________________
યક્ષપ્રશ્ન આર્યોનો : ઐતિહાસિક વિશ્લેષણ
ડૉ. રસેશ જમીનઠાર
સમયે સમયે ઉપલબ્ધ થતી જતી ત્રિવિધ પ્રકારની સામગ્રીનું વિશ્લેષણ કરી માનવજીવનનાં ભૂતકાલીન કાર્યોને અર્થઘટિત કરતી વિદ્યા તે છે ઇતિહાસ. અર્થાત્ માનવીને ભૂતકાળમાં થયેલા અનુભવોને ઇતિહાસવિદ્યા દ્વારા પ્રમાણી શકાય છે. આપણે તેથી જ્ઞાત છીએ કે માનવપુરુષાર્થની વિગતો અવશેષોરૂપે, દસ્તાવેજોરૂપે અને પરંપરારૂપે પ્રાપ્ત થાય છે. પરંપરાઓ લોકમુખે રમતી રહે છે અને કંઠોપકંઠ પદ્ધતિએ પેઢી દર પેઢી સચવાતી રહે છે. ક્યારેક વાણીગત સામગ્રી લિપિબદ્ધ બને છે. પુરાવશેષોની સામગ્રી એટલે કે પારિભોગિક સામગ્રી સ્થળતપાસ મારફતે જમીનની સપાટી ઉપરથી કે ઉત્ખનન્ન દ્વારા સપાટી અન્તર્ગત પ્રાપ્ત થતી રહે છે. આવી સામગ્રી લિખિત કે/અને અલિખિત (અથવા ભૌતિક) એમ ઉભય પ્રકારે સંપ્રાપ્ત થતી હોય છે. પુરાવશેષો સિવાયની લિખિત સામગ્રી સાહિત્યિક સાધનો તરીકે ઓળખાય છે. આવાં સાધનો મુખ્યત્વે કાગળ ઉપર કે અન્ય પદાર્થો ઉપર લખાયેલાં કે છપાયેલાં હોય છે અથવા અન્યયા મુદ્રિત થયેલાં હોય છે. ફલસ્વરૂપ ઇતિહાસનું નિરૂપણ રોષ રહેલી કે અવશિષ્ટ રહેલી સામગ્રી ઉપરથી થતાં અર્થઘટિત અનુમાનનું શાસ્ત્ર છે. એનું ખેડાણ વિધવિધ દૃષ્ટિબિંદુઓથી સમયે સમયે થતું રહે છે, તેથી તે પરિવર્તનને અધીન છે. આ પરિવર્તિત અર્થઘટનો પણ અતીતની મૂલગત સામગ્રી ઉપરથી જ થાય છે. આથી અહીં આવી મૂલગત સામગ્રીના આધારે, ઇતિહાસમાં પ્રચલિત કેટલાંક ભ્રમિત દૃષ્ટિબિંદુઓમાંથી, ‘આર્યોનાં આક્રમણ’ના યક્ષપ્રશ્નને પ્રસ્તુત કરવાનો ઉપક્રમ છે.
આપણે એથી પણ અવગત છીએ જ કે ઇતિહાસનાં વિવિધ ક્ષેત્રોમાં વિધવિધ દૃષ્ટિબિંદુથી અને વિશિષ્ટ અભિગમથી ખેડાણ થતું રહે છે; જેમાં એકાંગી અન્વેષણને સ્થાને આંતરવિદ્યાકીય અભિગમ મહત્ત્વ ધારણ કરે છે, કરતો જાય છે, અને ઇતિહાસનાં અંગોપાંગ પરસ્પર કેટલાં અવલંબિત છે તે સ્પષ્ટ થતું જાય છે તે યક્ષપ્રશ્નના સંદર્ભે દર્શાવવાનો પ્રયાસ અહીં હાથ ધર્યો છે.
આપણે ખરેખર સ્વતંત્ર થયા છીએ અને પ્રજાસત્તાક રાષ્ટ્રમાં રહીએ છીએ એનો પ્રત્યય કરવો હોય, આપણે આપણી અસ્મિતાના વ્યક્તિત્વને પારદર્શક પરિપ્રેક્ષ્યમાં અવલોવું હોય, કહો કે ઉપસાવવું હોય, આપણે જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રે આપણી પોતીકી પ્રતિભાને વિશ્વસ્તરે ઊંચી ઊઠાવવી હોય; તો આપણે આપણા પર્યાવરણનો સંદર્ભ ધ્યાનાર્હ બનાવવો જોઈશે, તથા આપણાં સ્થાનિક સાધનોનો વિનિયોગ કરીને તે દ્વારા નિષ્યાદિત વિચાર આપણી સાંસ્કૃતિક-સાંસ્કારિક ભૂમિકાના પરિવેશમાં, મૂલવણી કરવી ઇષ્ટ બની રહેવી જોઈરો. આ મિષે આપણાં અધ્યયન-અધ્યાપન-અન્વેષણને આપણાં જ દૃષ્ટિબિંદુથી કાર્યાન્વિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org