત્ર્ય અને પ્રજાસત્તાક પંગુ અને અલ્પજીવી રહેશે. તેમ ના થાય તે સારુ આપણા રાષ્ટ્રમાં આપણે સમર્થ અને પ્રતિભાવંત વિચારકો, વિજ્ઞાનીઓ અને વિદ્વત્થનો સમાજને ચરણે ધરી રાકીએ એ પ્રકારની જ્ઞાન-વિજ્ઞાનની પ્રક્રિયા-પ્રવૃત્તિ-પદ્ધતિ-પ્રશિક્ષણ હાથ ધરવાં રહ્યાં.
આપણા દેશને ઇતિહાસ નથી, સંસ્કૃતિ નથી, સંસ્કાર નથી જેવી ભ્રામક બાબતો, કહો કે વાર્તાઓ, અંગ્રેજી શાસન દરમ્યાન તો પ્રચારમાં-પ્રસારમાં હોય એ સહજ પરિસ્થિતિ ગણાય; પણ આપણા પ્રજાસત્તાક સ્વતંત્ર રાષ્ટ્રમાંય અને તેય આઝાદીની સદીના પૂર્વાર્ધમાંય આવા ભ્રામક ખ્યાલો-વિચારોવિવરણોને સાચી માનવા-મનાવવાની જે ખટપટ નહેરુસમય દરમ્યાન ચાલતી હતી, એંસીના દાયકા પર્યન્ત, તેમાં ઇતિહાસ શબ્દ હિસ્ટરીના પર્યાય તરીકે અને સિંધુખીણ સંસ્કૃતિના વિધ્વંશક આર્યોને આક્રમક તરીકે સ્વીકારનારનો વર્ગ ઘણો મોટો છે. આ તો નહેરુસમયના સામ્યવાદી અભિગમ ધરાવતા અને પશ્ચિમી પરસ્ત ઈતિહાસલેખકોએ જડબેસલાક પદ્ધતિથી ઇતિહાસગ્રંથોમાં સનાતન-ભાવથી પ્રવર્તાવેલા ઘણા બધા ભ્રમિત ખ્યાલોમાંથી માત્ર બેનો જ નિર્દેશ કર્યો છે અને અહીં તો માત્ર યક્ષપ્રશ્ન આર્યો વિશે વિશ્લેષણ કરવાનો છે. આપણે એથી તો અભિજ્ઞ છીએ જ કે ઇતિહાસમાં અન્વેષણની-નિરૂપણની પદ્ધતિઓ અને ઇતિહાસની વિભાવના અને અભિવ્યંજના પશ્ચિમી છે, યુરોપીય છે એવું કહેનારા વિદ્વાનોની અછત આપણે ત્યાં નથી. યક્ષપ્રશ્ન એ છે કે આવી સઘળી વિચારસરણીઓ કે માન્યતાઓ કે કહો કે ભ્રમિત ખ્યાલોને આપણાં પોતીકાં જ્ઞાપકોથી-સાધનોથી-દષ્ટિબિંદુઓથી તપાસવાનો સમયનો તકાજો નિષ્ણાણ બની ના જાય તે જોવું જોઈએ. અલબત્ત આ બધી બાબતો ચર્ચવી અહીં અપેક્ષિત નથી.
જેમનું આપણે આંધળું અનુકરણ અને અવિચારી અભિગમ હજી ચાલુ રાખ્યાં છે તે હેરોડોટસ, કોલિંગવુડ, ટોયલ્બી ઇત્યાદિ જેવા યુરોપીય એતિહાસિકોએ જેમ પોતાની પરંપરાના મૂળસ્રોતને અને મૂળગત સાધનોને મજબૂત રાખીને, એની જ બુનિયાદનો વિનિયોગ કરીને જરૂર જણાયે બીજા દેશનાં કેટલાંક દૃષ્ટિબિંદુઓનો સ્વીકાર કર્યો છે તેમ આપણે કરવું જોઈએ. એટલે કે આપણે ખરેખર જો અનુકરણનો આગ્રહ આવકારવો હોય તો તે તેમની પદ્ધતિએ થવો જોઈએ. અર્થાત્ આપણે આપણાં જ્ઞાપકોની-દષ્ટિબિંદુઓની પરંપરાને સુદઢ રાખીને, મજબૂત બનાવીને, પોતીકી બુનિયાદને પારદર્શક ઉપયોગીને પછી જ જરૂર જણાય તો અન્ય દેશનાં દષ્ટિબિંદુઓ સ્વીકારીએ તો જ આપણી વૈચારિક તાકાત વિશેષ દઢિભૂત થાય અને આપણાં સાંસ્કૃતિક-ઐતિહાસિક આલેખનો-નિરૂપણો-અન્વેષણોમાં ધરતીની સોડમ અનુભવાય. કહેવાનું તાત્પર્ય એટલું જ જેમ પશ્ચિમના વિદ્વાનોએ પોતાની પરંપરા, પોતાનાં સાધનો અને પોતાના અનુભવો વિશે જ પ્રાથમિક અને વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેમ આપણે પણ આપણાં પોતીકાં સાધનોનો આપણી દષ્ટિએ અને આપણી પરંપરાના પરિઘમાં રહીને વિનિયોગ કરવો જોઈએ અને તેમ કરતી વેળાએ વિશ્વસમસ્તમાં વિકસેલી શ્રેષ્ઠ પ્રકારની અન્વેષણ પદ્ધતિ કે પ્રસ્થાપિત થયેલી વૈચારિક બુનિયાદ યથાવકારો અખત્યાર થવાં જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org