SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ 42 વસન્તકુમાર મ. ભટ્ટ SAMBODHI જ્યારે તેમના ત્રીજા, અ.શ. નાટકની રજૂઆત કરે છે ત્યારે શૃંગારના નિરૂપણમાં ઉદ્દીપન-પ્રશમનની વિધાને અનુસરવા માટે મહાદેવી વસુમતી કે હંસાદિકા જેવી પૂર્વપત્નીઓનો અન્તરાયો ઊભા કરવા વિનિયોગ કરતા નથી. બલ્ક, આ પાત્રો રંગભૂમિ ઉપર એક પણ વાર આવતાં જ નથી. (એમનો જે રીતે ઉલ્લેખ થાય છે, તેનાં પ્રયોજનો પણ વિશિષ્ટ છે અને વધુ કાવ્યત્વપૂર્ણ છે.) વિદૂષકને પણ કવિએ બહુ ચતુરાઈથી મુખ્ય નાયિકાની સામે ક્યારેય પ્રકટ થવા દીધો નથી. હવે અ.શ. જોઈએ તો દુષ્યન્ત અને શકુન્તલા વચ્ચેના પ્રણયપ્રસંગમાં અંતરાયનું તત્ત્વ સર્વથા અપૂર્વ છે, નવીન છે, અને તે છે દુર્વાસાનો શાપ ઉપલક દષ્ટિએ વિચારીએ તો-કવિએ આ પ્રણયપ્રસંગની કથામાં અંતરાયના ઉપકરણ તરીકે પરંપરાગત રીતની મહાદેવીઓ-પૂર્વપત્નીઓનો જરીકે ઉપયોગ નહીં કરતાં, એક અતિપ્રાકૃત (Super-natural) તત્ત્વનો (શાપનો) વિનિયોગ કર્યો છે એવું જણાય. સામાન્ય રીતે મહાદેવીઓ તો ક્યાના નાયકની સાથે જ સંકળાયેલાં પાત્રો હોય છે. તે સ્ત્રીસહજ ઈષ્યને વર થઈને અંતરાયો ઊભા કરે તો તે સમજી શકાય, સ્વાભાવિક પણ લાગે. પણ કોઈ કવિ જ્યારે શાપનો પ્રયોગ કરે ત્યારે તે કૃતિના પાત્ર સાથે કોઈ રીતે સંબદ્ધ નહીં હોવાને કારણે હૅવરૂપે, બહારથી આવી પડેલ અને કૃત્રિમ (અસ્વાભાવિક) પણ લાગે તો નવાઈ નહીં. પણ આપણા કવિએ અ.શ.માં જે વિગતો સાથે શાપનો વિનિયોગ ર્યો છે, તે દુ-વે આવી પડેલ કૃત્રિમ તત્ત્વ લાગતું નથી. આધુનિક યુગમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કાલિદાસમાં જ્યાં જ્યાં રાપ કે મદનદહનના પ્રસંગો નિરૂપાયા છે તેના મર્મનું બહુ પ્રતીતિકારક ઉદ્દઘાટન કરી બતાવ્યું છે. આ શ્રી ટાગોરને અનુસરીને કવિ શ્રી ઉમાશંકર જોશી પણ કહે છે કે શાકુન્તલમાં રાપ આગન્તુક નથી. શાકુન્તલાના અપરાધમાંથી એ જન્મે છે અને દુષ્યન્તના સ્વભાવમાં પડેલા દોષ ઉપર ફૂલેફાલે છે.” કણ્વ શકુન્તલાને અતિથિસત્કારને માટે નિયુક્ત કરીને સોમતીર્થ ગયા હતા. વળી, દુષ્યન્તની સાથે ગાન્ધર્વવિવાહ થયા પછી તે હસ્તિનાપુરની મહિષી બનવાની છે. એ સંજોગોમાં, આંગણે આવી ઊભેલા દુર્વાસા મુનિ તરફ તે બેધ્યાન બને છે. આમ તેનામાં સમષ્ટિનિષ્ઠાનો અભાવ જણાય છે. તો બીજી તરફ, દુષ્યન્તમાં વ્યષ્ટિનિષ્ઠાનો અભાવ છે જે હંસાદિકાના ગીતથી આપણને જાણવા મળે છે. દુષ્યન્તના સ્વભાવમાં પડેલી આ અભિનવમધુલોલુપા એવી ભ્રમરવૃત્તિ જો નીકળે નહીં તો શકુન્તલાનું ભાવિ પણ હિંસાદિકા જેવું જ બની રહે. કવિ, આથી શાપને પ્રયોજે છે. શ્રી ઉમાશંકર જોશી કહે છે તેમ આત્મશોધનને માર્ગે મૂકી આપનારો આ શાપ, એ તો નિઝુર વેશમાં છુપાયેલો આશીર્વાદ જ છે.” (પૃ. ૩૮) આમ શાપથી વિરહાગ્નિમાં સંતપ્ત થયેલા નાયક-નાયિકાની પૂર્વોક્ત ઊણપો દૂર થતાં એક પૂર્ણ સાચો સંવાદ સ્થપાય છે; જેના પરિણામે જ મારીચના આશ્રમમાં-ધરાતલથી ઉપર એવા સ્વર્ગલોકમાંદુષ્યન્તનું પુત્ર ભરત સહિતની શકુન્તલા સાથે પૂર્ણમિલન સધાય છે. આ કૃતિમાં દુષ્યન્તનો રથ જાણે સ્થૂળકામથી, દેહસૌન્દર્યના આકર્ષણથી (નાગ્રત પુષ્પ થી) શરૂ કરીને, આત્માના વિશુદ્ધ પ્રેમ સુધીની (માDિાળ નનનન્તિ સૌનિ સુધીની) યાત્રા પૂર્ણ કરાવે છે. આમ શાપરૂપ અંતરાયની નવીનતાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520774
Book TitleSambodhi 2001 Vol 24
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2001
Total Pages162
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy